આ ઉનાળામાં હીટવેવથી માણસની ગરમી સહન કરવાની ક્ષમતાની કસોટી થશે


- ફેબ્રુઆરી મહિનો 122 વર્ષમાં સૌથી ગરમ રહ્યો : હવામાન વિભાગ

- આ વખતનો ઉનાળો અત્યંત આકરો હશે : ભારતમાં આગામી સપ્તાહોમાં અસહ્ય ગરમીથી ઘરની બહાર નીકળવું આકરું થશે

નવી દિલ્હી : ભારત વિશ્વમાં વસ્તીની રીતે સૌથી મોટો દેશ બનવાની તૈયારીમાં છે, પરંતુ સતત વધી રહેલા હીટ વેવના લીધે ભારતમાં માનવ સભ્યતા ભયમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મૌસમ કચેરીએ જણાવ્યું હતું કે ભારતમાં ૧૯૦૧ પછી ૨૦૨૩નો ફેબ્રુઆરી મહિનો  સૌથી ગરમ મહિનો રહ્યોં છે.  આ અત્યંત ચિંતાનો વિષય છે. તેથી શંકા છે કે ગયા વર્ષની ગરમીની વિક્રમજનક લહેરનું પુનરાવર્તન આ વર્ષે પણ દેખવામાં આવશે.ગયા વર્ષે ગરમીના લીધે પાકને ખાસ્સુ નુકસાન ગયું હતું. 

ગયા વર્ષે લગભગ ૫૦ ડિગ્રી સેલ્સિયસ (૧૨૨ ફેરનહીટ) સુધી તાપમાન પહોંચી ગયું હતું. આ તાપમાન કોઈપણ સ્થિતિમાં અસહ્યનીય હોય છે. અહેવાલ મુજબ ભારતમાં આ ગરમી સતત વધતી જનસંખ્યાના લીધે વધુ અસહ્યનીય થઈ રહી છે. યુનિવર્સિટી ઓફ રીડિંગના એક ક્લાઇમેટ ચેન્જ વૈજ્ઞાાનિક કીરન હંટે જણાવ્યું હતું કે ભારત સામાન્ય રીતે સહારા જેવા ગરમ સ્થળોની તુલનાએ ભેજવાળુ છે. તેનો અર્થ એમ થાય છે કે પરસેવાના લીધે ગરમીથી બચવાની શક્યતા ઘણી ઓછી રહે છે. 

વિશ્વ બેન્કના અહેવાલ મુજબ ભારત વિશ્વના તે સ્થાનોમાં એક સ્થાન બની શકે છે જ્યાં વેટ-બલ્બનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. અહેવાલના લેખકોમાં એક આભાસ ઝાએ જણાવ્યું હતું કે ભારત વિશ્વભરના તે સ્થળોમાં એક બની શકે છે જ્યાં વેટ-બલ્બનું તાપમાન ૩૫ ડિગ્રીને વટાવી શકે છે. 

વર્લ્ડ બેન્કના એક અન્ય રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ એટલે કે વિશ્વમાં આગામી સમયમાં જબરજસ્ત તોફાન આવી શકે છે. ભારતમાં ગરમીની એટલી બધી તીવ્રતા હશે કે તે પોતાની મહત્તમ મર્યાદાને અતિક્રમી જશે. આગામી સમયમાં આવનારી હીટવેવના લીધે ભારતમાં અત્યત ખરાબ સ્થિતિ હશે. કોઈ સહન જ ન કરી શકે તેવો હીટવેવ આવશે. આમ ક્લાઇમેટ ચેન્જની આગાહી મુજબ ભારતમાં ૨૦૩૬થી ૨૦૬૫ સુધી ગરમીનુ પ્રચંડરૂપ જોવા મળશે. 

આ નુકસાન નીવારવા માટે આપણે નીતિગત સ્તરે પગલાં લેતા શહેરમાં ગ્રીન ઝોન ઊબા કરવા જોઈએ, જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવું જોઈએ. બિલ્ડિંગની ડિઝાઇનો વધારે વેન્ટિલેશનવાળી બનાવવી જોઈએ તથા બિલ્ડિંગો વધારે ઝડપથી ગરમ થઈ જાય તેવા ન હોવા જોઈએ. ઊર્જાનો ઓછો વપરાશ કરતાં કૂલિંગ યુનિટ બનાવવા જોઈએ. વૃક્ષો વાવવાનું પ્રમાણ વધારવું જોઈએ. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે