વહઈટ હઉસમ PM મદએ કહય ભવય સવગત 140 કરડ ભરતય મટ સનમનન વત રષટરપત બડનન મનય આભર
વોશિંગ્ટન ડીસી, તા.22 જૂન-2023, ગુરુવાર
અમેરિકાની મુલાકાતે ગયેલા PM નરેન્દ્ર મોદી વોશિંગ્ટન ડીસી પહોંચી ગયા છે. આજે અહીં તેમના પ્રવાસનો બીજો દિવસ છે. PM મોદી વ્હાઇટ હાઉસ પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે. અગાઉ વડાપ્રધાન મોદીના અમેરિકા આગમન પર તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. એરપોર્ટ પર પણ તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે ફર્સ્ટ લેડી જીલ બિડેન સાથે અહીં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યારબાદ તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આપવામાં આવેલા પ્રાઈવેટ ડિનરમાં હાજરી આપવા વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. અહીં જો બિડેન અને જીલ બિડેને તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ત્રણેએ સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા. આ દરમિયાન મોદી, બિડેન અને જિલ બિડેન સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
બંને નેતાઓ વચ્ચે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ
અમેરિકાની મુલાકાતના બીજા દિવસે PM મોદીએ આજે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, અવકાશ, સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક સંબંધોને આગળ વધારવા સહિત અન્ય મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી. અગાઉ અહીં PM મોદીનું સ્વાગત કરતા જો બિડેને કહ્યું કે, અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો 21મી સદીના સૌથી નિર્ણાયક સંબંધોમાંના એક છે.
દોસ્તી માટે ધન્યવાત : વ્હાઈટ હાઉસમાં બોલ્યા PM મોદી
વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, સૌ પ્રથમ હું રાષ્ટ્રપતિ બિડેનને આવકારવા બદલ તમારો દિલથી ધન્યવાદ કરું છું. રાષ્ટ્રપતિ બિડેન, મિત્રતા માટે આભાર.... વ્હાઇટ હાઉસમાં આજે ભવ્ય સ્વાગત 140 કરોડ ભારતીયો માટે સન્માનની વાત છે. હું આ સન્માન માટે રાષ્ટ્રપતિ બિડેન અને જીલ બિડેનનો હૃદયપૂર્વક આભાર માનું છું. 3 દાયકા પહેલા એક સામાન્ય નાગરિક તરીકે અમેરિકા આવ્યો... માત્ર બહારથી જ વ્હાઈટ હાઉસ જોયું હતું... આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો માટે વ્હાઈટ હાઉસના દરવાજા પ્રથમવાર ખોલાયા છે. બિડેન અને હું ટુંક સમયમાં ભારત-અમેરિકા સંબંધો પર ચર્ચા કરીશું. મને વિશ્વાસ છે કે, અમારી વાતચીત હંમેશાની જેમ સકારાત્મક અને ઉપયોગી રહેશે. અમારા બંને દેશોને અમારી વિવિધતા પર ગર્વ છે, અમે બંને સર્વજન હિતાય, સર્વજન સુખાયના મૂળ સિદ્ધાંતમાં વિશ્વાસ કરીએ છીએ.
ભારતીયો અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે : મોદી
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, PM બન્યા બાદ હું ઘણી વખત વ્હાઇટ હાઉસ આવ્યો છું. આ પહેલીવાર છે જ્યારે વ્હાઇટ હાઉસના દરવાજા આટલી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન સમુદાય માટે ખોલાયા છે. ભારતીય સમુદાયના લોકો પોતાની પ્રતિભાથી અમેરિકામાં ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. બંને દેશો વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
3 દાયકા પહેલા સામાન્ય માણસ તરીકે અમેરિકા આવ્યો હતો
PM મોદીએ વધુમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં હું અને રાષ્ટ્રપતિ બિડેન ભારત અને અમેરિકા સંબંધો, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરીશું. મને ખાતરી છે કે, અમારી વાતચીત હંમેશની જેમ સકારાત્મક રહેશે. હું લગભગ 3 દાયકા પહેલા એક સામાન્ય માણસ તરીકે અમેરિકા આવ્યો હતો, ત્યારે મેં વ્હાઇટ હાઉસ બહારથી જોયું હતું. આ સાથે જ PM મોદીએ ‘જય હિંદ, ગોડ બ્લેસ અમેરિકા’ કહીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું.
રાષ્ટ્રપતિ જો બિડેને આ વાત કહી
PM મોદીના સ્સ્વાગતમાં રાષ્ટ્રપતિ જો બિડેને વ્હાઇટ હાઉસમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, વડાપ્રધાન તમારું ફરી સ્વાગત છે. હું હંમેશા માનું છું કે, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ભારત વચ્ચેનો આ સંબંધ 21મી સદીના સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંનો એક છે. આપણા બંધારણના પ્રથમ શબ્દ એ છે કે, આપણે, દેશના નાગરિકો, આપણા લોકો વચ્ચે કાયમી સંબંધ અને વહેંચાયેલ મૂલ્યો છે અને વર્તમાન મુદ્દાઓને ઉકેલવા માટે વૈશ્વિક નેતાઓ તરીકે આપણી સહિયારી જવાબદારી છે. તેમણે કહ્યું કે, મારા માટે એ સન્માનની વાત છે કે, લગભગ 15 વર્ષમાં પ્રથમ વખત અમેરિકા ભારતીય ગણરાજ્ય માટે સત્તાવાર રાજકીય મેજબાની કરી રહ્યું છે. PM મોદી... વ્હાઇટ હાઉસમાં તમારું સ્વાગત છે. તમારા સહયોગથી અમે સ્વતંત્ર, ખુલ્લા, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે ક્વાડને મજબૂત બનાવ્યું છે.
Comments
Post a Comment