દેશની આર્થિક રાજધાની જીતવાના બદલે કોંગ્રેસ મતભેદોમાં ડૂબી હતી


ભારતની આર્થિક રાજધાની મહારાષ્ટ્રને ગુમાવીને કોંગ્રેસે મોટું નુકશાન નોંતર્યું છે. આર્થિક રીતે સમૃધ્ધ  મહારાષ્ટ્રમાં કોંગ્રેસ જીતે એમ નહોતું પરંતુ તે વળતી ફાઇટ પણ આપી શકી નહોતી. કોંગેસ કરતાંવધુ બેઠકો તેના સાથી પક્ષ એનસીપીને મળી છે. થોેડી કટોકટ બેઠકો આવી હોત તો પણ સારો દેખાવ ગણાત પરંતુ કોંગ્રેસે પ્રથમ દિવસથીજ હારને ગળે વળગાડી દીધી હતી. 

ભારતના રાજકારણમાં મહારાષ્ટ્રનું મહત્વ એટલું બધું છે કે જેની પાસે આ રાજ્ય હોય તેને આર્થિક ભંડોળની કોઇ ચિંતા રહેતી નથી. 

બે રાજ્યોમાંની ચૂંટણીમાં હરિયાણા કરતાં પણ અનેક ગણું મહત્વ મહારાષ્ટ્રનું હતું. ભાજપ હરિયાણામાં થાપ ખાઈ ગયું હતું. કોંગ્રેસ જાણતી હતી કે મહારાષ્ટ્રના એકમમાં ઢગલો વિવાદો છે. આંતરીક હુંસાતૂંસી એટલી મોટા પાયે છે કે તેમાં આમૂલ પરિવર્તનની જરુર હતી. ભાજપે સાથે રાખેલો સાથીદાર શિવસેના મજબૂત પક્ષ હતો જ્યારે કોંગ્રેસ  સાથેના સાથી પક્ષ એનસીપી સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોે હતા.

ચૂંટણી દરમ્યાન ત્રણ વિવાદો ઉભા થયા હતા. પ્રથમ વિવાદ પીએમસી બંેકનો હતો. બીજો વિવાદ એનસીપીના શરદ પવારના રાઇટ હેન્ડ સમાન અજીત પવારના દાઉદ ગેેંગ સાથેના મેળાપીપણાનો હતો.

 ત્રીજો મુદ્દો વૃક્ષોની કપાતનો હતો. મુંબઇના આરે વિસ્તારમાં મેટ્રોે કાર ટ્રેન શેડ બનાવવા વૃક્ષો કપાતા અટકાવવાનો હતો. આખું આંદોલન સ્વયંભૂ હતું. કોંગ્રેસ ધારતતો તેનું નેતૃત્વ કરી શકત. પરંતુ તેના ફાયર બ્રાન્ડ નેતા સંજય નિરુપમ ટીકીટોની ફાળવણીના મુદ્દે રીસાઇને બેસી ગયા હતા.નાતો કોઇ નેતા સંજય નિરુપમને મનાવવા ગયા કે ના તો  તેમણે કોઇ ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. 

જે પાંચ રાજ્યોને જીડીપીથી સમૃધ્ધ ગણવામાં આવે છે તેમાં મહારાષ્ટ્ર મોખરે છે. ત્યાર બાદ તમિળનાડુ, ઉત્તર પ્રદેશ,કર્ણાટક અને ગુજરાતનો સમાવેશ થાય છે. જીડીપીમાં ટોપના પાંચ રાજ્યોમાં ક્યાંય કોંગ્રેસ નથી તે દેખાઇ આવે છે. રાજકીય નિષ્ણાતો એમ માનતા હતા કે મહારાષ્ટ્ર જીતવા માટે કોંગ્રેસ મરણીયો જંગ ખેલશે પણ અહીં તો પ્રથમ ગ્રાસેજ મેદાન છોડવાની વાત દેખાતી હતી. 

શા માટે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં કોઇ ફાઇટ ના આપી તે પણ વિચારવા જેવું છે. એક તો કેન્દ્રીય નેતાગીરી સૂનમૂન બનીને બેઠી હતી. રાહુલ ગાંધી ક્યારે સક્રીય થાય તેની માળા જપાતી હતી. સંજય નિરુપમે જાહેરમાં કહ્યું કે મોવડીમંડળ સાથે બેઠેલાઓ મા (સોનિયા)- બેટા(રાહુલ ગાંધી) વચ્ચે મતભેદો ઉભા કરી રહ્યા છે.

સંજય નિરુપમની વાતોમાં તથ્ય હતું પરંતુ કોઇ તેમના ટેકામાં આગળ નહોતા આવ્યા. કોંગ્રેસે એવી રીતે વળતી ફાઇટ આપવાની હતી કે જેથી ભાજપને સરકાર રચતા આંખે દમ આવી જાય પરંતુ જીતની દિશામાં એક પગલું પણ આગળ વધારાયું નહોતું. દેશની ટોચની કંપનીઓ મહારાષ્ટ્રમાં છે. કોંગેસ મજબુત વિપક્ષ તરીકેની લડાઇ પણ લડી શકે એમ નથી તે સાબિત થતું જાય છે. 

કર્ણાટકના કિસ્સામાં પણ કોંગ્રે્રસની સંગઠનની નબળાઇ બહાર આવી  હતી. ભાજપનો ચહેરો ભ્રષ્ટાચારી એવા યેદુઆરપ્પાનો હતો. છતાં કોંગ્રેસ બાજી બરાબર રમી શકી નહોતી અને સત્તા ભાજપના હાથમાં સરકી ગઇ હતી. 

ક્યારે ક્યા મુદ્દાનો વિરોધ કરવા તે ગણિતમાં કોંગ્રસ નબળી પુરવાર  થઇ છે. મહારાષ્ટ્ર અને હરિયાણાના મતદાન પૂર્વે ભારતના લશ્કરે કરેલા હુમલાની પ્રશંસા કરવાના બદલે કોંગ્રેસના કેટલાક નેતાઓએ તેની ટીકા કરવાની શરુઆત કરી હતી. કોંગી મોવડીમંડળ તેમના નેતાઓના મોં બંધ કરવા જાય તે પહેલાંતો નુકશાન થઇ ગયું હતું.

છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન કેાંગ્રેસના નેતાઓ અંદરો અંદર લડવા સિવાય કોઇ કામ નહોતા કરતા. તેમની ટાંટીયા ખેંચ પ્રવૃત્તિએ પક્ષને મોટું નુકશાન પહોંચાડયું છે. 

મુંબઇમાં ભરાયેલા વરસાદી પાણીનો મુદ્દો પણ કોંગ્રેસ હાથમાં લઇ શકી નહોતી. દેશનો સૌથી જુનો પક્ષ શા માટે પોતાનો  લડાયક મિજાજ ફરી મેળવી શકતો નથી ? સૌથી મોટું કારણ નેતત્વનું છે. બીજાની લીટી કાપવાના બદલે પોતાની લીટી લાંબી કરવાની નિતી કોંગ્રેસ અપનાવવા તૈયાર નથી એમ દેખાઇ આવે છે. બે રાજ્યોના પરિણામોએ ભાજપની ઉંંધ હરામ કરી નાખી છે. ભાજપે હવેના ચૂંટણી જંગ માટે નવા શસ્ત્રો તૈયાર કરવા પડશે.

મહારાષ્ટ્રમાં મળેલી ભૂંડી હારની સમિક્ષા કરીને કોંગ્રેસે નવેસરથી સંગઠન ઉભું કરવું પડશે. દેશ પર રાજ કરવા માટે આર્થિક રીતે સમૃધ્ધ રાજ્યોમાં સરકાર હોવી જરુરી છે. 

- પ્રસંગપટ

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો