કિરણ પટેલે જમ્મુ- કાશ્મીરમાં IAS-IPS અધિકારીઓને ક્રીમ પોસ્ટની ઓફર કરી

અમદાવાદ,શુક્રવાર

જમ્મુ-કાશ્મીરના સીઆઇડી ક્રાઇમ દ્વારા શ્રીનગરની ધ ગ્રાન્ડ લલિત ફાઇવ સ્ટાર હોટલમાંથી ગુજરાતના કિરણ પટેલના રિમાન્ડ દરમિયાન શ્રીનગર પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં તેણે જમ્મુ કાશ્મીરમાં તેની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે જમ્મુ  કાશ્મીરમાં બે મહિના  પહેલા આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની ખુબ મોટાપાયે બદલીઓ કરવામાં આવી હતી. તે બદલીઓ તેણે કરાવી છે. જેથી મહત્વની જગ્યા પર પોસ્ટીંગ જોઇતી હોય તો કહેજો. આમ, તેણે પીએમઓ તેમજ કેન્દ્રીય ગૃહ વિભાગમાં તેનો દબદબો હોવાનું કહીને કેટલાંક અધિકારીઓને બદલી કરાવી આપવાની લાલચ આપી હતી. જેના બદલામાં મોટો સોદો પણ નક્કી કર્યો હતો. અમદાવાદના ઘોડાસરમાં રહેતા મહાઠગ કિરણ પટેલે પીએમઓના એડીશનલ ડાયરેક્ટરની પોસ્ટ પર હોવાનું કહીને જમ્મુ-કાશ્મીરમાં સરકારી મહેમાન બનવાની સાથે ઝેડ પ્લસ સુરક્ષા લીધાના મામલો સમગ્ર દેશમાં ચર્ચામાં છે. ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે કિરણ પટેલની પુછપરછમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં તેણે કાશ્મીર વેલીની મુલાકાત સમયે કેટલાંક આઇપીએસ અને આઇએએસ અધિકારીઓ પર રોફ જમાવવા માટે કહ્યું કે કાશ્મીરમાં થયેલી આઇપીએસ અને આઇએએસ અધિકારીઓની બદલીઓની યાદી તૈયાર કરવામાં તેની મહત્વની ભુમિકા છે, તે પીએમઓ ઓફિસની સાથે કેન્દ્રીય ગૃહ વિભાગમાં પણ તેની ઓળખાણ છે. જેથી તેની વાતમાં આવી જઇને કેટલાંક અધિકારીઓ કિરણ પટેલનો સંપર્ક કર્યો હતો. આ બદલી  કરવા માટે  ખુબ મોટા આર્થિક લાભની માંગણી પણ તેણે કરી હતી.  એટલું જ નહી તેણે સફરજન અને કેસરના મોટા વેપારીઓ સાથે મીટંીગ કરીને તેમની પ્રોડક્ટને વૈશ્વિક સ્તરે લઇ જવા માટેની ખાતરી આપીને વેપારીઓ સાથે સેટીંગ કર્યું હતું. બીજી તરફ આ ગંભીર ઘટનાને પગલે ડીજીપીએ ગુજરાત એટીએસને આ મામલે તપાસ કરવા માટે ખાસ કરી છે. જેથી એટીએસની એક વિશેષ ટીમ શ્રીનગર પહોંચી છે. સાથેસાથે છેલ્લા બે વર્ષમાં તે ક્યા શહેરોમાં  ફર્યો હતો ? તેના સંપર્કમાં કોણ કોણ હતું? તે અંગે પુછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે આ બાબતને કેન્દ્રી ગૃહવિભાગે ખુબ  જ ગંભીરતાથી લઇને જમ્મુ કાશ્મીર પોલીસને  આ બાબતે રિપોર્ટ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો