VIDEO : ઉતતરખડ પર વરસદ આફત બદરનથ હઈવ ધવત શરદધળઓ ફસય 46 રસતઓ બલક

દહેરાદુન, તા.26 જૂન-2023, સોમવાર

હાલમાં દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉત્તરાખંડમાં વરસાદ આફત બનીને આવ્યો છે. વરસાદના કારણે કેદારનાથ યાત્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે બદ્રીનાથ હાઈવે પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરો ફસાયા હોવાના અહેવાલો મળ્યા છે. વરસાદને કારણે ઉત્તરાખંડમાં 46 જેટલા રસ્તાઓ બ્લોક થઈ ગયા છે, જેના કારણે ઉત્તરાખંડ ચાર ધામ યાત્રાના મુસાફરોની મુશ્કેલી વધી છે. 

ઉત્તરાખંડમાં વરસાદને લઈ એલર્ટ

ઉત્તરાખંડમાં વરસાદને લઈ એલર્ટ યથાવત્ છે. ત્યારે ભારે વરસાદના કારણે કેદારનાથમાં શ્રદ્ધઆળુઓની સુરક્ષાને ધ્યાને રાખી વહિવટી તંત્રએ મુસાફરોને સુરક્ષિત સ્થાને રહેવાની અપીલ કરી છે. ઉપરાંત સોનપ્રયાગ અને ગૌરીકુંડમાંથી પણ 11 વાગ્યા બાદ કોઈપણ શ્રદ્ધાળુઓને કેદારનાથ જવાની મંજૂરી અપાઈ નથી. કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ અને ગૌરીકુંડ વચ્ચે શટલ સર્વિસ વાહન ઉપર પહાડ પરથી પથ્થર પડતાં ડ્રાઈવરનું મોત થયું છે.

પહાડો પરથી ગૌરીકુંડમાં આવતું પાણી શહેરમાં પ્રવેશ્યું

પુરોલામાં વીજળી પડવાથી એકનું મોત થયું હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઋષિકેશમાં સોમવાર સુધી રાફ્ટિંગ પર પ્રતિબંધ મુકાયો છે. રાજ્યમાં 46 રસ્તાઓ બ્લોક થવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેદારનાથમાં રવિવારે સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદને કારણે ગૌરીકુંડમાં પહાડો પરથી આવતું પાણી શહેરમાં પ્રવેશ્યું છે.

સોનપ્રયાગથી આગળ જવા પર પ્રતિબંધ

ઉપરાંત કેદારનાથમાં પણ રોડ પર ભારે પ્રમાણમાં પાણી આવતા અહીંનો રસ્તો લાંબા સમય સુધી મુસાફરો માટે બંધ થઈ ગયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી રવિવારે સવારે 11 વાગ્યા બાદ સોનપ્રયાગથી આગળ જવા પર પ્રતિબંધ મુકાયો છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે