અયોધ્યા 6 લાખ દિવડાથી ઝળહળ્યું સૌથી વધુ દીપપ્રાગટયનો વર્લ્ડ રેકોર્ડ

અયોધ્યા, તા. 26 ઓક્ટોબર, 2019, શનિવાર
રામની નગરી અયોધ્યામાં શનિવારે સાંજે છ લાખ દીપ પ્રાગટયનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો. આ સાથે રામ કી પૌડી ખાતે 4,04,026 દીવા પ્રગટાવાતા એક જ સૃથળ પર સૌથી વધુ દીપ પ્રાગટયનો વિશ્વવિક્રમ સર્જાયો છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દિપ પ્રાગટયની ગણતરી માટે ગીનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના અિધકારીઓ પણ હાજર રહ્યા હતા. ગણતરી પૂરી થયા પછી આકાશમાં ભારે આતશબાજી કરાઈ હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનતાને દીપોત્સવની શુભકામનાઓ આપી.
મુખ્યમંત્રીના સંબોધન બાદ દીપપ્રાગટયનું કામ શરૂ થયું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે રામની પરંપરાની બધાને અનુભૂતી થાય છે. મોદી સરકારમાં કોઈપણ ભેદભાવ વિના બધાનો વિકાસ થઈ રહ્યો છે.
અગાઉની સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી. પીએમ મોદીએ રામ રાજ્યની ધારણા સાકાર કરી છે. મોદીએ ભારતની પરંપરાને વૈશ્વિક સ્તર પર રજૂ કરી. ભારત દુનિયામાં વિશ્વગુરૂના રૂપમાં સૃથાપિત થઈ રહ્યો છે.
અગાઉની સરકારો પર અયોધ્યાની ઉપેક્ષા કરવાનો આક્ષેપ મૂકતા તેમણે કહ્યું કે પહેલાની સરકારો અયોધ્યાના નામથી ડરતી હતી અને અહીં આવવા માગતી નહોતી. પરંતુ આજે કેન્દ્ર અને પ્રદેશની યોજનાઓથી અવધપુરીનું રૂપ બદલવા માટે રૂ. 226 કરોડની યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થઈ રહ્યું છે.
ભારતની સાંસ્કૃતિક વિરાસત મોદીજીએ ખૂબ જ સારી રીતે રજૂ કરી છે. આજે સમગ્ર વિશ્વને ભારતના સાંસ્કૃતિક ગૌરવની અનુભૂતિ થઈ રહી છે. અયોધ્યાનો દીપોત્સવ હોય કે વારાણસીની દેવ દિવાળી આૃથવા પ્રયાગનો કુંભ હોય તેને ભૂલાવી શકાતા નથી. તેમણે પાકિસ્તાનને પણ ચેતવણી આપી અને કહ્યું કે અમે અમારા દુશ્મનોને પણ ખૂબ જ સારી રીતે જવાબ આપીએ છીએ.
થ્રીડી ટેકનિકથી રામકથાનું અનોખું મંચન
દિવાળી પર અયોધ્યા ભગવાન રામના રંગે રગાઈ છે. અહીં થ્રી-ડી ટેકનિકથી રામકથાનું મંચન થયું હતું. આ સિવાય સરયુ તટ પર નદીના કિનારે 6 લાખ દિપ પ્રગટાવવામાં આવ્યા હતા. રામ નગરીને રામના રંગથી રંગવા માટે સ્કૂલના હજારો બાળકોએ પણ વિશેષ ભૂમિકા ભજવી. બાળકોએ ભગવાન રામના જીવન પર આધારિત ચિત્રકારીથી અયોધ્યાને અલૌકિક બનાવી દીધી હતી.
'પુષ્પક વિમાન'થી રામ અને સીતા પહોંચ્યા
દર વર્ષની જેમ આ વર્ષે પણ અયોધ્યાના આકાશમાં પુષ્પક વિમાનરૂપી હેલિકોપ્ટરમાં બેસીને રામ, સીતા અને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા. રામ કથા પાર્કમાં તેમના પર ફૂલોની વર્ષા થઈ. યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું. રામ, સીતા અને લક્ષ્મણના પ્રતિક બનેલા કલાકારોની આરતી પણ ઉતારવામાં આવી.
દિપપ્રાગટયથી વિશ્વવિક્રમ
રામ કી પૈડી પર 4,04,026 દિપપ્રાગટયથી વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો. આ આયોજનમાં 6,000થી વધુ સ્વયંસેવકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી. દિવાઓની ગણતરી યોગ્ય રીતે થઈ શકે તે માટે એક ચોરસમાં 100 દિપ મૂકાયા હતા અને ઘાટની બંને બાજુ દિપ પ્રગટાવવામાં આવ્યા હતા.
કયા ઘાટ પર કેટલા દિપ
લક્ષ્મણ ઘાટ : 48,000
વૈદેહી ઘાટ : 22,000
શ્રીરામ ઘાટ : 30,000
દશરથ ઘાટ : 39,000
ભરત ઘાટ : 17,000
શત્રૂઘ્ન ઘાટ : 17,000
ઉમા-નાગેશ્વર-માંડવી ઘાટ : 52,000
સુતકિર્તી ઘાટ : 40,000
કૈકેઈ ઘાટ : 40,000
સુમિત્રા ઘાટ : 40,000
કૌશલ્યા ઘાટ : 40,000
ઉર્મિલા ઘાટ : 40,000
રામ કી પૌડી પર 4,04,026
Comments
Post a Comment