રશયમ પતન સમ સશસતર બળવ : ગહયદધન સથત


- વેગનર ગ્રુપની 25000 જવાનો સાથેની ખાનગી આર્મી રશિયન સૈન્ય સામે મેદાને પડી : મોસ્કો તરફ આગેકૂચ


- રશિયામાં માર્શલ લો લાગુ, વેગનર આર્મી પર બોમ્બવર્ષા : પીઠમાં છરી ભોંકનાર વિદ્રોહીને છોડાશે નહીં, દેશહિતમાં યોગ્ય પગલાં લેવાની પ્રમુખ પુતિનની જાહેરાત


- પુતિને ખોટો રસ્તો લીધો હોવાથી ન્યાય મેળવવા માટે શસ્ત્ર કાર્યવાહી કરી, ટૂંક સમયમાં દેશને નવા પ્રમુખ મળશે : વેગનર ગ્રુપના વડા યેવગોની પ્રિગોઝીન

મોસ્કો : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયામાં ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વેગનર ગ્રુપની પ્રાઈવેટ આર્મીએ બળવો કર્યો હોવાથી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. રશિયન પ્રમુખે રશિયામાં માર્શલ લો લાગુ પાડીને બળવાખોરો સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે અને વિદ્રોહી પ્રાઈવેટ આર્મી પર બોમ્બવર્ષાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ખાનગી આર્મીના માલિક યેવગોની પ્રિગોઝીને સશસ્ત્ર બળવાની વાતનો ઈનકાર કરીને આ ઘટનાને ન્યાય માટેની માર્ચ ગણાવી હતી. એટલું જ નહીં, પુતિને ખોટો રસ્તો લીધો હોવાથી આ પગલું ભરાયાનું કહીને વિડિયો મેસેજમાં દાવો કર્યો હતો કે હવે રશિયાને નવા પ્રમુખ ટૂંક સમયમાં મળશે. પ્રિગોઝીને સંરક્ષણ મંત્રી અને આર્મીના વડાને મુલાકાત કરવા જણાવ્યું હતું.  વેગનર આર્મીએ મોસ્કો તરફ કૂચ શરૂ કરી હતી પરિણામે રશિયન સૈન્યએ હાઈવે પર બોમ્બમારો કર્યો હતો. એક ક્રૂડ ડેપો પર બોમ્બમારો થયો હોવાનો દાવો પણ થયો હતો.

વેગ્નર ગ્રુપનાં સેન્ટ પીટર્સબર્ગ સ્થિત મુખ્ય મથક ઉત્તર રશિયન સૈનિકોએ દરોડો પાડી તેનો કબજો લીધો છે. જ્યારે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને વેગ્નર ગ્રુપના વડા ઉપર પીઠમાં છરી મારવાનો આક્ષેપ મુક્યો હતો. અત્યારે વેગ્નર ગ્રુપના સૈનિકો ઉત્તરે છેક લિપેત્સક સુધી પહોંચી ગયા છે. આ શહેર મોસ્કોથી માત્ર ૨૫૦ માઈલ જેટલું જ દૂર છે.

વેગ્નર જૂથના વડાનું કહેવું છે કે આ વિપ્લવ નથી. પરંતુ ન્યાય માટેનો સંઘર્ષ છે. વેગ્નર જૂથના ભાડુતીયા સૈનિકોનો રશિયાના રેગ્યુલર સોલ્જર્સ અને રશિયન દળોના સ્થાનિક કમાન્ડરો ઉપર ભારે ભેદભાવનો આક્ષેપ છે. એવગેનેવ પ્રિગોઝિનું કહેવું છે કે, શસ્ત્રો અને સરંજામ આપવામાં પણ અમારી સાથે ભેદભાવ રખાય છે. તેટલું જ નહીં પરંતુ રશિયન સૈનિકો અમારા સૈનિકો ઉપર હુમલા કરે છે. આ અંગે રશિયાએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે વેગ્નર ગૂ્રપના સૈનિકોને ભૂલથી યુક્રેની સૈનિકો માની તે હુમલા કર્યા હશે.

રશિયાના પ્રમુખ પુતિને રશિયાના નાગરિકો જોગ એક ટીવી સંબોધન પણ કર્યું હતું જેમાં પરિસ્થિતિનો મક્કમતાથી અને ધૈર્યપૂર્વક સામનો કરવા જનતાને સલાહ આપતાં વેગ્નર જૂથના વડાએ પીઠ પાછળ છરી ભોંકી હોવાનું પણ દોહરાવ્યું હતું. જ્યારે શેસ્ટોવના નાગરિકો તો આ શું થઈ રહ્યું છે તે જ હજી પૂરું સમજી શક્યા નથી. એક સમયે વેગ્નર ગ્રુપની ટેન્કોનાં નાળચાં સરકારી મકાનો તરફ હતાં, પરંતુ હવે તે તરફથી ખસેડી લેવાયાં છે. તો બીજી તરફ વેગ્નર ગ્રુપના વડા પ્રિગોઝિને વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, રશિયાના સંરક્ષણ મંત્રી સર્જી શોઈગુ તથા ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ વેલેરી ગેરાસીમોવ તેમને રોસ્તોવમાં મળવા આવે તેમ તેઓ ઈચ્છે છે. અને જો સંરક્ષણ મંત્રી તેમને મળવા ન આવી શકે તો તેઓ મોસ્કો જવા પણ તૈયાર છે.

દરમિયાન યુદ્ધભૂમિ ઉપરથી તથા રોસ્તોવમાંથી પણ ઠેરઠેર ધૂમાડા નીકળતા દેખાય છે. રશિયાના એક ક્રૂડ ડેપો પર બોમ્બમારો થયો હોવાના અહેવાલો પણ હતા. રોસ્તોવને તો વેગ્નર ગ્રુપે બરોબર પકડમાં લીધું છે. ઉપરાંત દક્ષિણ રશિયામાં તમામ સૈન્ય મથકો વેગ્નર ગ્રુપના કબજામાં આવી ગયા છે. પરંતુ અગાઉ જોયું તેમ રશિયાના ચીફ ઓફ જનરલ સ્ટાફ તો યુદ્ધભૂમિ છોડી મિત્રના ઘરમાં આશ્રય લઈ રહ્યા ંછે. ત્યારે પ્રિગોકિરને કહ્યું છે કે તેણે રશિયામાંથી લશ્કરી શાસન દૂર કરવા તેનાં સૈન્યનો વિશાળ ભાગ મોસ્કો રવાના કર્યો છે. આ સંયોગોમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ કીવ સ્થિત વિવિધ દેશોના દૂતાવાસોના અધિકારીઓ સાથે મંત્રણા શરૂ કરી દીધી છે. નિરીક્ષકો તેમ પણ માને છે કે ગ્રીસની મુલાકાતે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત ટૂંકાવી વહેલા સ્વદેશ પરત આવવા સંભવ છે.

વેગ્નર ગ્રુપના વડાએ તેમ કીધું હોવાનું કહેવાય છે કે પ્રમુખ તરીકે પુતિનની વરણી જ ખોટી હતી રશિયાને સંભવત: થોડા સમયમાં જ નવા પ્રમુખ મળશે. જ્યારે રશિયાનાં પ્રધાન મંડળે જનતાને રેલી-રાઉન્ડ-ધ-લીડરનું એલાન આપ્યું છે. આ બધાના કારણે રશિયામાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. લોકોને બહાર ન નીકળવાની ચેતવણી રશિયન સૈન્યએ આપી છે.

બળવો થવા પાછળનું કારણ

વેગનર ગ્રુપ પાસે ૨૫૦૦૦ સૈનિકોની ખાનગી સેના છે. આ સૈન્ય રશિયન સરકાર માટે કામ કરતું હતું અને વેગનર ગ્રુપના પ્રિગોઝીન પુતિનના વિશ્વાસુ ગણાતા હતા. વર્ષો અગાઉ એ રશિયન પ્રમુખ પુતિનના રસોઈયા હતા. જોકે, તેમને પુતિન સાથે વાંધો પડયો હતો. એ પાછળના ઘણાં કારણો ગણાવાઈ રહ્યા છે. એક કારણ એ છે કે રશિયન સૈન્યએ થોડા સમય પહેલાં વેગનર આર્મી પર હુમલો કર્યો હતો. બચાવમાં રશિયન આર્મી કહે છે કે ભૂલથી યુક્રેનનું સૈન્ય ગણીને હુમલો થયો હશે. એ ઉપરાંત પ્રિગોઝીન કહે છે કે તેના સૈન્યને પૂરતી સામગ્રી આપવામાં આવતી ન હતી.

 રશિયન સૈન્ય એક સમયે વેગનર ગ્રુપને હથિયારો અને તાલીમની વ્યવસ્થા કરતું હતું, પરંતુ પુતિને એ ફંડિગ બંધ કરી દીધું હતું. વેગનર ગ્રુપના વડાનો દાવો છે કે રશિયન સૈન્ય તેને ખતમ કરવા માગે છે અને એ કારણે ન્યાય મેળવવા માટે તેણે માર્ચ કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધ લાંબું ખેંચાતા ૨૦ હજાર સૈનિકો ગુમાવ્યા હોવાથી આ સૈન્ય પુતિનથી નારાજ હતું. 

પુતિને દેશ છોડયો હોવાની અટકળો

યુક્રેનના અખબાર કીવ ઈન્ડિપેન્ડન્ટના અહેવાલમાં એવો દાવો થયો હતો બળવો થતાં રશિયન પ્રમુખ પુતિન દેશ છોડીને ચાલ્યા ગયા છે. લગભગ બે વાગ્યા આસપાસ પુતિનનું વિમાન મોસ્કો છોડીને ઉત્તર-પશ્વિમ તરફ જતું જોવા મળ્યું હતું.

 પુતિન માટે બીજા દેશમાં શરણ શોધવાની મથામણ શરૂ થઈ હતી એવું પણ કહેવાયું હતું. જોકે, પુતિન એ વિમાનમાં હતા કે નહીં તે બાબતે સત્તાવાર કોઈ સ્પષ્ટતા થઈ નથી. પુતિનના પ્રવક્તાએ આ દાવાનું ખંડન કરતા કહ્યું હતું કે પ્રમુખ ક્યાંય ભાગી ગયા નથી. રશિયામાં તેમના નિવાસ સ્થાનમાં જ હાજર છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો