VIDEO : લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર ખાલિસ્તાન સમર્થકોનું હિંસક પ્રદર્શન, સુરક્ષા કર્મચારીઓ પર શાહી ફેંકી

લંડન, તા.22 માર્ચ-2023, બુધવાર

તાજેતરમાં જ 19 માર્ચે ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો પ્રયાસ કરી ભારતીય તિરંગાનું અપમાન કર્યું હતું. આજે ફરી ખાલીસ્તાની સમર્થકોએ ગંભીર કરતુતો કરી છે. ખાલિસ્તાન સમર્થકો લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હિંસક પ્રદર્શન કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં સમર્થકો દ્વારા સુરક્ષા કર્મચારીઓ પર શાહી ફેંકવાની પણ ઘટના બની છે. અહીં ખાલિસ્તાની સમર્થકો દ્વારા બેરિકેડ તોડવાનો પણ પ્રયાસ કરાયો છે. અગાઉ પણ ખાલિસ્તાન સમર્થકોએ આવું જ હિંસક પ્રદર્શન કર્યું હતું. આ ઘટના પરથી લાગી રહ્યું છે કે, એક નિશ્ચિત ષડયંત્ર હેઠળ ભારત વિરુદ્ધ પ્રચાર કરાઈ રહ્યો છે.

જ્યારથી ભારતમાં અમૃતપાલ સામે પંજાબ પોલીસ પડી છે, ત્યારથી અમેરિકા, કેનેડા અને લંડનમાં ખાલિસ્તાની સમર્થકો સક્રિય થઈ ગયા છે. ખાલિસ્તાની સમર્થકો દ્વારા લતત પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર પર પણ એક નિશ્ચિત વ્યૂહરચના હેઠળ કેટલાક હેશટેગ વાયરલ કરાઈ રહ્યા છે. તેમના ખાલિસ્તાન અભિયાનને લોકોનું સમર્થન મળી રહ્યું હોય તેવું બતાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આજે ફરી ખાલિસ્તાની સમર્થકોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનને નિશાન બનાવ્યું છે અને ભારતીય હાઈ કમિશનની બહાર આ હંગામો કરી રહ્યા છે. સમર્થકો દ્વારા હાઈ કમિશન તરફ પાણીની બોટલો પણ ફેંકવામાં આવી છે.

ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય તિરંગાનું કર્યું હતું અપમાન

19 માર્ચે ખાલિસ્તાની બદમાશોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન હાઈ કમિશનની બહાર ભારે હોબાળો થયો હતો અને અહીં ભારતીય તિરંગાનું અપમાન કરાયું હતું. ખાલિસ્તાનીઓએ ભારતીય તિરંગાની જગ્યાએ પોતાનો પીળા રંગનો ધ્વજ લગાવી દીધો હતો. અહેવાલો મુજબ, આ સમગ્ર ઘટના પાછળ અવતાર સિંહ ખાંડાનો હાથ છે અને આ મામલે લંડન પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ખાંડાએ હાઈ કમિશનના પહેલા માળે લગાવેલા ભારતીય ત્રિરંગો નિકાળી નીચે ફેંકી દીધો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે, ખાંડાએ જ વારિસ પંજાબ-દેના ચીફ અમૃતપાલ સિંહને ટ્રેનિંગ આપી હતી, જેની તપાસમાં પોલીસ આમ-તેમ દોડી રહી છે. અવતાર સિંહ ખાંડા ખૂબ જ ખતરનાક છે. અવતાર ખાલિસ્તાની લિબરેશન ફોર્સ સાથે સંકળાયેલા કુલવંત સિંહ ખુખરાનાનો પુત્ર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે