એક સમયે શાકભાજી વેચનારા ખટ્ટર આજે બીજી વખત બનશે હરિયાણાના CM

નવી દિલ્હી, તા. 27 ઓક્ટોબર 2019, રવિવાર

આજે મનોહરલાલ ખટ્ટર બીજી વખત હરિયાણાન મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.તેમની સાથે જેજેપીના દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર તરીકે શફથ લેશે. હરિયાણામાં સતત બીજી વખત સીએમ બનનાર અને બીન જાટ સમુદાયના ખટ્ટર પહેલાનેતા છે.પંજાબી સમુદાયમાંથી આવતા ખટ્ટર આરએસએસના કાર્યકર રહી ચુક્યા છે.

1945માં હરિયાણાના રોહતકમાં જન્મેલા ખટ્ટરના પિતા ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે પાકિસ્તાનમાંથી ભારત આવી ગયા હતા.મનોહરલાલ ખટ્ટરને ડોક્ટર બનવુ હતુ.આ માટે તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કર્યા બાદ ત્રણ વખત પ્રી-મેડિકલ ટેસ્ટ આપ્યો હતો પણ તેઓ ટેસ્ટ ક્લીયર કરી શક્યા નહોતા.

ખટ્ટરના પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેમના પિતા અને દાદાજીએ મજૂરી સુધ્ધા કરી હતી.જેમ તેમ કરીને જમીન ખરીદયા બાદ તેમણે ખેતી શરુ કરી હતી.ખટ્ટર પોતે સાયકલ પર શાકભાજી વેચવાનુ કામ કરતા હતા.

24 વર્ષની વયે તેઓ આરએસએસમાં જોડાયા હતા. એ પછી તેમણે લગ્ન નહી કરવાનો નિર્ણય લીધો હતો. પ્રચારક તરીકે તેમણે ગુજરાત સહિત 12 રાજ્યોમાં કામ કરેલુ છે. એ પછી 1994માં સંઘ તરફથી તેમને ભાજપમાં મોકલવામાં આવ્યા હતા. 95માં ભાજપમાં સંગઠન મંત્રી બનાવાયા બાદ તેમણે 1996માં બંસીલાલ સરકારમાં ભાગીદારી કરીને ભાજપને સત્તા અપાવી હતી.

જો કે, તેમણે પહેલી વખત વિધાનસભાની ચૂંટણી 2014માં લડી હતી અને તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. હવે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેઓ ભુપેન્દ્ર હુડ્ડા બાદ એવા બીજા મુખ્યમત્રી છે જેમને સતત બીજી વખત આ જવાબદારી મળી રહી છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો