અમરકન વકસમ યગદન આપનર ભરતય ભરતન વકસત કરવ મદદ કર : મદ


- અમેરિકાના પ્રવાસના અંતિમ દિવસે વડાપ્રધાને ભારતીય-અમેરિકનોને સંબોધ્યા

- અમેરિકા ભારતની 100થી વધુ પૌરાણિક વસ્તુઓને પરત કરશે, જે બદલ બાઇડેન સરકારનો આભાર : વડાપ્રધાન

- હું દુનિયામાં ક્યાંય પણ જાવ લોકોને લાગે છે હું યોગ્ય વ્યક્તિ છું : મોદી

વોશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન અંતિમ દિવસે વોશિંગ્ટન સ્થિત રોનાલ્ડ રીગન સેંટરમાં ભારતીય સમુદાયને સંબોધીત કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું હતું કે ભારતની ૧૦૦થી વધુ પ્રાચીન અને ઐતિહાસિક વસ્તુઓ ભારતને પરત આપવાનો અમેરિકાએ નિર્ણય લીધો છે. જે બદલ હું અમેરિકાની સરકારનો આભાર વ્યક્ત કરૂ છું. અગાઉ પણ મને અમેરિકાએ આ જ રીતે ભારતની પૌરાણીક વસ્તુઓ પરત કરી હતી. હું દુનિયામાં ક્યાંય પણ જાવ છું લોકોને લાગે છે કે આ જ વ્યક્તિ યોગ્ય છે. તેથી તેને આ વસ્તુઓ સોંપી દો. તે યોગ્ય જગ્યાએ તેને લઇને જશે. 

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ગૂગલના એઆઇ સેંટર ૧૦૦થી વધુ ભાષાઓ પર કામ કરશે. જેનાથી એવા બાળકોને ભણવામાં સરળતા રહેશે જેની માતૃભાષા અંગ્રેજી નથી. આ ટેક્નોલોજીના ઉપયોગથી સૌથી પૌરાણિક તમિલ ભાષા અને તમિલ સંસ્કૃતિના પ્રભાવને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. આપણે ગૌરવ સાથે કહેવુ જોઇએ કે દુનિયાની સૌથી જુની ભાષાનું આપણી પાસે ગૌરવ છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે એચ૧બી વીઝાને રિન્યૂ કરવા માટે અમેરિકાની બહાર નહી જવુ પડે. હવે અમેરિકામાં રહીને પણ તેને રિન્યૂ કરી શકાશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રોકાણ અંગે પણ વાત કરી હતી, તેમણે કહ્યું કે અમેરિકા અમારુ સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે. આ પોટેંશિયલને આગળ વધારવામાં ભારતીય સમુદાયોની પણ મહત્વની ભૂમિકા છે. અમેરિકામાં વસતા ભારતીયોએ અમેરિકાના વિકાસમાં મોટુ યોગદાન આપ્યું છે અને બહુ નામ કમાણા છે. હવે અમે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે. તેથી તમારી પાસે (અમેરિકામાં વસતા ભારતીયો)  પાસે અમારી અપેક્ષા વધી ગઇ છે. ભારતમાં વધુ ને વધુ રોકાણની તકો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસમાં જો બાઇડેન સાથે ટેક્નોલોજી હેંડશેક પ્રોગ્રામમાં પણ સામેલ થયા હતા. આ પ્રોગ્રામમાં ભારત અને અમેરિકાના ટોચના બિઝનેસ લીડર્સ પણ જોડાયા હતા. રિપોર્ટ અનુસાર ૧૨૦૦ ભારતીય અને અમેરિકી બિઝનેસ ટાયકૂન આ ઇવેંટનો હિસ્સો બન્યા હતા. જે દરમિયાન બાઇડેને કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચેની મિત્રતા અને સહયોગ દરેક માટે મહત્વપૂર્ણ છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતનો યુવા દુનિયાભરમાં પોતાની પ્રતિભાના આધારે પોતાની ઓળખ બનાવી રહ્યો છે. કુશળતા અને ટેક્નોલોજીનુ આ મિલન એક ઉજ્જવળ ભવિષ્ય માટે ગેરંટી લઇને આવ્યું છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતિમ દિવસે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ત્યાં લંચ કર્યું હતું. લંચ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત અને અમેરિકાની વચ્ચે દોસ્તી વધુ મજબુત હોવી જોઇએ. મારા આ ભવ્ય સ્વાગત બદલ કમલા હેરિસનો આભાર, મોદીએ અમેરિકાના વિદેશમંત્રી એંટની બ્લિંકન સાથે પણ મુલાકાત કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં મે અનેક બેઠકોમાં હિસ્સો લીધો. આ બધી જ બેઠકોમાં એક વાત સામે આવી, દરેક એ વાત પર સહમત હતા કે ભારત અને અમેરિકાના લોકોની વચ્ચે મિત્રતા અને સહયોગ વધુ મજબુત બનવા જોઇએ. 

મોદી ઇજિપ્ત પહોંચ્યા, ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત

અમેરિકાનો પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇજિપ્ત પહોંચ્યા હતા. મોદીનો ઇજિપ્તનો બે દિવસનો પ્રવાસ શનિવારે શરૂ થયો હતો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ એલ સિસિના આમંત્રણને સ્વીકારીને મોદી ઇજિપ્ત પહોંચ્યા હતા. 

ઇજિપ્તના કૈરો એરપોર્ટ પર વડાપ્રધાન મોસ્તફા માડબોલી દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ તેમને ઇજિપ્ત પહોંચતાની સાથે જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. છેલ્લા ૨૬ વર્ષમાં નરેન્દ્ર મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે કે જેઓ ઇજિપ્તની મુલાકાત માટે ગયા છે. દરમિયાન ઇજિપ્તના રાષ્ટ્રપતિ પણ સપ્ટેમ્બર મહિનામાં ભારતની મુલાકાત માટે આવવાના છે. જી-૨૦ સમિટમાં તેમને ભારતે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપ્યું છે. કૈરોની જે હોટેલમાં વડાપ્રધાન મોદી રોકાવાના છે ત્યાં ભારતીય સમુદાય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરિયાન જ્યારે મોદીનું આગમ થયું ત્યારે ત્યાં હાજર એક ઇજિપ્તની મહિલાએ યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત ગાયું હતું. મોદીએ શાંતિથી આ મહિલાએ ગાયેલા ગીતને સાંભળ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો