Cyclone Biparjoy: ખતરનાક વાવાઝોડાની જુઓ તાકાત, VIDEO જોઈ સમજી જશો આપ, આવી ભૂલ ન કરતા

વાવાઝોડુ બિપરજોય અત્યંત ભીષણ વાવાઝોડામાં પરીવર્તીત થઈ ગયું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે માંડવી-જાળ બંદર નજીક પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ - IMDએ આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ તમામ બાબતો વચ્ચે વાવાઝોડાના ઘણા ભયાનક વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ગણપતિપુલે બિચનો છે, જેમાં વાવાઝોડાએ દરિયાને ઉપર ઉઠાવી લીધો હોય તેવા ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ ભયાનક વીડિયોમાં લોકો ગભરાઈને ભાગતા જોવા મળી રહ્યા છે. દરિયામાંથી અચાનક આવેલી ઝડપી લહેરો આખા વિસ્તારને પોતાનામાં સમાવી લે છે, જેના કારણે લોકો ભાગતા જોવા મળી રહ્યા છે, તો કેટલાક લોકો રેતી પર પડતા જોવા મળી રહ્યા છે, એટલું જ નહીં વીડિયો બનાવનાર પણ લહેરોની ઝપેટમાં આવતા પડી જાય છે. જ્યારે વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં ચક્રવાતથી થયેલી તબાહી જોવા મળી રહી છે. આ વીડિયો મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ગણપતિપુલે બિચનો છે.

દરિયાકાંઠાના ગામોમાં કલમ 144 લાગુ

દરમિયાન ગુજરાતનું વહિવટી તંત્ર વાવાઝોડાના ખતરાને પહોંચી વળવા સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. સોમવારે કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના ગામડાઓમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ચક્રવાતની ગંભીર અસર થવાની સંભાવના છે. ઉપરાંત IMDએ 15મી જૂન સુધી આ વિસ્તારમાં માછીમારીની કામગીરી સંપૂર્ણપણે બંધ રાખવાની સૂચના આપી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે