કચછ-સરષટરન જળબબકર કર વવઝડ પસર


- કચ્છમાં લેન્ડફોલ પછી બીજા દિવસે પણ વાવાઝોડું વિનાશક રહ્યું 


- ગુજરાતનું સૌથી મોટું એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર: કોઈ જાનહાનિ ન થતાં સરકારને રાહત, 71 પશુઓનાં મૃત્યુ: 10 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી: આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની વોર્નિંગ


- ખેતીની 33000 હેક્ટર જમીનને વાવાઝોડાની અસરઃ કલાકના 12-13 કિમી ઝડપે આગળ વધાીને આજે ડીપ્રેશનમાં ફેરવાઈ જશે


રાજકોટ/ભૂજ : જેનું ગુજરાતી નામ જ આપત્તિ હતું તેવું બિપોરજોય વાવાઝોડું તારાજી સર્જીને પસાર થઈ ગયું છે. બે દિવસ સુધી બાનમાં રહેલાં કચ્છના રહીશોએ હાશકારો અનુભવ્યો છે. કોઈ જાનહાની થઈ ન હોવાથી તંત્રએ  પણ રાહત અનુભવી છે. જો કે, વિનાશક વાવાઝોડાના ૧૮ કલાકમાં ૭૧ પશુના મૃત્યુ નિપજ્યાં છે અને વ્યાપક આર્થિક નુકસાન થયું છે તેનો અંદાજ મેળવતાં બેથી ત્રણ દિવસ વિતી જશે. સરકારી તંત્રની તૈયારી સાથે જ લોકોએ આપેલા સહકારથી સૌરાષ્ટ્ર-કચ્છમાં થયેલું નુકસાન ભરપાઈ થઈ શકે તેવું જણાઈ રહ્યું છે. વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાંથી એક લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રિલોકેશન છે. 

બિપરજોય વાવાઝોડું પવનની ચક્રાકાર મહત્તમ ૧૪૦ કિ.મી.ની વિનાશક ઝડપ સાથે ગુરુવારે સાંજે વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ તરીકે કચ્છના જખૌ, લખપત પાસે ત્રાટકવાનું શરૂ કર્યા બાદ રાત્રિના આશરે ૧૧ વાગ્યે પૂરું લેન્ડફોલ થયા પછી પણ તેની તીવ્રતા જળવાઈ રહી હતી. રાત્રિના ત્રણ વાગ્યે પણ વાવાઝોડુંે કલાકના ૯૦-૧૦૦ કિ.મી.ની તીવ્રતા સાથે આગળ વધ્યું હતું અને આજે રાત્રિ સુધીમાં તે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિશય તીવ્ર પવન સાથે ભારે વરસાદ વરસાવતું ,તારાજી સર્જતું ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર ગુજરાત નજીકથી રાજસ્થાનની દિશામાં પસાર થયું હતું.

કચ્છમાં ત્રાટક્યા પછી  રાત્રે ત્રણ વાગ્યે પણ વાવાઝોડાએ કલાકના ૯૦-૧૦૦ કિ.મી.ની ઝડપ જાળવી રાખી હતી અને ત્યારે તે જખૌથી પસાર થઈ ૪૦ કિ.મી.ઉત્તર-પૂર્વ  દિશાએ પહોંચ્યું હતું. આજે પણ તે સાયક્લોનિક સર્ક્યુલેશનની કેટેગરીમાં હતું અને પવનની ઝડપ ૭૦-૮૦ થી વધીને ૯૦ કિ.મી.ની રહી હતી. પૂર્વાનુમાનથી વિપરિત આજે સાંજે પણ તે વાવાઝાડા તરીકે ભૂજથી ૮૦ કિ.મી.દૂર ગયું હતું. મૌસમ વિભાગના રાત્રે જારી બુલેટીન મૂજબ આજે રાત્રિના તે ડીપ ડીપ્રેસનમાં ફેરવાશે. ઉલ્લેખનીય છે કે ડીપ ડીપ્રેસનની અસરો પણ વાવાઝોડા જેવી હોય છે જેમાં માત્ર પવનની ઝડપ ઘટીને ૫૦-૬૦ કિ.મી. (મહત્તમ ૭૦ કિ.મી.) થાય છે. આવતીકાલે તે રાજસ્થાનના જોધપુર અને ઉદેપુર વચ્ચેની દિશામાં આગળ વધીને ડીપ ડીપ્રેસનમાં ફેરવાશે ત્યારે પણ ૪૦થી ૬૦ કિ.મી.ની ઝડપ રહેશે અને ભારે વરસાદ વરસાવતી સીસ્ટમ રહેશે. 

ગઈકાલે વાવાઝોડુ ત્રાટક્યું ત્યારે તીવ્ર પવન ફૂંકાયો પણ વરસાદનું જોર ઓછુ રહ્યું હતું પરંતુ, આજે આ ઘટાટોપ વાદળો સાથે વિશાળકાય સીસ્ટમ પસાર થતા જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું હતું. રાજકોટમાં બારીબારણા ખખડી ઉઠે તેવા અતિ તીવ્ર પવન  ફૂંકાવા સાથે રાત્રિથી વરસાદનું જોર વધ્યું હતું અને આજે રાત્રિ સુધીમાં ૬ ઈંચ વરસાદથી શહેર જળબંબાકાર થયું હતુ અને બજારોમાં સંચારબંધીના દ્રશ્યો ખડા થયા હતા. કચ્છમાં અંજાર અને ભચાઉમાં ૮ ઈંચ, ભૂજમાં ૭ ઈંચ, માંડવી, ગાંધીગ્રામ, મુંદ્રા, રાપર, નખત્રાણામાં ૫થી ૭ ઈંચ ધોધમાર વરસાદ વરસ્યો હતો તો જામનગર, દ્વારકા, ખંભાળિયામાં ૬ ઈંચ, , ઉપરાંત સૌરાષ્ટ્રના લોધિકા, જોડીયા, વાંકાનેર, કાલાવડ, માળીયા, જામકંડોરણા, ટંકારા,લખપત, મોરબી, ધ્રોલ, કોટડાસાંગાણી, લાલપુર, ઉપલેટા, ધોરાજી, પડધરી, ગોંડલ, કલ્યાણપુર, જેતપુર, સહિત શહેરોમાં ૧થી ૪ ઈંચ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતના ખેડબ્રહ્મા, હારીજ, સાંતલપુર, પોશિના, વડગામ, અમીરગઢ, સુઈગામ, મહેસાણા, બેચરાજી, વિજાપુર, રાધનપુર, અમદાવાદ, દાંતા સહિતના સ્થળે પણ એકથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. 

વાવાઝોડાથી સૌરાષ્ટ્રમાં આજ સાંજની સ્થિતિએ ૨૪,૩૪૦ થાંભલા ધરાશાયી થયા છે અને ૪૫૮૨ ટ્રાન્સફોર્મરોને નુક્શાન પહોંચ્યું છે જેના કારણે ૨૬૦૯ ગામોમાં તથા ૨૪ શહેરોમાં આજે વિજપૂરવઠો ખોરવાઈ ગયો હતો અને રાત્રે અંધારપટ છવાયો હતો. આશરે ૧૦ હજાર  જેટલા વૃક્ષો ધરાશાયી થયાનું અને આશરે ૫૦૦ ગામો અસરગ્રસ્ત થયાનું જાણવા મળે છે. વાવાઝોડાથી સૌરાષ્ટ્ર-કચ્છની ૨૦ લાખની વસ્તીને અસર પહોંચી છે. અસંખ્ય શૅડ,છાપરાં ઉડયા છે અને કાચા મકાનોને નુક્શાન થયું છે જેની વિગતો હજુ સર્વે થયા બાદ બહાર આવશે. સૂત્રો અનુસાર સીસ્ટમ વિખેરાઈ ગયા બાદ સર્વે હાથ ધરાશે.  વાવાઝોડાના સેન્ટર પાસે પવનની વધુ વિનાશક ઝડપ હોય છે. ૨૦૨૧માં તાઉતેની જેમ સીધું સૌરાષ્ટ્ર ઉપર દિવ,ઉનાથી ત્રાટક્યું હતું ત્યારે બિપોરજોય વાવાઝોડુ કચ્છની બોર્ડર પર ત્રાટકતા અને ૧.૧૦ લાખ લોકોનું સ્થળાંતર અગાઉથી કરી દેવાતા તે પ્રચંડ શક્તિશાળી હોવા છતાં જાનમાલને નુક્શાન ઓછુ થયાના અહેવાલો  છે.  સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી પસાર થઈને હવે તે ઉત્તર ગુજરાત પાસેથી પસાર થઈ રહ્યું હોય મૌસમ વિભાગે આવતીકાલે બનાકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદની તેમજ મહેસાણા, પાટણ, કચ્છ, તેમજ અમદાવાદ, ગાંધીનગર, અને સૌરાષ્ટ્રના ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં ભારે વરસાદ સાથે ૩૦-૪૦ કિ.મી.ના ઝડપે પવનની ચેતવણી જારી કરાઈ છે. એકંદરે સૌરાષ્ટ્ર,કચ્છ,દિવમાં રવિવારથી વાવાઝોડાની અસરોથી રાહત મળે તેવી આગાહી છે.

- ગુજરાતના 180  તાલુકામાં વરસાદ: 70 માં 1 ઈંચથી વધુ

- કચ્છના 10 તાલુકામાં કુલ 57 ઈંચ વરસાદ: માંડવીમાં સૌથી વધુ 8.50 

- સમગ્ર કચ્છમાં 5 થી 8 ઈંચ, રાજકોટ, દ્વારકા, ખંભાળિયા જામનગરમાં 6 ઈંચ વરસાદ

કચ્છમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન મોસમનો સરેરાશ ૧૮.૨૬ ઈંચ વરસાદ પડતો હોય છે. મોસમનો સરેરાશ કરતાં ૨૫ ટકાથી વધુ વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં જ કચ્છમાં વરસી ચૂક્યો છે. કચ્છના ૧૦ તાલુકામાં શુક્રવારે સવારે ૬ થી રાત્રે ૮ એમ ૧૪ કલાકમાં કુલ ૫૭ ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં માંડવીમાં સૌથી વધુ ૮.૫૦ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. આજે રાજ્યના ૧૮૦ તાલુકામાં વરસાદ પડયો હતો. 

ગુજરાતમાં ક્યાં વધારે વરસાદ

તાલુકો

જિલ્લો

વરસાદ

માંડવી

કચ્છ

૮.૫૦

અંજાર

કચ્છ

૮.૦૫

ભચાઉ

કચ્છ

૭.૫૫

ભુજ

કચ્છ

૬.૬૫

જામનગર

જામનગર

૬.૨૦

રાપર

કચ્છ

૫.૭૦

ગાંધીધામ

કચ્છ

૫.૪૦

ખંભાળિયા

દ્વારકા

૫.૨૫

મુન્દ્રા

કચ્છ

૫.૦૦

દ્વારકા

દ્વારકા

૪.૬૦

નખત્રાણા

કચ્છ

૪.૨૦

કાલાવડ

જામનગર

૩.૮૫

લોધીકા

રાજકોટ

૩.૮૦

રાજકોટ

રાજકોટ

૩.૭૫

જોડીયા

જામનગર

૩.૦૦

વાંકાનેર

મોરબી

૨.૮૦

અબડાસા

કચ્છ

૨.૭૫

લખપત

કચ્છ

૨.૭૫

ખેડબ્રહ્મા

સાબરકાંઠા

૨.૫૫

માળીયા

મોરબી

૨.૫૦

જામકંડોરણા

રાજકોટ

૨.૪૦

મોરબી

મોરબી

૨.૪૦

ટંકારા

મોરબી

૨.૩૫

ધ્રોલ

જામનગર

૨.૨૫

સાંતલપુર

પાટણ

૨.૨૫

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે