પ્રજા અયોધ્યાના 'સુપ્રીમ' ચુકાદાનું સંયમથી સ્વાગત કરે : મોદી


હાઇકોર્ટે રામ જન્મભૂમિને ત્રણેય પક્ષકારો વચ્ચે વહેચવાનો આદેશ આપ્યો હતો ત્યારે કોઇ વિવાદ નહોતો થયો 

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર, 2019, રવિવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધીત કર્યો હતો અને દિવાળીની શુભકામના પાઠવી હતી. સાથે જ મોદીએ વિવાદિત અયોધ્યા કેસને લઇને પણ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે અયોધ્યા કેસમાં હાઇકોર્ટે ચુકાદો આપ્યો ત્યારે કોઇ પણ પ્રકારનો વિવાદ નહોતો થયો અને લોકોએ આ ચુકાદાને ખુશી ખુશી સ્વીકાર્યો હતો. 

અલ્લાહાબાદ હાઇકોર્ટે અયોધ્યામાં રામ જન્મભૂમિનો જે વિવાદ ભાગ છે તેના ત્રણ ભાગલા પાડવા કહ્યું હતું જેમાં એક સુન્ની મુસ્લિમ વકફ બોર્ડ, એક અખાડા અને એક રામલલાને સોપવા કહ્યું હતું.

 જોકે બાદમાં આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે અને હવે આવતા મહિને ગમે ત્યારે સુપ્રીમ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. જેને ધ્યાનમાં રાખીને મોદીએ આ નિવેદન આપ્યું હતું અને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી હતી. 

મોદીએ ઉદાહરણ તરીકે અલ્લાહાબાદ હાઇકોર્ટના ચુકાદાને લોકોએ આવકાર્યો તેને યાદ અપાવ્યું હતું.  

મોદીએ કહ્યું કે મારા પ્યારા દેશવાસીઓ ગત મન કી બાત કાર્યક્રમમાં આપણે નક્કી કર્યું હતું કે દિવાળી ઉપર કઇક અલગ કરીશું. મે કહ્યું હતું કે આવો આપણે સૌ આ દિવાળી પર ભારતની નારી શક્તિ અને તેની સફળતાઓને ઉજવીએ, એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ. આજે વિશ્વના દરેક દેશોમાં દિવાળી ઉજવવામાં આવે છે. અને આ અન્ય દેશોમાં માત્ર ભારતીય સમૂદાય જ સામેલ નથી થતો સાથે સાથે જે તે દેશની સરકારો અને અન્ય નાગરીકો પણ સામેલ થાય છે. આપણો દેશ તહેવારોનો દેશ છે અને અહીં પર્યટનને પણ મોટો અવકાશ છે.

મોદીએ આ સાથે જ જણાવ્યું હતું કે 2010માં જ્યારે અયોધ્યા મામલે ચુકાદો આવ્યો ત્યારે દરેક પક્ષો, સિવિલ સોસાયટી અને નાગરિકોએ મળીને તેનું સ્વાગત કર્યું હતું અને આવું જ સુપ્રીમ કોર્ટના ચુકાદામાં પણ થવું જોઇએ તેવી અપીલ પણ આડકતરી રીતે મોદીએ આ મન કી બાત કાર્યક્રમમાં કરી હતી.  મોદીએ એવા લોકોને પણ ટકોર કરી હતી કે જેઓ હાલ ચુકાદા પહેલા જ અયોધ્યા મામલે નિવેદનો કરવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો પ્રસિદ્ધિ મેળવવા માટે હાલ ગેરજવાબદારી ભર્યા નિવેદનો અયોધ્યા કેસને લઇને કરી રહ્યા છે. અને આવું 10 દિવસ સુધી ચાલ્યું. જે યોગ્ય નથી અને દરેકે ચુકાદાનું સ્વાગત કરવું જોઇએ.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો