ગજરતમ હહકર મચવનર બપરજય વવઝડ કય પહચય? કય પડશ વરસદ? જણ આજન સથત

image : Twitter

વાવાઝોડું બિપોરજોય ગુજરાતમાં વિનાશ વેરીને આગળ નીકળી ગયું છે.  ગુજરાતની ગુરુવારની રાત હેમખેમ વીતી હતી. લોકો વાવાઝોડા પછીની અસર અંગે ચિંતિત છે. ભારે પવનને પગલે દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે લોકોના ઘરોને અને અન્ય મિલકતો તથા વૃક્ષો, થાંભલા, વાહનો, પશુઓ વગેરેને મોટું નુકસાન થયું હતું. અનેક જગ્યાએ વીજળીના થાંભલા પડી જવાથી મોટાભાગના ગામડાઓમાં અંધારું છવાઈ ગયું છે. તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે.  

જખૌમાં થયું હતું લેન્ડફોલ 

125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો જેના પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.  બિપોરજોયનું લેન્ડફોલ જખૌ બંદર પર થયું હતું. જે પછી તોફાન અન્ય વિસ્તારોમાં પ્રવેશ્યું હતું. માહિતી અનુસાર તે જખૌથી માત્ર 10 કિ.મી.ના અંતરેથી આગળ નીકળ્યું હતું. 

ક્યાં પહોંચ્યું વાવાઝોડું?

જોકે આજે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વાવાઝોડું 13 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે તે ઉત્તરપૂર્વ તરફ જખૌ બંદરથી 40 કિમી દૂર અને નલિયાથી 30 કિમી આગળ નીકળી ગયું છે. લેન્ડફોલ બાદ વાવાઝોડાની ગતિ ધીમી પડી હતી.

ભારે વરસાદની આગાહી ક્યાં?

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત પ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં અને દક્ષિણપૂર્વમાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કોઇક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજ સાંજ સુધીમાં રાજસ્થાનમાં પ્રવેશી વાવાઝોડું આલમસર, બૂટ, બાડમેર, સિંદરી, પટોડી, જોધપુર થઈને આગળ વધશે તેવી શક્યતા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર પંજાબ રાજ્ય પર પણ થાય તેવી આશંકા છે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો