સરકાર બનાવવા ગોપાલ કાંડાનુ સમર્થન લેવાનો સવાલ જ ઉભો થતો નથીઃ ભાજપ

ચંદીગઢ, તા. 26. ઓક્ટોબર, 2019 શનિવાર

હરિયાણામાં સરકાર બનાવવા માટે દાગી ધારાસભ્ય ગોપાલ કાંડાનુ સમર્થન લેવાનો ભાજપે ઈનકાર કરી દીધો છે.ગોપાલ કાંડા એર હોસ્ટેસની આત્મહત્યાના કેસમાં આરોપી છે.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ચંદીગઢમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ કહ્યુ હતુ કે, ફરી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહેલા મનોહરલાલ ખટ્ટરને પાર્ટીના ધારાસભ્યોના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

હરિયાણાના ભાજપના નેતા અનિલ વિજે કહ્યુ હતુ કે, ગોપાલ કાંડાને સરકારમાં સામેલ કરવાનો કોઈ સવાલ ઉઠતો નથી.પાર્ટીએ તેમનુ સમર્થન પણ લીધુ નથી.

ઉલ્લેખનીય છે કે, એર હોસ્ટેસની ગીતિકા શર્માની આત્મહત્યા માટે જવાબદાર મનાતા કાંડાને અગાઉ ચૂંટણી બાદ ભાજપના નેતાઓ મળ્યા ત્યારથી જ કાંડાનુ સમર્થન લેવા બાબતે વિરોધ થઈ રહયો હતો.એ પછી ભાજપે કાંડાનો સપોર્ટ લેવાનુ માંડી વાળ્યુ છે.ભાજપ હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટી સાથે સરકાર બનાવશે.નક્કી થયેલી ફોર્મ્યુલા પ્રમાણે જનનાયક પાર્ટીને ડેપ્યુટી સીએમ પદ ફાળવવામાં આવશે.

મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ તરીકે આવતીકાલે દિવાળીના દિવસે શપથ લેશે.

Comments

Popular posts from this blog

મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

એલોન મસ્ક બન્યા ટ્વીટરના માલિક: CEO પરાગ અગ્રવાલની હકાલપટ્ટી

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન