ઓસ્ટ્રેલિયામાં લગ્ન સમારોહથી પાછી ફરી રહેલી બસને નડ્યો અકસ્માત, 10નાં મોત, 11ની હાલત ગંભીર

image : Envato 


ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ (NSW)ની હન્ટર વેલીમાં વાઈન કાઉન્ટી ડ્રાઈવ પર બસ પલટી જતાં ભયાનક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 10 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને હેલિકોપ્ટર અને રોડ દ્વારા નજીકના વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા. માહિતી અનુસાર આ બસમાં 40 લોકો સવાર હતા.

18 લોકોને સુરક્ષિત બચાવાયા 

આ અકસ્માતમાં 18 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસ ડ્રાઈવર અને 58 વર્ષીય વ્યક્તિની હાલત વધુ ગંભીર હોવાની માહિતી મળી હતી. તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂ સાઉથ વેલ્સના ગ્રેટા શહેરમાં બસ અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત રાત્રે 11:30 વાગ્યા પછી થયો હતો. હાલમાં ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. જો કે અમે આસપાસના વિસ્તારને કવર કરી લીધો છે. આ વિસ્તારમાં કોઈને અવરજવર કરવાની પરવાનગી અપાઈ નથી. જો કે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો ચાલુ છે.

બસમાં કુલ 40 મુસાફરો સવાર હતા 

અહેવાલ અનુસાર, બસમાં લગભગ 40 લોકો સવાર હતા જેઓ વેન્ડિન એસ્ટેટ વાઈનરીમાં એક લગ્નમાં સામેલ થયા હતા. આ તમામ લોકો કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. સેસનોકના મેયર જય સુવાલે કહ્યું કે અકસ્માત ખરેખર ભયાનક છે. હન્ટર વેલી એક મુખ્ય લગ્ન અને પ્રવાસન સ્થળ છે અને તેથી સમગ્ર રાજ્ય અને દેશના લોકો તેની મુલાકાત લે છે. તેમણે કહ્યું કે આ આઘાત જેવું છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે