ISROએ ફરી ઈતિહાસ રચ્યો, ભારતના સૌથી મોટા LVM3 રોકેટ સાથે 36 ઉપગ્રહોને સફળતાપૂર્વક લોન્ચ કર્યા
અમદાવાદ, 26 માર્ચ 2023, રવિવાર
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી આજે બ્રિટિશ કંપનીના ઉપગ્રહો વહન કરતા ઈસરોના LVM3 પ્રક્ષેપણ વાહને એક સાથે 36 ઉપગ્રહો સફળતાપૂર્વક લોન્ચ કર્યા. આ પોતાનામાં એક રેકોર્ડ છે. બ્રિટનની વનવેબ ગ્રૂપ કંપનીએ 72 સેટેલાઇટ લોન્ચ કરવા માટે ISROની વ્યાપારી શાખા ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડ સાથે જોડાણ કર્યું હતું.
આ ઉપગ્રહોને આજે 9 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર રીતે 643 ટન વજન અને 43.5 મીટર લાંબુ આ લોન્ચ વાહન ISROનું સૌથી ભારે લોન્ચ વાહન છે જેણે ચંદ્રયાન-2 મિશન સહિત અત્યાર સુધીમાં પાંચ સફળ ઉડાન પૂર્ણ કરી છે. આ 36 ઉપગ્રહોનું વજન 5805 ટન છે.
ISROના સુત્રોએ જણાવ્યું કે વર્તમાન મિશન LVM3-M3એ ન્યૂસ્પેસ ઇન્ડિયા લિમિટેડનું બીજું સમર્પિત કોમર્શિયલ સેટેલાઇટ મિશન છે, જે બ્રિટિશ કંપની M/s નેટવર્ક એક્સેસ એસોસિએટ્સ લિમિટેડ માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. LVM-3 એ ISROના સૌથી ભારે પ્રક્ષેપણ વાહન GSLVMK-3નું નવું નામ છે જે સૌથી ભારે ઉપગ્રહોને નિશ્ચિત ભ્રમણકક્ષામાં લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે.
Comments
Post a Comment