કચછ બદ ઉતતર ગજરત જળબબકર: ભર તરજ
- બિપરજોયની અસર: 100 થી 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો: ચોવીસ કલાકમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- ગુરુવારથી શનિવાર સુધી ઉત્તર ગુજરાતમાં 13 ઈંચ વરસાદથી જનજીવન પર અસર: કેટલીક ટ્રેનો રોકી દેવાઇ: આજે પણ અતિભારે વરસાદની આગાહી
મહેસાણા : બિપરજોય વાવાઝોડાની વ્યાપક અસર કચ્છ બાદ ઉત્તર ગુજરાતના પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં થઈ છે. ૧૦૦થી ૧૨૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં એક ઈંચથી ૯ ઈંચ સુધી ખાબકેલા વરસાદને કારણે સર્વત્ર ખાનાખરાબી સર્જી છે. ગુરુવારે મધરાતથી શનિવાર સાંજ સુધીમાં વડગામમાં સૌથી વધુ ૧૩ ઈંચ અને ધાનેરામાં ૧૨ ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, આજે મેઘરાજા સૌથી વધુ મન મૂકીને વરસ્યા હતા.
હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલે બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ હતી.શનીવારે સવારથી મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આકાશે કાળા ડિબાંગ વાદળો ગોરંભાયેલા હતા.સુસવાટા મારતા પવન સાથે સર્વત્ર મેઘરાજાની પધરામણી થતાં પાંચેય જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં એકથી આઠ ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.જેની લીધે નીચાણવાળા વિસ્તારોમાં ત્રણ ફૂટ સુધીના વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ચારણકામાં આવેલ એશિયાના મોટામાં મોટા સોલાર પ્લાન્ટ, અનેક રેલવે ટ્રેક અને સરકારી કચેરીઓમાં ઢીંચણ સમાન વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.ભારે વરસાદને લઇ પાલનપુર આબુરોડ હાઇવે બેટમાં ફેરવાઈ જતા એક તરફનો હાઇવે બંધ કરાયો હતો. જેને લઇ આ માર્ગે ઉપર પસાર થતા વાહન ચાલકો અને લોકો અટવાયા હતા.
૧૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સંખ્યાબંધ કાચાપાકા મકાનો અને દુકાનોના પતરાં ઉડવાના અહેવાલો છે. જેથી છાપરાઓમાં વસવાટ કરતાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે સર્વત્ર મેઘરાજાએ દસ્તક દીધી હોવાથી અનેક સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થવાથી જનજીવન પ્રભાવિત બન્યું હતું.જેમાં સાબરકાંઠાના પોશીનામાં ૪ ઈંચ, ઈડર, વડાલી, હિમતનગર અને ભિલોડામાં એક એક ઈંચ વરસાદ નોધાયો છે. જયારે અન્ય તાલુકાઓમાં સામાન્ય વરસાદપડયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે સઈ, પન્નારી અને સાબરમતી નદીમાં નવા નીર ઉમેરાતા ત્રણેય નદીઓ બન્ને કાંઠે વહેતી થઈ છે.
સુઇગામ નજીક આવેલું નડાબેટ સમુદ્રમાં ફેરવાયું
બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ અને સુઈગામ તાલુકામાં શુક્રવારની મોડી રાત્રે પવનની ગતિ વધી ગઈ હતી.અનેક વૃક્ષઓ પડી ગયા હતા અને છાપરા પણ ઉડી ગયા હતા. આ પંથકમાં સુસવાટા મારતાં પવન સાથે સરેરાશ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં પ્રવાસન સ્થળ નડાબેટમાં જળબંબાકાર જેવી પરિસ્થીતી સર્જાઈ હતી.
પાલનપુર આબુરોડ નેશનલ હાઈવે પાણીથી છલોછલ
પાલનપુરમાંથી પસાર થતાં અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે ઉપર વરસાદ ભરાતા બેટમાં ફેરવાઈ જતા એક તરફનો હાઇવે બંધ કરાયો હતો. જેને લઇ આ માર્ગે ઉપર પસાર થતા વાહન ચાલકો અને લોકો અટવાયા હતા.ત્યારબાદ સલામતી ખાતર તંત્ર દ્વારા હાઇવે પર બે ફૂટથી વધુ વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં આબુ રોડ તરફ જવાનો માર્ગ એક તરફથી બંધ કરી દેવાયો હતો.
ઉત્તર ગુજરાતના કયા તાલુકામાં છેલ્લા 24 કલાકમાં વધારે વરસાદ
તાલુકો |
જિલ્લો |
- |
ધાનેરા |
બનાસકાંઠા |
૯.૦૦ |
સાંતલપુર |
પાટણ |
૯.૦૦ |
રાધનપુર |
પાટણ |
૯.૦૦ |
વડગામ |
બનાસકાંઠા |
૭.૬૫ |
દાંતા |
બનાસકાંઠા |
૭.૫૦ |
પાલનપુર |
બનાસકાંઠા |
૭.૩૫ |
દિયોદર |
બનાસકાંઠા |
૭.૧૬ |
ડીસા |
બનાસકાંઠા |
૭.૦૦ |
અમીરગઢ |
બનાસકાંઠા |
૬.૩૦ |
દાંતીવાડા |
બનાસકાંઠા |
૬.૦૦ |
Comments
Post a Comment