આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ હેક : રશિયન હેકર્સનું કારસ્તાન, તપાસ અભિયાન શરૂ
નવી દિલ્હી, તા.16 માર્ચ-2023, ગુરુવાર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ હેક થઈ હોવાનું સામે આવ્યું છે, જે અંગે મંત્રાલયે ભારતીય કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને તપાસ શરૂ કરવા કહ્યું છે. અગાઉ ક્લાઉટ એસઈકેએ દાવો કર્યો હતો કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટને રશિયન હેકર્સે નિશાન બનાવી હતી. અગાઉ દિલ્હી AIIMS પર સાયબર એટેક થયો હતો. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, મંત્રાલયની વેબસાઈટને રશિયન હેકર્સે નિશાન બનાવી હતી.
આરોગ્ય મંત્રાલયના પોર્ટ સાથે છેડછાડ
એઆઈ સંચાલિત સાયબર સુરક્ષા કંપનીનો દાવો છે કે, રશિયા સમર્થક હેકર ગ્રુપ ફીનિક્સે કથિત રીતે HMIS પોર્ટલ સાથે છેડછાડ કરી છે અને દેશની તમામ હોસ્પિટલોના સ્ટાફ અને મુખ્ય ડોક્ટરોના ડેટાને અસર પહોંચાડી છે. એવું મનાઈ રહ્યું છે કે, હેકર્સે ઓઈલ પ્રાઈસ રેન્જ પર ભારતની સમજૂતી અને રશિયા-યૂક્રેન યુદ્ધને લઈને G20ના પ્રતિબંધોના પરિણામે વેબસાઈટને નિશાન બનાવાઈ છે. ક્લાઉડ એસઈકે અનુસાર સાયબર હુમલાનું કારણ રશિયન ફેડરેશન સામે લદાયેલા પ્રતિબંધો હોઈ શકે છે, જેમાં ભારતીય અધિકારીઓએ પ્રતિબંધોનું ઉલ્લંઘન ન કરવાનો ઉપરાંત G7 દેશો દ્વારા મંજૂર કરાયેલ રશિયન ઓઈલ પ્રાઈસ રેન્જનું પાલન કરવાનો નિર્ણય લીધો હતો.
હેકર્સ તમામ હોસ્પિટલોના કર્મીઓ, મુખ્ય ડોક્ટરોના ડેટા સુધી પહોંચી ગયા
ક્લાઉડ એક્સના સાયબર નિષ્ણાતોનો દાવો છે કે, વેબસાઈટને રશિયન હેકર્સના ગ્રૂપ ફોનિક્સ દ્વારા નિશાન બનાવાઈ છે. આ હેકીંગ દ્વારા હેકર્સ દેશની તમામ હોસ્પિટલોના કર્મચારીઓ અને મુખ્ય ડોક્ટરોના ડેટા સુધી પહોંચી ગયા છે. ક્લાઉડએસઈકે જણાવ્યું કે, ફીનિક્સ જાન્યુઆરી 2022થી સક્રિય છે. આ ગ્રૂપ મુખ્યરૂપે માત્ર હોસ્પિટલોને જ ટાર્ગેટ કરે છે. અમેરિકી સૈન્ય અને સ્પેનિશ વિદેશ મંત્રાલયને સેવા આપતી આરોગ્ય સંસ્થાની વેબસાઈટ પર હુમલા પાછળ પણ આ જૂથનો હાથ હતો.
Comments
Post a Comment