- એક માર્ચ, 2021ની સ્થિતિ મુજબ સરકારે બહાર પાડેલા આંકડા - સૌથી વધુ 2.93 લાખ જગ્યા રેલવેમાં ભરવાની બાકી : કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે લોકસભામાં માહિતી આપી - સંરક્ષણ વિભાગમાં 2.64 લાખ, ગૃહમાં 1.43 લાખ, ટપાલમાં 90,050 , રેવન્યુમાં 80,243, ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટમાં 25,943 , એટોમિક એનર્જીમાં 9460 જગ્યા ખાલી નવી દિલ્હી : કેન્દ્ર સરકારના રેલવે સહિતના વિવિધ વિભાગોમાં એક માર્ચ, ૨૦૨૧ના રોજ ૯.૭૯ લાખ જગ્યાઓ ખાલી હતી તેમ કેન્દ્રીય પર્સોનેલ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. સરકારે જારી કરેલા આંકડા મુજબ ૯.૭૮ લાખ ખાલી જગ્યાઓ પૈકી સૌથી વધુ ખાલી જગ્યા રેલવેમાં ૨.૯૩ લાખ હતી. પ્રધાને જણાવ્યું હતું કે સરકારી વિભાગોમાં ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા સળંગ ચાલતી પ્રક્રિયા છે. વિવિધ મંત્રાલયો, વિભાગો અને ઓર્ગેનાઇઝેશનની જરૂરિયાતો મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. પ્રધાને લોકસભામાં એક પ્રશ્રના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે સરકારે તમામ મંત્રાલયો અને વિભાગોને ખાલી પડતી જગ્યાઓ સમયસર ભરવા માટેના નિર્દેશ આપેલા છે. ભારત સરકાર દ્વારા...