સરષટરમ સબલધર વસવદરમ 17 જમનગરમ 11 ઇચ વરસદ : 7ન મત
- છપ્પર ફાડકે વરસતા મેઘરાજા,20 જળાશયો છલકાયા,ખેતરો અને શહેરો જળતરબોળ
- જોડિયામાં 11, ભેંસાણ 10,જુનાગઢ 9 : સોમનાથ,ધોરાજી, જામકંડોરણા,જેતપુરમાં 4 થી 8 ઈંચ, ઉતાવળી નદીનું પાણી ઘરોમાં ઘૂસ્યું : ધોરાજી-ઉપલેટા વચ્ચેનો રોડ ધસી પડયો
રાજકોટ : સૌરાષ્ટ્રમાં આજે બારે મેઘ ખાંગા થયા હોય તેમ વરસાદના વિવિધ રૂપો વચ્ચે આભમાંથી છપ્પર ફાડકે જલવર્ષા થતા ઠેરઠેર જળબંબાકાર સર્જાયો હતો.રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ રાત્રિ સુધીમાં વિસાવદરમાં અધધધ ૧૭ ઈંચ અને જંગલ વિસ્તારમાં તો તેથી વધુ વરસાદ વરસ્યો હતો. જામનગર અને જોડિયામાં ધોધમાર ૧૧ ઈંચ, ભેંસાણમાં ૧૦ ઈંચ, જુનાગઢમાં ૯ ઈંચ તથા વડિયા, જોડિયા,આમરણ ચાવીસી વિસ્તારમાં છ-છ ઈંચ, જુનાગઢ,જામનગર, રાજકોટ,સોમનાથ, અમરેલી, જિલ્લાઓમાં અન્યત્ર ત્રણથી પાંચ ઈંચ વરસાદથી સૌરાષ્ટ્ર જળતરબોળ થઈ ગયું છે. જામનગરમાં પાણીમાં ડુબી જતા પાંચ તથા લાઠી અને જસદણ સહિત ૭ વ્યક્તિઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે આશરે ૨૦થી વધુ જળાશયો છલકાયા છે.
અતિ તીવ્ર ગતિએ વરસેલા વરસાદથી જામનગર, જામકંડોરણા, સોમનાથ, કલાાણા, બગસરા, જેતપુર, ધોરાજી સહિત અનેક શહેરો અને ગામોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને ઘરવખરીને નુક્સાન થયાના તથા અનેક માર્ગોમાં વાહન વ્યવહાર બંધ થયાના અહેવાલ મળે છે. હજુ આવતીકાલે પણ ભારે વરસાદની ચેતવણી છે.
જામનગરમાં આજે સવારે ૧૦થી ૧૨ બે કલાકમાં જ ૫ ઈંચ સહિત સવારે ૬થી રાત્રે ૮ સુધીમાં ૯ ઈંચ સહિત કૂલ ૧૧ ઈંચ વરસાદથી જનજીવન કોરવાયું હતું. જામનગરમાં રહેતા આસિફ બચુભાઈ સેતા (ઉ.૩૬) પોતાના ૧૩ વર્ષના પુત્ર નવાજ સાથે રણજીતસાગર ડેમે પાળા નજીક ઉતરીને સેલ્ફી લેતા હતા ત્યારે પાણીમાં ગરક થતા બન્નેના મોત નીપજ્યા હતા. જ્યારે ગુલાબનગરમાં નવ નાલા પાસે બે પાળકા પાણીમાં ન્હાવા પડયા ત્યારે ધસમસતા પૂરમાં તણાયા હતા જેમાં યશ વિજયભાઈ પરમાર (ઉ.૧૩)નો મૃતદેહ મહામહેનતે મળી આવ્યો હતો અને બીજા લાપત્તા બાળકની શોધખોળ રાત્રિ સુધી ચાલી હતી. આ ઉપરાંત જામનગરમાં અતિ ભારે વરસાદથી ધુવાવ હાઉસીંગ બોર્ડ કોલોનીના મકાનમાં પાણી ભરાઈ જતા ત્રણ વર્ષની નેહા ગોદળીયા નામની બાળકી ખાડામાં પડતા મોત નીપજ્યું હતું અને ગોદળિયા બાવાજી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલાર પંથકને પ્રથમ વરસાદે જ મેઘરાજાએ જળબંબોળ કરી દીધો હતો. જામનગરમાં ગત રાત્રિથી જ મુશળધાર વરસાદ શરુ થઈ જતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોના જીવ ઉચ્ચક થઈ ગયા હતા. જોડિયામાં ગત રાત્રિના ૧૦ વાગ્યાથી આજે સાંજ સુધીમાં જ ધોધમાર ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ચોતરફ પાણી પાણી થઈ ગયું હતું. જામનગર-રાજકોટ હાઈવે પર ફલ્લામાં પણ ૪ ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ધ્રોલ પંથકમાં ચાર ઈંચ, કાલાવડમાં સાડાત્રણ ઈંચ સહિત સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં ચાર ઈંચ વરસાદ સાથે અમરાપરા (ધૂતારપર)થી જામનગર જતી ૧૦૮ વાન નાળામાં ખાબકી હતી, જેમાં ગર્ભવતી મહિલાને સારવાર માટે લઈ જવાતા હતા. ફાયરબ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ફસાયેલા વાહનનું રેસ્ક્યુ કર્યું હતું. કાલાવડમાં કોર્ટ પાછળ વૃક્ષો ધસી પડતા રસ્તો બંધ થયો હતો.
અમરેલી જિલ્લામાં ૩થી ૫ ઈંચ વ્યાપક ધોધમાર વરસાદ વચ્ચે લાઠી તાલુકાના છભાડીયા ગામે શારદાબેન લક્ષ્મણભાઈ અણધણ (ઉ.૮૦) ખેતરેથી ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પાણીના ધસમસતા વહેણમાં તણાઈ જતા ભેખડ સાથે અથડાઈને મૃત્યુ નીપજ્યાનું જાહેર થયું છે.જિલ્લાના બગસરામાં નીચાણવાળા વિસ્તારોમાં જાણી નદી વહેતી હોય તેવા દ્રશ્યો તાદ્દશ થયા હતા. મૃતક એકલા રહેતા હતા અને ગત સાંજે તણાયા બાદ રાત્રે ઘરે નહીં આવતા શોધખોળ કરાતા ખેતરથી દોઢ કિ.મી.દૂર મૃતદેહ મળી આવ્યો હતો. તો જસદણના જસાપર ગામ પાસે પસાર થતી ભાદર નદીમાં ધસમસતા પૂર આવ્યા હતા જેમાં ન્હાવા પડેલા દિપક લખમણભાઈ ગોરસવા (ઉ.૩૫) ઉંડા પાણીમાં ગરક થઈ જતયો હતો અને બાદમાં નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
રાજ્યમાં સર્વાધિક વરસાદ વિસાવદરમાં ૧૭ ઈંચ નોંધાયો છે. ઝરમર કે ધારા રૂપે નહીં પણ ધોધરૂપે વરસતા વરસાદથી વિસાવદરમાં આજે બપોરે ૧૨થી ૨ ૪ ઈંચ અને સાંજે ૪થી ૬ બે કલાકમાં જ પાંચ ઈંચ વરસાદ વરસી ગયો હતો. વિસાવદર ગીર જંગલ વિસ્તારમા સુપડાધારે પડેલા વરસાદથી મધ્યગીર,ધારી કનકાઈ મંદિર, સહિત વિસ્તારોમાં પોપટડી,મૈયારી,કાબરો,શીંગવડા સહિત નદીઓમાં ભારે પૂર આવ્યા છે. ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઓઝત,ધ્રાફડ સહિતના ડેમો થોડી વારમાં જ છલકાઈ ગયા હતા.
જુનાગઢમાં ગઈકાલે ભારે વરસાદ બાદ આજે સાંજ સુધીમાં વધુ ૯ ઈંચ વરસાદ ખાબક્યો હતો અને ગીરનાર પર્વતમાળા ઉપર તો ધોધમાર ૧૧ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેના કારણે પર્વતીય વિસ્તારમાં નદીઓનું રૌદ્રરૂપ જોવા મળ્યું હતું. જુનાગઢમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. માર્ગો પર ઠેરઠેર ભુવા પડયા હતા. ભેંસાણમાં પણ ધોધમાર ૯ ઈંચ, વરસાદથી ગામડાઓને જોડતા માર્ગો જાણે નદી બનીને વહેવા લાગ્યા હતા. વંથલી,મેંદરડા પંથકમાં આઠ-આઠ ઈંચ વરસાદે ખેતરોમાં પાણી ભરાયા હતા. કેશોદમાં ચાર ઈંચ ઉપરાંત માણાવદરના ગ્રામ્ય વિસ્તારમાં પણ આઠ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો માંગરોળ,માળીયા હાટીનામાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. સોરઠના અનેક ગામોમાં ગોઠણ અને કમર ડુબી જાય એટલા પાણી ભરાયા હતા. ભાખરવડ ડેમ છલકાયો છે.
સોમનાથ જિલ્લામાં ગીરગઢડાાં આજે ચાર ઈંચ, ઉપરાંત તાલાલામાં પાંચ ઈંચ, કોડીનાર,સૂત્રાપાડા,વેરાવળમાં અઢીથી ત્રણ ઈંચ વરસાદે ગીર સોમનાથ જિલ્લો જળતરબોળ થઈ ગયો હતો. વેરાવળમાંની બજારોમાં ગટરના પાણી રસ્તા પર ધસી આવ્યા હતા. સોમનાથ જતા રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા.
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં આજે બપોર બાદ ૨ કલાકમાં ૩ ઈંચ સહિત ધોધમાર પાંચ ઈંચ વરસાદ રાત્રિ સુધીમાં વરસી જતા ઉતાવળી નદીનું પાણી ગામમાં ઘુસી ગયું હતું અને લોકોની ઘરવખરી પલળી ગઈ હતી. જામકંડોરણામાં આજે સાંજના ચાર વાગ્યા સુધીમાં ૮ ઈંચ વરસાદ નોંધાયો છે. ફોફળ નદી ઉપરના પૂલ પાસે ડાયવર્ઝનમાં પાણી ફરી વળતા જામકંડોરણા-ગોંડલનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. જિલ્લાના ધોરાજી, જેતપુરમાં પણ ચાર-ચાર ઈંચ પાણી આજે વરસી ગયું હતું અને જળબંબાકાર સર્જાયો હતો.
ધોરાજી તાલુકાના કલાણામાં ધોધમાર છ કલાકમાં આઠ ઈંચ વરસાદ વરસી જતા નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. સાંબેલાધાર વરસાદથી નદી નાળા છલકાયા છે. વરસાદના પગલે ધોરાજીમાં ૬ ઈંચ વરસાદ સાથે નવા પૂલ પાસે ભોોળા ગામના પાટીયા નજીક ડામરરોડ ધસી પડયો હતા.
સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા. જુનાગઢ જિલ્લાના ચાર ડેમો ઉપરાંત સૌરાષ્ટ્રના ઉપલેટા પાસેના મોજના ૨૭ દરવાજા ખોલાયા છે, વેણુ, ભાદર-૨, મચ્છુ-૩ સહિતના ડેમો ઓવરફ્લો થયા છે અને ન્યારી-૨ ડેમ પણ ૯૦ ટકા ભરાઈ ગયો છે. નાના-મોટા અનેક ચેકડેમો અને તળાવો છલકાયા છે.
Comments
Post a Comment