NEET UG 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર, આ રીતે જોઈ શકાશે પરિણામ

નવી દિલ્હી, તા.13 જૂન-2023, મંગળવાર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ એડમિશન માટે આયોજિત NEET UG 2023 નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ NEET 2023ની પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને તેમના પરિણામો ચકાસી શકે છે. NEET UG એટલે કે અંડરગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 7 મે, 2023 ના રોજ વિદેશના 14 શહેરો સહિત દેશના 499 શહેરોમાં સ્થિત 4,097 વિવિધ કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષામાં આશરે 20,87,449 ઉમેદવારો હાજર રહ્યા હતા. નીટ યુજી પરીક્ષા આ વર્ષે 7મી મે 2023ના રોજ યોજાઈ હતી. પરીક્ષા માટેની પ્રોવિઝનલ આન્સર કી 4 જૂન-2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. આન્સર કી પર 6 જૂન સુધી વાંધો ઉઠાવવાનો વિકલ્પ હતો. આન્સર કી ઓબ્જેક્શનના આધારે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સૌથી વધુ યોગ્ય ઉમેદવારો ઉત્તર પ્રદેશના

તમિલનાડુના પ્રબંજન જે અને આંધ્રપ્રદેશના બોરા વરુણ ચક્રવર્તીએ NEET પરીક્ષામાં 99.99 પર્સન્ટાઈલ સાથે ટોપ કર્યું છે. NTAએ જણાવ્યું કે, સૌથી વધુ લાયક ઉમેદવારો ઉત્તર પ્રદેશના છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના છે.

આવી રીતે ચેક કરો NEET UG 2023નું પરિણામ

  • પગલું 1: સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લો.
  • પગલું 2: વેબસાઇટ પર આપેલ પરિણામ લિંક પર ક્લિક કરો.
  • પગલું 3: એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • પગલું 4: પરિણામ જુઓ અને ડાઉનલોડ કરો.

20 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

7 મેના રોજ લેવાયેલી NEET UG પરીક્ષામાં કુલ 20,87,449 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જ્યારે 6 જૂને લેવાયેલી પરીક્ષામાં મણિપુરમાંથી 8,753 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 6 જૂને મણિપુરના 11 શહેરોમાં 34 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો