રાજસ્થાનના પોખરણમાં સૈન્ય અભ્યાસ દરમિયાન ૩ મિસાઈલો મિસફાયર થઈ, 2નો કાટમાળ મળ્યો, 1 ગુમ

image : Twitter


રાજસ્થાનના જેસલમેરમાં સૈન્યના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં મિસાઈલ મિસફાયર થયાનો મામલો સામે આવ્યો છે. માહિતી અનુસાર શુક્રવારે સૈન્ય અભ્યાસ દરમિયાન ત્રણ મિસાઈલો મિસફાયર થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિના નુકસાનના અહેવાલ મળ્યા નથી. 

ડિફેન્સ પ્રવક્તાએ આપી માહિતી 

મિસફાયર થયેલી મિસાઈલોમાંથી બેનો કાટમાળ મળી આવ્યો છે પણ એક મિસાઈલ હજુ ગુમ છે. ડિફેન્સ પ્રવક્તા અમિતાભ શર્માએ આ ઘટનાની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું કે પીએફએફઆરમાં વાર્ષિક ફીલ્ડ ફાયરિંગ કરતા એક યૂનિટ દ્વારા મિસાઈલ મિસફાયર થવાની માહિતી મળી હતી. 

મિસાઈલો હવામાં જ સુરક્ષિત રીતે નષ્ટ થઈ 

જોકે મિસાઈલ આકાશમાં જ સુરક્ષિત રીતે નષ્ટ થઈ ગઈ અને કાટમાળ આજુબાજુના ખેતરોમાં પડ્યો. આ ઘટનામાં કોઈપણ જવાન અને સંપત્તિને નુકસાન થયું નથી. આ મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો