કોંગ્રેસ કર્ણાટકને પોતાના ખિસ્સા ભરવાનું ATM માને છે, ભાજપ વિકાસ માટે કામ કરે છે: PM મોદી
કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી સરકારની વાપસી માટે મજબૂત રીતે મેદાનમાં ઉતરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યના લોકોને પાર્ટીને સંપૂર્ણ બહુમતી આપીને સરકાર બનાવવાની અપીલ કરી હતી. આ રાજ્યમાં મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઝડપી વિકાસને સમયની જરૂરિયાત ગણાવતા, તેમણે કર્ણાટકના લોકોને રાજ્યને "ચાલકીભર્યા રાજકારણ"થી દૂર રહેવા માટે આગ્રહ કર્યો હતો. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ભાજપ રાજ્યને વિકસિત ભારતનું પ્રેરક બળ બનવા માંગે છે, જ્યારે કોંગ્રેસ તેને "તેના નેતાઓની તિજોરી ભરવા માટે ATM" તરીકે જુએ છે.
Karnataka wants BJP! pic.twitter.com/urdkPNd628
— Narendra Modi (@narendramodi) March 25, 2023
કર્ણાટકના ઝડપી વિકાસ માટે, ભાજપને સંપૂર્ણ બહુમતી અને સ્થિર સરકારની જરૂર
મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં અવસરવાદી અને સ્વાર્થી ગઠબંધન વળી સરકારોને લાંબા સમયગાળાથી જોઈ છે. આવી સરકારોને કારણે કર્ણાટકને નુકસાન થયું છે. તેથી, કર્ણાટકના ઝડપી વિકાસ માટે, ભાજપને સંપૂર્ણ બહુમતી અને સ્થિર સરકારની જરૂર છે."
કર્ણાટકને ચાલાકીવાળી રાજનીતિમાંથી બહારની જરૂર
મોદીએ કહ્યું કે, "પહેલું કામ કર્ણાટકને ચાલાકીવાળી રાજનીતિમાંથી બહાર લાવવાનું અને તેને ઝડપી ગતિએ આગળ વધારવાનું હોવું જોઈએ." વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની રાજ્યવ્યાપી 'વિજય સંકલ્પ યાત્રા'ના સમાપન પ્રસંગે આયોજિત રેલીમાં મોદીએ લોકોને પૂછ્યું કે શું તેઓ ઈચ્છે છે કે તેઓ તેમની અને કર્ણાટકની સેવા કરે. તેમણે કહ્યું, "જો મારે તમારી સેવા કરવી હોય અને તમારા માટે કંઈક કરવું હોય, તો મારે કર્ણાટકમાં ભાજપની મજબૂત સરકારની જરૂર છે, અને તમારે ભાજપને જીતાડીને તેની મજબૂત સરકાર લાવવી પડશે."
Comments
Post a Comment