મબઇમ ગણશ મહતસવ અન કભન મળમ -ડ મપગન ઉપયગ કરશ

અમદાવાદ, મંગળવાર

્અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગુજરાત પોલીસે રાહત અનુભવી છે.  રથયાત્રાને લઇને અમદાવાદ પોલીસ દ્વારા બે મહિનાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં  પોલીસે ભારતમાં સૌ પ્રથમવાર ૩-ડી મેપિંગ સિસ્ટમનો સફળ ઉપયોગ કરાયો હતો. રથયાત્રા બંદોબસ્તમાં બહારના રાજ્યની પોલીસ  સ્ટડી કરવા ઉપરાંત ૩-ડી મેપિંગ સિસ્ટમને સમજવા માટે આવ્યા હતા. જે સિસ્ટમ સફળ થતા હવે માત્ર ગુજરાત જ નહી પણ ભારતના અન્ય રાજ્યોની પોલીસ માટે સફળ માઇક્રો બંદોબસ્તના રસ્તા ખુલ્યા છે અને ૩-ડી સિસ્ટમનો ઉપયોગ મુંબઇ પોલીસ ગણેશ મહોત્સવ અને કુંભના મેળામાં કરવામાં આવશે. જે ગુજરાત પોલીસ માટે મહત્વની બાબત છે. આ સાથે અન્ય રાજ્યની પોલીસ પણ વિગતો મંગાવી શકે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પોલીસ બંદોબસ્ત ગુજરાતમાં સૌથી મોટો બંદોબસ્ત ગણાય છે. જેમાં સિનિયર આઇપીએસ અધિકારીઓથી માંડીને ટ્રેઇની આઇપીએસ તેમજ હોમ ગાર્ડસથી માંડીને ડીવાયએસપીની સુધીના રેંકના  પોલીસ સ્ટાફ હાજર બંદોબસ્તમાં જોડાઇ છે. સામાન્ય રીતે રથયાત્રાના બંદોબસ્તની તૈયારીઓ બે મહિના પહેલા અમદાવાદ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવે છે. જેમાં પ્રાથમિક રીતે રથયાત્રાના રૂટ પર સર્વલન્સ ઉપરાંત, અમદાવાદ અને ગુજરાતમાં પણ  ચાલતી શંકાસ્પદ પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવે છે. પંરતુ, ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રામાં અમદાવાદ પોલીસે દેશમાં સૌ પ્રથમવાર ૩-ડી મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. જે માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ અને વિશેષ ટેકનીકલ સર્વલન્સ માટેની ટીમ દ્વારા રથયાત્રાના રૂટનું ૩-ડી મેપિંગ કરવામાં આવ્યું હતું. જેના આધારે રથયાત્રાના રૂટ પર જ્યારે યાત્રા પસાર થઇ ત્યારે ૩-ડી મેપિંગથી સફળ સર્વેલન્સ કરાયું હતું. જેમાં રથયાત્રાના રૂટ  ૧૬૦૦ ફુટ ઉપરથી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનથી લાઇવ ફીડથી પોલીસ કંટ્રોલ રૂમમાં માઇક્રો સર્વલન્સ રખાયું હતું. આ ડેન આકાશમાં નવથી ૧૦ કલાક સુધી રહી શકવાની ક્ષમતા ધરાવે છે.જેના કારણે માત્ર રથયાત્રા રૂટ જ નહી પણ તેની આસપાસની સ્થિતિનો ચોક્કસ ચિતાર મેળવીને પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ , સ્ટાફ ડીપ્લોયમેન્ટ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ સિસ્ટમને કારણે રૂટ સર્વલન્સની શ્રેષ્ઠ કામગીરી થઇ હતી.

સાથેસાથે ૩-ડી મેપિંગ સિસ્ટમને સમજવા માટે અન્ય રાજ્યોથી પણ પોલીસ અધિકારીઓ આવ્યા હતા. જેમણે સમગ્ર સિસ્ટમ અંગે સ્ટડી કરી છે.  જેના આધારે હવે મુંબઇમાં ગણપતિ મહોત્સવ અને કુંભના મેળામાં પણ  ૩-ડી સિસ્ટમનો અમલ કરવા માટે વિચારણા શરૂ કરી છે.  આ અંગે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસે ૩-ડી મેપિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને બંદોબસ્તને એક નવી ઉંચાઇ પર મુક્યો છે. ગણપતિ મહોત્સવ સમયે માઇક્રો એનાલીસીસ કરવા માટે આ સિસ્ટમ ખુબ કામ આવશે. તે રીતે  કુંભના મેળામાં પણ આ ટેકનોલોજી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપયોગી બનશે.  આ માટે હવે તે રાજ્યોના ગૃહવિભાગમાં અમદાવાદ રથયાત્રાના બંદોબસ્તનો કેસ સ્ટડીનો રિપોર્ટ આપવામાં આવશે અને જરૂર પડે અમદાવાદ પોલીસની મદદ પણ લેવામાં આવશે.   

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો