પીએમ મોદીએ પહેલી વખત 'મન કી બાત'માં કર્યો રામ મંદિરનો ઉલ્લેખ


નવી દિલ્હી, તા. 27 ઓકટોબર 2019, રવિવાર

પીએમ મોદીએ આજે દિવાળીના દિવસે ફરી એક વખત મન કી બાત કરીને અયોધ્યાના રામ મંદિરનો તેમાં ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, 2010માં અલ્હાબાદ હાઈકોર્ટનો રામ મંદિર પર જે ચુકાદો આવ્યો હતો તે વખતે સમાજે એકતા અને સદભાવ દર્શાવ્યો હતો.

તે વખતે જાત જાતના લોકો નિવેદનબાજી કરવા માટે મેદાનમાં આવી ગયા હતા પણ ચુકાદો આવ્યા બાદ આખા દેશમાં બહુ સંતુલિત વાતાવરણ જોવા મળ્યુ હતુ.એ દિવસ યાદ કરીને મને ખુશી થાય છે.દેશે તે વખતે ન્યાયપાલિકાને સનમાન આપ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રામ મંદિર મુદ્દે સુનાવણી પુરી કરી દીધી છે અને નવેમ્બરમાં ચુકાદો આપશે તેવી અટકળો થઈ રહી છે ત્યારે પીએમ મોદીની ટિપ્પણી બહુ મહત્વની મનાઈ રહી છે. પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતા કહ્યુ હતુ કે, સરદાર પટેલે જુનાગઢ અને હૈદ્રાબાદ જ નહી પણ લક્ષદ્વીપ જેવા ટાપૂઓ પર પણ પાડોશી દેશોનો કબ્જો કરવા માટેના પાડોશીના પ્રયાસોને નાકામ કર્યા હતા.

તેમણે કહ્યુ હતુ કે, એક જ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટનનુ કેન્દ્ર બની ચુક્યુ છે.હું લોકોને ફરી આગ્રહ કરુ છું કે ,ભારતમાં ઓછામાંઓછા 15 સ્થળોએ ફરવા માટે જવુ જોઈએ.પીએમ મોદીએ લોકોને 31 ઓક્ટોબરે રન ફોર યુનિટમાં ભાગ લેવા માટે પણ અપીલ કરી હતી.

તેમણે ગુરુ નાનક દેવને યાદ કરીને કહ્યુ હતુ કે, તેમણે પોતાના સમયમાં પાણી બચાવવા માટે પહેલ કરી હતી.સાથે સાથે તેમણે લોકોને સ્થાનિક સ્તરે મળતી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ કર્યો હતો.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન