જવાનો સાથે દિવાળી ઉજવવા પીએમ મોદી પહોંચ્યા કાશ્મીર

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર 2019, રવિવાર

દર વર્ષની જેમ આ વખતે પણ જવાનો સાથે દિવાળી મનાવવા માટે પીએમ મોદી કાશ્મીર પહોંચી ગયા છે. આ વખતે પીએમ મોદી એલઓસી પાસે રાજોરી સેક્ટરમાં તૈનાત જવાનો સાથે દિવાળીનુ સેલિબ્રેશન કરવાના છે.

આ પહેલા પીએમ મોદી પાંચ વખત સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી ચુક્યા છે. જો કે આર્ટિકલ 370 હટાવાયા બાદ મોદી પહેલી વખત જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. મોદી પહેલા પણ કહી ચુક્યા છે કે સેનાના જવાનો જ મારો પરિવાર છે. ગયા વર્ષે તેમણે ભારત ચીન બોર્ડર પર તૈનાત ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

2014માં તેમણે પીએમ બન્યા બાદ જવાનો સાથે દિવાળી મનાવવાની અનોખી પરંપરા શરુ કરી હતી. પહેલા જ વર્ષે તેમણે સીયાચીનમાં જવાનો સાથે ઉજવણી કરી હતી.તેઓ 2015માં પંજાબ સીમા પર દિવાળી ઉજવી હતી.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન