ભરત-અમરક સથ વશવક પડકરન મજબતથ સમન કર શકશ : મદ


- પીએમ મોદી અમેરિકાના પ્રવાસે રવાના, આજે યુએનના યોગ કાર્યક્રમમાં જોડાશે 

- પીએમ મોદીના ઐતિહાસિક પ્રવાસમાં ચાર ડિનર અને ટોચના 24 ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાની પહેલી ઐતિહાસિક 'સ્ટેટ વિઝિટ' માટે રવાના થઈ ગયા છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેન અને પ્રથમ  મહિલા જિલ બાઈડેનના આમંત્રણથી પીએમ મોદી અમેરિકાના ચાર દિવસના પ્રવાસે ગયા છે. વડાપ્રધાન મોદીનો આ પ્રવાસ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. ત્રણ દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન ચાર સત્તાવાર ડિનરમાં ભાગ લેશે અને ઈલોન મસ્ક સહિત ૨૪ ઉદ્યોગપતિઓ તેમજ ભારતીય સમુદાયના લોકોને મળશે.

વડાપ્રધાન મોદીએ અમેરિકા રવાના થતા પહેલાં કહ્યું કે, પ્રમુખ બાઈડેન અને અન્ય નેતાઓ સાથે તેમની ચર્ચા જી-૨૦, ક્વાડ અને સમૃદ્ધિ માટે ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક જેવા બહુરાષ્ટ્રીય સંગઠનો તેમજ અમેરિકા સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. અમેરિકા ગૂડ્સ અને સર્વિસમાં ભારતનું સૌથી મોટું વ્યાપારિક ભાગીદાર છે. બંને દેશો વિજ્ઞાાન અને ટેક્નોલોજી, શિક્ષણ, સ્વાસ્થ્ય, સંરક્ષણ અને સલામતીના ક્ષેત્રમાં ખૂબ જ ગાઢ રીતે કામ કરી રહ્યા છે. આ 'સ્ટેટ વિઝિટ' વિશ્વના બે સૌથી મોટા લોકતંત્રો વચ્ચેની ભાગીદારીના જુસ્સાનું પ્રતિબિંબ છે. આપણે સાથે ઊભા રહીશું તો વૈશ્વિક પડકારોનો મજબૂતીથી સામનો કરી શકીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વર્ષથી ભારતમાં સત્તા પર છે ત્યારે અમેરિકામાં ઓબામા, ટ્રમ્પ અને બાઈડેન અમે ત્રણ પ્રમુખો બદલાઈ ગયા, પરંતુ આ ત્રણેય પ્રમુખો સાથે વડાપ્રધાન મોદીએ સમાન રીતે સામંજસ્ય જાળવ્યું હતું. જોકે, બાઈડેને પહેલી વખત પીએમ મોદીને સ્ટેટ વિઝિટ માટે આમંત્રણ આપ્યું છે. અમેરિકાએ આવું આમંત્રણ અત્યંત નજીકના સહયોગી દેશોના નેતાઓને જ આપ્યું છે ત્યારે પીએમ મોદીને અપાયેલું આમંત્રણ તેમજ અમેરિકામાં તેમના આગમન માટે સરકારી તંત્રથી લઈને ભારતીય સમુદાયમાં થઈ રહેલી તડામાર તૈયારીઓ વૈશ્વિક સ્તરે ભારતનું વધતું પ્રભુત્વ દર્શાવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે રવાના થઈ ગયા છે. તેમના આ ઐતિહાસિક પ્રવાસમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, બિઝનેસ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને વ્યૂહાત્મક સોદાઓ થવાની સંભાવના છે. જોકે, આ પ્રવાસમાં સંરક્ષણ સોદાને સૌથી મહત્વનો મનાય છે, જેમાં ભારત અમેરિકા પાસેથી એમક્યુ-૯બી પ્રીડેટર ડ્રોન ૩ અબજ ડોલરમાં ખરીદે તેવી સંભાવના છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં જ આ ડ્રોનની ખરીદીને લીલીઝંડી આપી દીધી છે.

આ સિવાય ભારત સ્વદેશી બનાવટના તેજસ માર્ક-૨ માટે અમેરિકન કંપનીના જીઈ એફ૪૧૪ એન્જિનનું નિર્માણ ભારતમાં કરવાના સોદા પર પણ મંજૂરીની મહોર લાગે તેવી સંભાવના છે. આ માટે અમેરિકા ટેક્નોલોજી ટ્રાન્સફર અંગે સંમત થઈ ગયું છે. આ પગલાંથી ફાઈટર જેટ માટે ભારતની અન્ય દેશો પરની નિર્ભરતા ઘટી જશે.

અમેરિકામાં પીએમ મોદીનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદીનું વિમાન ૨૦ જૂને અમેરિકાના મેરિલેન્ડ રાજ્યના પ્રિન્સ જ્યોર્જ કાઉન્ટીમાં સ્થિત અમેરિકન એરફોર્સના એન્ડ્રયુઝ એર સ્ટેશન પર ઉતરશે. અહીં ભારતીય સમુદાયના લોકો તેમને આવકારશે. ૨૧ જૂને પીએમ મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયના ઉત્તરી લોનમાં ભારતીય સમય મુજબ સાંજે ૫.૩૦થી ૬.૩૦ યોગ દિનની ઊજવણીમાં જોડાશે. આ સમારંભમાં આંતરરાષ્ટ્રીય ગાયિકા મેરી મિલબેન સહિત અનેક સેલિબ્રિટીઓ જોડાશે. અહીંથી તેઓ વોશિંગ્ટન ડીસી જશે. અહીં પ્રમુખ બાઈડેન અને પહેલી મહિલા જીલ બાઈડન પીએમ મોદી માટે વ્યક્તિગત ડિનરનું આયોજન કરશે.

૨૨ જૂને વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીનું સત્તાવાર સ્વાગત કરાશે. અહીં ભારતીય મૂળના અમેરિકનો સહિત ૧,૦૦૦થી વધુ લોકો હાજર રહેવાની શક્યતા છે. ત્યાર પછી મોદી અને બાઈડેન વચ્ચે ઉચ્ચ સ્તરી દ્વિપક્ષીય બેઠક થશે. ત્યાર પછી અમેરિકન કોંગ્રેસના આમંત્રણ પર પીએમ મોદી બપોરે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધન કરશે. સાંજે બાઈડેન અને જિલ બાઈડેન મોદી માટે 'સ્ટેટ ડિનર'નું આયોજન કરશે, જેમાં સેંકડો મહેમાનો, કોંગ્રેસ સાંસદો, નેતાઓ અને સેલિબ્રિટીઓ હાજર રહેશે.

૨૩ જૂને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બપોરે પીએમ મોદી માટે લન્ચનું આયોજન કરશે. ત્યાર પછી વડાપ્રધાન દુનિયાના ટોચના ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સહિત દિગ્ગજ કંપનીઓના સીઈઓને મળશે. સાંજે તેઓ રોનાલ્ડ રિગન બિલ્ડિંગમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત ડિનરમાં જોડાશે. ૨૪ જૂને સવારે વડાપ્રધાન ઈજિપ્તાના બે દિવસના પ્રવાસે રવના થશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો