અમેરિકાએ ISISના મુખિયા બગદાદીનો બોલાવ્યો ખાતમો


નવી દિલ્હી, તા.27 ઓક્ટોબર 2019, રવિવાર

આખી દુનિયામાં હાહાકાર મચાવનાર આતંકવાદી સંગઠન ISISનો ચીફ અબુ અલ બક્ર બગદાદી માર્યો ગયો હોવાનો દાવો અમેરિકન મીડિયાએ કર્યો છે. બીજી તરફ ટ્રમ્પે પણ થોડા કલાકો પહેલા ટ્વીટ કરીને કહ્યુ છે કે,આજે કંઈક મોટુ થયુ છે. જો કે ટ્રમ્પે આ સંદર્ભમાં બીજો કોઈ ખુલાસો કર્યો નથી પણ ટ્રમ્પના ટ્વિટને બગદાદીના ખાતમા સાથે જોડીને જોવામાં આવી રહ્યુ છે.

અમેરિકન મીડિયાનુ માનવુ છે કે, ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરીને બગદાદીના માર્યા જવા અંગે સત્તાવાર રીતે એલાન કરી શકે છે. જો કે હજી સુધી તેમણે બગદાદીના મોતને સત્તાવાર સમર્થન આપ્યુ નથી. આ પહેલા પણ બગદાદી માર્યો ગયો હોવાના દાવા થઈ ચુક્યા છે. જો કે આ દાવાઓને તે વખતે પણ કોઈ સત્તાવાર સમર્થન મળ્યુ નહોતુ.

આ વખતે અમેરિકન મીડિયાના કહેવા પ્રમાણે બગદાદીને પશ્ચિમ સિરિયામાં એક ઓપરેશન ચલાવીને મારી નાંખવામાં આવ્યો છે. આ ઓપરેશન ઓસામા બિન લાદેના ખાતમા જેવુ જ હોવાનુ અનુમન થઈ રહ્યુ છે. એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, તે દરમિયાન બગદાદીએ આત્મઘાતી હુમલો પણ કર્યો હતો.જોકે તેના શબની ઓળખ માટે ડીએનએ ટેસ્ટના રિઝલ્ટની રાહ જોવાઈ રહી છે. સીરિયાએ ઈરાનને પણ બગદાદી માર્યો ગયો હોવાની જાણકારી આપી છે.

આ પહેલા અમેરિકાએ કહ્યુ હતુ કે, ISISને પરાસ્ત કરવા માટે અમેરિકામાં વધારાના સૈનિકો મોકલવામાં આવશે કારણકે ISISના આતંકીઓ તેલના ભંડારો પર કબ્જો કરવાની ફિરાકમાં છે. બગદાદી સિરિયમાં અને ઈરાકમાં રહેતો હતો. જો કે તેના સાચા રહેઠાણની ખબર કોઈની પાસે નથી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો