આજ આફતન લટકત તલવર કચછ-સરષટરમ 150 કમન તવર ઝડપ વવઝડ તરટકશ


- 'બિપોરજોય' બુધવારે આગળ વધતું અટકી કલાકો ઘુમરાતું રહ્યું,તીવ્રતા-ગતિમાં આંશિક ઘટાડો 

- દિશા બદલાઈને ઉત્તર-પૂર્વની થવાથી ખતરો નિશ્ચિત બન્યો, જખૌ અને લખપત પાસે  લેન્ડફોલ  થશે,બે દિવસથી પોરબંદરથી સરખા અંતરે પણ કચ્છ-દ્વારકાની નજીક ધસ્યું: 'રેડ મેસેજ' જારી કરાયો,વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની ચેતવણી 

રાજકોટ : ગુજરાત નજીકના ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં આવેલું પ્રચંડ શક્તિશાળી વાવાઝોડુ  'બિપોરજોય' ગઈકાલે ઉત્તર,પશ્ચિમોત્તર દિશા આજે પૂર્વાનુમાન મૂજબ બદલીને ઉત્તર-પૂર્વ દિશા એટલે કે કચ્છ તરફ વળ્યું છે.મૌસમ વિભાગ અનુસાર  આવતીકાલ તા.૧૫ જૂન ગુરુવારે સાંજના સમયે તે ૧૨૫-૧૩૫ કિ.મી.,મહત્તમ ૧૫૦ કિ.મી.ની વિનાશ સર્જે તેવી ઝડપ જાળવી રાખીને 'વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ 'તરીકે ઉત્તર-પૂર્વ દિશા તરફ જ આગળ વધીને કચ્છના જખૌ નજીક ત્રાટકશે. ફોરકાસ્ટ ટ્રેકના જારી થયેલા મેપ મૂજબ તે કચ્છની સરહદે લખપત પાસે ત્રાટકશે.આવતીકાલે  કચ્છ અને સૌરાષ્ટ્રના કયામતના દિવસ માટે બચાવકાર્યની તૈયારીની કવાયત પૂર્ણ થઈ છે. બે દિવસ, જેમાં ખાસ કરીને આવતીકાલ બપોરથી શુક્રવાર બપોર સુધી વિનાશકારી વાવાઝોડુ ૧૦૦-૧૩૫ કિ.મી.ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળશે તેવી ચેતવણી જારી થઈ છે. 

આઠ દિવસથી સતત દિશા બદલતું અને તેના પગલે તે ક્યાં ત્રાટકશે તેની આગાહી બદલાવવા વૈજ્ઞાાનિકોને ફરજ પાડતા આ વાવાઝોડાએ આજે પણ  દિશા બદલાવી છે અને કચ્છ તરફ ફંટાયું છે. એક સપ્તાહમાં આશરે ૯૦૦ કિ.મી.નું અંતર કાપીને કચ્છ-સૌરાષ્ટ્રની નજીક આવીને વાવાઝોડુ આજે કલાકો સુધી દરિયામાં ઘુમરાતું રહ્યું હતું. મૌસમ વિભાગ અનુસાર ૨૧.૯ ડીગ્રી અક્ષાંસ અને ૬૬.૩ ડીગ્રી રેખાંશે સવારે છ કલાક પ્રેક્ટીકલી સ્ટેશનરી રહ્યું હતું અને બાદમાં તે કચ્છ-કરાંચી વચ્ચેની દિશામાં આગળ વધ્યું હતું. 

તા.૧૧ સુધી પોરબંદરની સતત નજીક આવતું વાવાઝોડાએ દિશા બદલતા ગઈકાલે સાંજે તે થોડુ દૂર ગયું, રાત્રે ફરી ૩૧૦ કિ.મી. અંતરે આવ્યું, મધ્યરાત્રિએ તે વધુ ૩૦ કિ.મી.દૂર જઈને ૩૫૦ કિ.મી. અંતરે પહોંચ્યું, અને આજે સાંજે તે ફરી ૩૩૦ કિ.મી.ના અંતરે આવ્યું છે, આમ પોરબંદરથી લગભગ સમાન અંતરે રહ્યું પરંતુ, બીજી તરફ આજે સાંજના જારી રિપોર્ટ મૂજબ કચ્છના જખૌ બંદરની નજીક આવી ૨૬૦ કિ.મી.ના અંતરે, દ્વારકા નજીક આવીને ૨૮૦ કિ.મી. અને નલિયાથી ૨૮૦ કિ.મી. અંતરે આવ્યું છે. આવતીકાલે તે કચ્છની બોર્ડર પર ત્રાટક્યા પછી તેના વિશાળ ફેલાવાને અરબી સમુદ્રમાંથી  મળતા ભેજના કારણે તે ધીમે ધીમે નબળુ પડતું જશે. કચ્છના બોર્ડર ગામો પરથી તે રાજસ્થાનના જોધપુર તરફ જઈને નબળુ પડશે. આમ, તેની અસર તા.૧૭ સુધી રહેવાની અને તા.૧૫ના સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત તા.૧૬ના અમદાવાદ,ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ તીવ્ર પવન સાથે વરસાદ વરસવાની આગાહી છે. 

વાવાઝોડાની આગળ વધવાની ગતિ  ધીમી પડવા સાથે તેની તીવ્રતા અર્થાત્ પવનની ચક્રાકાર ગતિમાં આંશિક ઘટાડો નોંધાયો છે. મહત્તમ ૧૮૫,૧૯૫ કિ.મી.થી ઘટીને આજે ૧૬૦ કિ.મી.ની રહી હતી. આવતીકાલે તે ટકરાશે ત્યારે મહત્તમ ૧૫૦ કિ.મી.ની સ્પીડ રહેશે પરંતુ, આ સ્પીડ પણ ભારે તારાજી વ્હોરે તેવી છે.જેના પગલે મૌસમ વિભાગ જે બે દિવસથી ઓરેન્જ એલર્ટ જારી કરતું હતું તેણે આજે વાવાઝોડા માટે સૌરાષ્ટ્ર-કચ્છ માટે રેડ મેસેજ જારી કર્યો છે. 

મૌસમ વિજ્ઞાાન વિભાગે (૧) કચ્છ (૨) દ્વારકા (૩) પોરબંદર (૪) જામનગર (૫) રાજકોટ(૬) જુનાગઢ અને (૭) મોરબી જિલ્લામાં આવતીકાલે રાત્રિ સુધી કલાકના ૧૨૫-૧૩૫ની અતિ વિનાશક ઝડપે વાવાઝોડુ ફૂંકાવાની કે જેમાં થોડી મિનિટો માટે ઝડપ ૧૫૦ કિ.મી. સુધી પણ પહોંચી શકે તેની ચેતવણી જારી કરી છે. ત્યારબાદ વાવાઝોડુ આગળ વધશે તેમ પવનની ઝડપ ઘટીને તા.૧૬ની સવારે ૮૫-૯૫ કિ.મી. અને બપોરથી ૫૦-૬૦ કિ.મી.ની ઝડપે વાવાઝોડુ ફૂંકાતું રહેશે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ૧૦થી ૨૫ ફૂટ ઉંચા મોજા ઉછળશે જેની તાકાત એવી હોય શકે છે કે કાંઠા પરથી વસ્તુ,માણસોને ખેંચી જાય. જેના પગલે આજે તમામ દરિયાકિનારાને પણ ખાલી કરાવાયેલ છે.

બે દિવસથી વાવાઝોડાની ઘેરી અસર વર્તાઈ રહી છે.જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.  રાજકોટમાં પવનનું જોર એટલું તીવ્ર હતું કે પાર્કિંગમાં રહેલા વાહનો પણ ફંગોળાયા હતા. વહીવટીતંત્ર લોકોને અનિવાર્ય કારણો સિવાય કાલે બહાર નહીં નીકળવા ભારપૂર્વક જણાવ્યું છે.વાવાઝોડા સાથે સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા સ્થળે વરસાદ વરસ્યો હતો. 

સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર, ચોટીલા ચામુંડા માતાજી મંદિર સહિત તમામ યાત્રાધામોએ લોકોને સામેથી તા.૧૬ને શુક્રવાર સુધી દર્શને રૂબરુ નહીં આવવા ભારપૂર્વક અપીલ કરી છે તો દ્વારકાધીશ મંદિરે તો દર્શન બંધ રાખવા નિર્ણય લીધો છે તેમજ દિવનું પ્રસિધ્ધ ગંગેશ્વર મહાદેવ મંદિર પણ દર્શન માટે બંધ રાખવામાં આવેલ છે. 

ગુજરાતમાં આજે ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે?

રાજકોટ : આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકમાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની, ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરોક્ત વધુ અસરગ્રસ્ત થનાર સાત જિલ્લા ઉપરાંત આવતીકાલે અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર, દિવમાં ૫૦થી ૬૦ કિ.મી., સોમનાથ અને જુનાગઢ જિ.માં ૬૦થી ૮૦ કિ.મી. અને રાજકોટ, પોરબંદર જિલ્લામાં ૮૦થી ૧૦૦ કિ.મી., મોરબી જિલ્લામાં ૧૦૦થી ૧૨૦, અને રાજ્યમાં સૌથી વધારે જામનગર,દ્વારકા,કચ્છ જિલ્લામાં ૧૨૫-૧૩૫ કિ.મી.ઝડપે વાવાઝોડુ ફૂંકાવા ચેતવણી મૌસમ વિભાગ દ્વારા જારી કરાઈ છે.

આમ, રાજ્યભરમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે.  

વાવાઝોડું નજીક આવતા દ્વારકાના દરિયાનું રૌદ્ર રૂપ

પ્રથમવાર દ્વારકા મંદિરે બે દિવસ સુધી ધ્વજા ન ચડી, આજે મંદિર બંધ રહેશે 

- બુધવારે ધ્વજા ફાટી ગઈ,ગોમતીઘાટના મંદિરોમાં દરિયાઈ પાણી ઘુસ્યા, વાવાઝોડા સંદર્ભે કચ્છ સાથે દ્વારકા રેડ એલર્ટ

રાજકોટ : સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી આજે વાવાઝોડુ ૨૭૦ કિ.મી.ના અંતરે નજીક આવી જતા દરિયાએ અતિ રૌદ્રરૂપ ધર્યું છે. અતિ તીવ્ર પવન ફૂંકાતો હોય દ્વારકાના જગત મંદિર ઉપર પ્રથમવાર સતત બે દિવસ ધ્વજા ચડાવી શકાઈ નથી. સૂત્રો અનુસાર પચાસેક વર્ષમાં આવું પ્રથમવાર બન્યું છે. દ્વારકાથી અહેવાલ મૂજબ દ્વારકાધીશને બે દિવસ પૂર્વે ચડાવેલી ધ્વજા આજે ભારે પવનથી ફાટી ગઈ હતી. દરિયામાં પ્રચંડ મોજા ઉછળતા હોય નવો ગોમતીઘાટ પાણીમાં ડુબ્યો હતો અને મહાપ્રભુજી સહિત મંદિરોમાં ગોઠણડુબ દરિયાઈ પાણી ઘુસી ગયા હતા. શહેરમાં અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. અતિ ખરાબ હવામાનને પગલે આવતીકાલે દ્વારકાધીશ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. 

સતત ત્રણ દિવસથી દ્વારકામાં વાવાઝોડાની તીવ્ર અસર અનુભવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડુ કચ્છની સરહદ તરફ ફંટાયું છે અને દ્વારકા દરિયામાં કચ્છની  નજીક આવેલું છે અને બન્ને જિલ્લાઓમાં વાવાઝોડાનું રેડ એલર્ટ છે.  

કાશ્મીરમાં એક જ દિવસમાં ચાર આંચકા

વાવાઝોડા વચ્ચે કચ્છ અને કાશ્મીરમાં ભૂકંપના આંચકા

- કચ્છમાં લાંબા સમય પછી આંચકા આવતા વાગડ ફોલ્ટલાઇન સક્રિય થયાની ચર્ચા

ભુજ,નવી દિલ્હી : કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની ભારે આગાહી વચ્ચે ભચાઉ સમીપે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે જમ્મુ પ્રાંતમાં ૫.૪ની તીવ્રતાના ચાર આંચકા અનુભવાયા હતા. અધિકારીઓના જણાવાયા મુજબ ડોડા જિલ્લામાં આવેલા ા આ આંચકામાં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. 

ઈન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટર ગાંધીનગરના જણાવ્યા પ્રમાણે બુધવારની સાંજે ૫.૦૫  કલાકે ભચાઉથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં ૩.૫ ની તીવ્રતાનો ભુકંપનો આંચકો નોંધાયો છે. જેની જમીનમાં ઉંડાઈ ૧૮.૫ કિ.મી.ની નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો અનુભવાતાં ભચાઉ સહિતના ગામોમાં  લોકો ડરના કારણે ઘરની બહાર નીકળી ગયાં હતાં. ભચાઉની નજીકના કેન્દ્રબિંદુ ની આસપાસના વિસ્તારોમાં આંચકાની અસર વિશેષ અનુભવાઈ હતી. વાગડ ફોલ્ટલાઈન ફરી સક્રિય થઈ હોય તેમ લાંબા સમય પછી ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. એક તરફ વાવાઝોડાનો ભય છે ત્યારે જ ભૂકંપના આંચકાથી કચ્છવાસીઓમાં કુદરત ફરી રૂઠી રહી હોય તેવી ચર્ચા વેગવાન છે.

કાશ્મીરમાં કિશ્તવારખાતે સવારે ૮.૨૯ વાગે ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેનું એપિક સેન્ટર પાંચ કિ.મી. નીચે હોવાનું નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ)એ જણાવ્યું હતું. આ પહેલા ડોડામાં ૩.૫ની તીવ્રતાનો આંચકો સવારે ૭.૫૬ વાગે નોંધાયો હતો અને તેનું એપિકસેન્ટર ૧૦ કિ.મી.ની ઊંડાઈએ હતું. તેના મોડી રાત્રે ૨.૨૦ વાગે ડોડા જિલ્લામાં ૪.૩ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેનું કેન્દ્ર દસ કિ.મી.ની ઉંડાઈએ હતું. 

અન્ય એક ભૂકંપ રઇસી જિલ્લામાં કતરા પૂર્વમાં ૭૪ કિ.મી. દૂર સવેારે ૨.૪૩ વાગે આવ્યો હતો. તેનું એપિકસેન્ટર પાંચ કિ.મી.ની ઉંડાઇએ હતું. ચારેય ભૂકંપ એક જ દિવસમાં આવ્યા હતા. આમ ઊંચી તીવ્રતાના આંચકાએ ડોડા જિલ્લાને હચમચાવી નાખ્યું હતું. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો