અમેરિકાના મિસિસિપ્પીમાં વિનાશક વાવાઝોડુ, 160 કિ.મીની ઝડપે આવેલા ચક્રવાતે 24નો ભોગ લીધો


તા. 25 માર્ચ 2023, શનિવાર

અમેરિકાના દક્ષિણી રાજ્ય મિસિસિપીમા આજે રાત્રે આવેલા વિનાશકારી તોફાન અને આંધીએ ભારે તબાહી મચાવી છે. જેનાથી હાલમા મળતા સમાચાર પ્રમાણે 23 લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયાના સમાચાર છે. 

100 માઈલ (160 કિમી)  સુધી તબાહી મચાવી હતી
આ ઘટનાના પગલે રાજ્યમાં ઈમરજન્સીએ મેનેજમેન્ટે જણાવતા કહ્યુ કે 100 માઈલ (160 કિમી)  સુધી તબાહી મચાવી હતી. એજન્સીએ ટ્વીટ કરતા જણાવ્યા પ્રમાણે પશ્ચિમી મિસિસિપીમાં 200 લોકોને વધુ નુકસાન પહોચાડ્યુ હતુ. તોફાન બાદ જીવતા લોકોના શોધવા માટે એક રેસક્યુ ટીમ બનાવવામાં આવી છે. અહીથી 4 લોકો ગુમ થયેલા છે. 

વાવાઝોડાને કારણે 1.4 મિલિયનથી વધુ ઘરો અને ઉદ્યોગોમાં વીજળી ગુલ 

અહેવાલો અનુસાર, વિનાશક વાવાઝોડાને કારણે 1.4 મિલિયનથી વધુ ઘરો અને ઉદ્યોગોમાં વીજળી ગુલ થઇ હતી. વીજળીમાં વિક્ષેપ ન પડે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા શિયાળાના મહિનાઓમાં દક્ષિણ અમેરિકામાં ખતરનાક તોફાનો વારંવાર આવે છે, કારણ કે મેક્સિકોના અખાતમાંથી ગરમ, ભેજવાળી હવા વધે છે અને ઠંડી હવા સાથે અથડાય છે.

1700ની વસ્તીવાળું શહેર રોલિંગ ફોર્ક તબાહ થઈ ગયું

રીપોર્ટ પ્રમાણે 1700 લોકોની વસ્તી વાળા શહેર રોલિંગ ફોર્કમાં પણ રેસ્ક્યૂ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ચક્રવાતની ચપેટમાં આવવાથી અહીં પણ મોટું નુકસાન થયું છે. સ્થાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ નાનું અને રમણીય શહેર હતું જે હવે તબાહ થઈ ગયું છે. યુનાઈટેડ કૈજુન નેવીના અધ્યક્ષ ટોડ ટેરેલને આ આપદાને લઈને કહ્યું કે, રોલિંગ ફોર્કમાં સૌથી વધુ તબાહી થઈ છે. ઓબ્ઝર્બવર તરફથી હવામાન વિભાગને 24 રિપોર્ટ શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે સોંપવામાં આવ્યા હતાં. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ચક્રવાતની સૌથી વધુ અસર મિસિસિપ્પી ઉત્તરના પશ્ચિમ તરફ રાજ્યના કેન્દ્રથી મધ્યભાગ તથા અલાબામા પર થઈ છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે