હરિયાણાઃ CM તરીકે ખટ્ટર અને Dy.CM તરીકે ચૌટાલાએ લીધા શપથ

નવી દિલ્હી, તા. 27. ઓક્ટોબર, 2019 રવિવાર

હરિયાણામાં ફરી એક વખત ભાજપની સરકાર બની ગઈ છે.આજે યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં મનોહરલાલ ખટ્ટરે બીજી વખત હરિયાણાના સીએમ તરીકે શપથ લીધા હતા.

ભાજપ સાથે ગઠબંધનમાં જોડાયેલા જનનાયક જનતા પાર્ટીના નેતા દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.ખટ્ટર અને ચૌટાલાને રાજ્યપાલ સત્યનારાયણ આર્યે શપથ લેવડાવ્યા હતા.

સ્ટેજ પર આ પ્રસંગે રસપ્રદ દ્રશ્યો જોવા મળ્યો હતા.દુષ્યંતે શપથ લેતી વખતે મંચ પર હાજર અકાલી દળના વડા તેમજ પંજાબના પૂર્વ સીએમ પ્રકાશસિંહ બાદલના પગે પડીને આશીર્વાદ લીધા હતા.એ પછી બાદલે ચૌટાલાને ગળે લગાવી લીધા હતા.પૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર હુડ્ડા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા.

પ્રકાશ સિંહ બાદલ અને દુષ્યંત ચૌટાલાના દાદા ઓમપ્રકાશ ચૌટાલા વચ્ચે બહુ સારી દોસ્તી રહી છે.એવુ મનાય છે કે, ચૌટાલાને ભાજપ સાથે લાવવામાં બાદલે બહુ મોટી ભૂમિકા અદા કરી છે.

આ વખતે ભાજપને 40 અને જેજેપીને 10 બેઠકો મળી છે.90 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 46 બેઠકો જરુરી છે.ચૂંટણી પહેલા ચૌટાલાની પાર્ટીને વિરોધી પક્ષોએ બચ્ચા પાર્ટી નામ આપ્યુ હતુ અને પરિણામ બાદ આ જ પાર્ટી સરકાર રચવામાં કિંગ મેકરની ભૂમિકામાં આવી ગઈ હતી.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો