આજ ગજરતમ 225 કનદર પર TETન મખય પરકષ લવશ 60 હજર ઉમદવર પરકષ આપશ



અમદાવાદઃ ગુજરાતમાં  રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી TET-2ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં આ પરીક્ષા કુલ 2,37,700 ઉમેદવારોએ આપી હતી, જેમાથી 15.76 ટકા એટલે કે 37,450 ઉમેદવારો પાસ થયા હતાં. રાજ્યના 8 મહાનગરોમાં કુલ 900થી વધુ કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. TET-2ની પરીક્ષામાં 2,65 હજાર 791 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 6 હજાર 113 ઉમેદવારો અંગ્રેજી માધ્યમના અને 4 હજાર 162 ઉમેદવારો હિન્દી માધ્યમના હતા. કુલ ઉમેદવારમાંથી અંદાજે 96 ટકા ગુજરાતી માધ્યમમાં શિક્ષક બનવા માટે પરીક્ષા આપી હતી. હવે આજે ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે. 

કુલ 225 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે
આજે રાજ્યમાં ટેટની મુખ્ય પરીક્ષા લેવાશે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ કેન્દ્રમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યભરમાંથી પ્રિલીમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ 60 હજાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપશે.રાજ્યમાં કુલ 225 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ-6 થી 8માં વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી TET-2ની પરીક્ષા તારીખ 23 એપ્રિલના રોજ લેવાઈ હતી જેનું પરિણામ 15 જૂનના રોજ જાહેર કરાયું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે