પએમ મદન શહ સવગત 21 તપન સલમ


વ્હાઈટ હાઉસમાં પીએમ મોદીને આવકારતા બાઈડેને કહ્યું - બે મહાન રાષ્ટ્ર, બે મહાન મિત્રો

મોદી-બાઈડેને ઓવલ ઓફિસમાં સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઊર્જા જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સંબંધો વિકસાવવા આમને-સામને ચર્ચા કરી

ભારત-અમેરિકા વૈશ્વિક શાંતિ, સમૃદ્ધી માટે સાથે મળીને કામ કરવા કટિબદ્ધ, અમને સર્વજન સુખાય-સર્વજન હિતાયમાં વિશ્વાસ : મોદી

વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં તેમની સૌપ્રથમ 'સ્ટેટ વિઝિટ' હેઠળ ગુરુવારે પ્રમુખ બાઈડેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો માટે વ્હાઈટ હાઉસ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પ્રમુખ બાઈડેન અને ફર્સ્ટ લેડીએ વ્હાઉટ હાઉસના સાઉથ લોન પર પીએમ મોદીને આવકાર્યા હતા. આ સમયે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ તેમની સાથે હતા. સાઉથ લોન પર વડાપ્રધાન મોદીને ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવાના સમારંભ દરમિયાન બંને રાષ્ટ્રોના રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યા હતા. અહીં બંને નેતા એકબીજાને ભેટયા હતા. વધુમાં સાઉથ લોનમાં એકત્ર હજારો ભારતીય અમેરિકનોએ 'અમેરિકા-અમેરિકા', 'ભારત માતા કી જય' અને 'મોદી-મોદી'નો સૂત્રોચ્ચાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વિપક્ષીય વાટાઘાટો વચ્ચે મિત્રતાપૂર્ણ સંબંધો માટે પ્રમુખ બાઈડેનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ આવકાર અમેરિકામાં રહેતા ૪૦ લાખથી વધુ ભારતીય મૂળના લોકોનું સન્માન છે. આ સન્માન માટે પ્રમુખ બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. ૩ દાયકામાં પહેલી વખત ભારતીય અમેરિકન સમુદાય માટે વ્હાઈટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. આજે વ્હાઈટ હાઉસમાં થયેલું શાનદાર સ્વાગત એક રીતે ભારતના ૧૪૦ કરોડ દેશવાસીઓનું સન્માન છે.  

તેમણે ઉમેર્યું કે, મિત્રો થોડીવારમાં પ્રમુખ બાઈડેન સાથે ભારત-અમેરિકાના સંબંધો, અન્ય ક્ષેત્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થશે. મને વિશ્વાસ છે કે હંમેશની જેમ આ ચર્ચા સકારાત્મક રહેશે. બંને દેશને પોતાની વિવિધતા અને સંસ્થાઓ પર ગર્વ છે તથા બંને દેશ લોકતાંત્રિત મૂલ્યો પર આધારિત છે. અમે 'સર્વજન સુખાય અને સર્વજન હિતાય' પર વિશ્વાસ કરીએ છીએ. કોરોના મહામારી પછી વિશ્વ વ્યવસ્થા નવો આકાર લઈ રહી છે. આ કાળખંડમાં ભારત અને અમેરિકાની મિત્રતા દુનિયાની તાકાત વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. બંને દેશ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધતા માટે સાથે મળીને કામ કરવા કટિબદ્ધ છે. આ સાથે પીએમ મોદીએ 'ગોડ બ્લેસ અમેરિકા' અને જયહિંદ સાથે સંબોધન સમાપ્ત કર્યું હતું.

આ પહેલાં પ્રમુખ બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારતા જણાવ્યું હતું કે,  અમેરિકા અને ભારતના સંબંધો ૨૧મી સદીના નિર્ણાયક સંબંધોમાંથી એક છે. પીએમ મોદીનું વ્હાઈટ હાઉસમાં ફરીથી સ્વાગત છે. હું અહીં સ્ટેટ વિઝિટ પર તમારા યજમાન બનનાર પહેલી વ્યક્તિ બનીને સન્માન અનુભવું છું. ભારત-અમેરિકાના બંધારણમાં પહેલા ત્રણ શબ્દો એક સમાન છે - 'અમે દેશના નાગરિક'. 

બાઈડેને ઉમેર્યું કે આપણા લોકો વચ્ચે સ્થાયી સંબંધ અને સંયુક્ત મૂલ્યો અને વર્તમાન મુદ્દાઓના ઉકેલ માટે વૈશ્વિક નેતાઓ તરીકે આપણી સંયુક્ત જવાબદારી છે. તમારા સહયોગથી આપણે સ્વતંત્ર, મુક્ત, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત કર્યું છે. દાયકાઓ પછી લોકો ભૂતકાળ તરફ નજર કરીને કહેશે કે ક્વાડે વૈશ્વિક ભલાઈ માટે ઈતિહાસની દિશા બદલી નાંખી.

દરમિયાન વડાપ્રધાન મોદી અને પ્રમુખ બાઈડેને ગુરુવારે સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઊર્જા અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના વ્યૂહાત્મક સંબંધો વધારવાના આશય તેમજ પારસ્પરિક અને વૈશ્વિક હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમ મોદી અને બાઈડેને પ્રતિનિધિમંડળ સ્તરની દ્વિ-પક્ષીય વાટાઘાટો પહેલાં વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં આમને-સામને બેઠક કરી હતી.

આજે સ્ટેટ ડિનરમાં પીએમ મોદી માટે શુદ્ધ શાકાહારી મેનુ

વોશિંગ્ટન: પ્રમુખ જો બાયડન અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી જીલ બાયડનનાં નિમંત્રણથી ગુરુવારે વડાપ્રધાન મોદી માટે 'સ્ટેટ ડિનર'નું આયોજન કરાશે. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ સેલિબ્રિટીસ હાજર રહેવાની સંભાવના છે. 

ડિનરમાં પીરસવામાં આવનારી વાનગીઓમાં પીએમ મોદી શુદ્ધ શાકાહારી હોવાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદીનાં માનમાં યોજાનારાં સ્ટેટ-ડીનરમાં લેમન યોગર્ટ સૉસ, ક્રિપ્સ્ડ મિલેટ કેક, મેરીનેટેડ ભલેટ, ગ્રિલ્ડ કોર્ન કર્નેલ, સેલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન (તરબૂચનો રસ), ટેંગી એવેકાડો સૉસ, અને સ્ટફડ પોર્ટોબેલો મશરૂમ્સ, વગેરે વ્યંજનો સામેલ છે. આ સિવાય મેનુમાં મેરિનેટ કરાયેલો બાજરો (દુધીયો બાજરો), મકાઈનો સલાડ તથા ભરેલાં મશરૂમ્સનો પણ સમાવેશ કરાયો છે.

ફર્સ્ટ લેડી જીલ બાઈડેને જણાવ્યું કે, આ સ્ટેટ ડીનરમાં સૌથી પહેલાં મેરિનેટ કરાયેલો બાજરો, મકાઈના દાણાનો સલાડ, તરબૂચનો રસ, અને એક તીખો એવોકેડો સૉસ પીરસાશે, તેમજ ભરેલા પોર્ટેબલો મશરૂમ હશે. મીઠાઈમાં મલાઈદાર કેસર યુક્ત રીસોટ્ટો રહેશે. તે ઉપરાંત ગુલાબજાબુ તથા ઈલાયચીવાળો સ્ટ્રોબેરી શોર્ટ કેક અને અન્ય વ્યંજનો રહેશે. તે ઉપરાંત મહેમાનોને સુમેક-રોસ્ટેડ સી-બાસ, લેમન ડીલ યોગાર્ટ સૉસ, જાડાં અનાજની કેક, તથા સમર સ્કવૉશ પણ પીરસવામાં આવશે. આ મેનુમાં ભારત અને અમેરિકાની વાનગીઓ સામેલ કરવામાં આવી છે. જોકે, અન્ય મહેમાનો માટે માછલીનો વિકલ્પ રખાયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો