ગુજરાતની તમામ જેલોમાં મેગા સર્ચ ઓપરેશન


- 1700 પોલીસનો કાફલો રાત્રે 17 જેલ પર ત્રાટક્યો : ઢગલાબંધ વાંધાજનક ચીજો જપ્ત

- તપાસમાં અનેક 19 મોબાઇલ ફોન, 10 ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુ અને 3 જગ્યાએ ગાંજા જેવા માદક પદાર્થો પણ મળ્યા 

- તમામ પોલીસ અધિકારીઓ અને સ્ટાફને છેલ્લે સુધી જેલ સર્ચ ઓપરેશન અજાણ રખાયા

ગાંધીનગર : ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે તમામ જેલોમાં ૧૭૦૦ જેટલા પોલીસ કર્મચારીઓને સાથે  મેગા સર્ચ ઓપરેશન શુક્રવારે રાત્રે હાથ ધરાયું હતું. ગૃહરાજ્યમંત્રી, ડીજીપી અને ગુજરાત જેલના વડા સહિતના અધિકારીઓએ શુક્રવારે સાંજે રાજ્યના તમામ જિલ્લા-શહેરના એસપીને પોલીસ સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવાની સુચના આપવામાં આવી હતી. જે બાદ રાતના તમામને એકસાથે જેલમાં મેગા સર્ચ ઓપરેશનની સુચના આપવામાં આવી હતી. જેમાં આખી રાત ચાલેલા સર્ચ ઓપરેશનમાં કેફી દ્રવ્યો, ૧૯ મોબાઇલ ફોન, ઘાતક હથિયારો સહિત અનેક વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી હતી. 

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે સાંજે ડીજીપી વિકાસ સહાયની ઓફિસ પર પહોંચ્યા હતા. જ્યાં ડીજીપી વિકાસ સહાય, રાજ્ય જેલના  વડા કે એલ એન રાવ અને કાયદો-વ્યવસ્થા વિભાગના વડાને સાથે રાખીને  અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, કચ્છ સહિતના કુલ ૧૭ જિલ્લાઓમાં પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સથી મીટીંગ યોજી હતી. જેમાં તમામ અધિકારીઓને ક્રાઇમબ્રાંચ, એસઓજી અને સહિતના સ્ટાફને સ્ટેન્ડ ટુ રહેવા માટે સુચના આપવામાં આવી હતી. શરૂઆતમાં તમામ અધિકારીઓને મોટા કોમ્બીંગ પેટ્રોલીંગની આશંકા હતી. પરંતુ, રાતના નવ વાગે અચાનક તમામને તેમના જિલ્લા અને શહેરોમાં આવેલી જેલમાં સર્ચ ઓપરેશન કરવા માટે સુચના આપી હતી. જેમાં પોલીસના બોડીવોર્ન કેમેરા સાથે જવા માટે સુચના આપવામાં આવી હતી. આમ ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ૧૭૦૦ જેટલા પોલીસ અધિકારી- કર્મચારીઓએ સ્ટઇક કરી તમામ જેલોમાં મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

જેમાં રાજ્યની મહત્વની જેલો પૈકી સાબરમતી, (અમદાવાદ), વડોદરા, રાજકોટ અને લોજપોર જેલ (સુરત) મળી ૪ મધ્યસ્થ જેલ ઉપરાંત ૧૧ જીલ્લા જેલ અને પાલારા તેમજ ગળપાદર (કચ્છ)ની ખાસ જેલ મળી કુલ ૧૭ જેલોમાં પોલીસ તંત્રની અલગ અલગ ટીમ બનાવી ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમ્યાન, મોટી જેલોમાં સવાર સુધી સર્ચ ચાલ્યું હતું. રાજ્યની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓની બદી નાબુદ કરવાની આ મુહીમ અંતર્ગત સર્ચ ઓપરેશનમાં ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક વસ્તુઓ, ૫૧૯ ધુમ્રપાનને લગતી વસ્તુઓ અને ૩ માદક પદાર્થો મળી આવ્યા છે. આ દરોડામાં સાબરમતી સેન્ટ્લ જેલમાંથી છોટા ચક્કરમાંથી અકરમ અબ્દુલ શેખ પાસેથી ગાંજાની ૪૦ જેટલી નાની પકીડી મળીઓ મળી આવી હતી. જેનું વેચાણ તે જેલમાં જ કરતો હતો. આ અંગે તેના વિરૂદ્વ એનડીપીએસનો ગુનો નોંધવામાં આવ્યો છે. 

દરોડાની કાર્યવાહી બાદ આ અંગે ગૃહવિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેના આધારે આગામી સમયમાં મોટાપાયેે કાર્યવાહી કરવામાં આવશે.

જેલના ભ્રષ્ટ્રાચારના મૂળિયામાં તંત્રની બેધારી નીતિ જવાબદાર

સાબરમતી જેલમાં જ કેદીઓ દ્વારા ગાંજાનો વેપાર કરવામાં આવતો હતો

- ગુજરાતની અન્ય જેલોમાં પણ સ્ટાફની મિલીભગતથી કેદીઓને સગવડો અપાઇ રહી છે

ગાંધીનગરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બાદ શુક્રવારે રાત્રે રાજ્યની ૧૭ જેલમાં હાથ ધરવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશનમાં  અનેક ચોંકાવનારી વિગતો સાથે જેલમાં ચાલતા ભ્રષ્ટ્રાચારની  પોલ પણ વધુ એકવાર ખુલી પડી હતી. જેમાં સાબરમતી જેલમાંથી એક કેદી પાસેથી ગાંજાની ૪૦ જેટલી પડીકી મળી આવી હતી. જે કેદીઓને વેચાણ કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જ્યારે સુરતની લાજપોર જેલમાં  સર્ચ ઓપરેશનમાં અડચણ ઉભી કરવામાં માટે ટયુબલાઇટ તોડીને બેરેકમાં અંધારા કરી દીધા હતા. આ ઉપરાંતસ, રાજકોટ જેલમાં રાજકીય પીઠબળ ધરાવતા કેદીઓને વિશેષ રીતે સાચવવામાં આવતા હોવાની બાબત પણ સામે આવી હતી. ત્યારે ગૃહ વિભાગ આ મામલે આગામી દિવસોમાં મોટાપાયે જેલ સ્ટાફની બદલી કરવાની સાથે કેટલાંક અધિકારીઓ સામે તપાસના આદેશ પણ આપી શકે છે.

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર એક સાથે ૧૭ જેલમાં ૧૭૦૦ જેટલા પોલીસ કર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં અત્યાર સુધીના સૌથી મોટા મેગા સર્ચ ઓપરેશનમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં સાબરમતી સેન્ટ્લ જેલમાં લગભગ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત ૪૦૦થી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અકરમ અબ્દુલ શેખ નામના કેદી અને જેલમાં સજા ભોગવતા તેમના મળતિયાઓ પાસેથી ગાંજાની ૪૦ પડીકી મળી આવ્યાનું જાણવા મળ્યું છે. અકરમ શેખ નામનો કેદી જેલમાં ગાંજાની પકીડીઓનો વેપાર કરતો હોવાની વાત પણ તપાસમાં ખુલી છે. જ્યારે બ્લેડ, છરી જેવા ઘાતક હથિયારો પણ સાબરમતી જેલમાંથી મળ્યા હતા. સવારે સાત વાગ્યા સુધી ચાલેલા મેગા સર્ચ ઓપરેેશનમાં અનેક કેદીઓની શંકાસ્પદ હિલચાલ જોવા મળતા એસઓજી અને ક્રાઇમબ્રાંચના સ્ટાફ દ્વારા તેમની પુછપરછ હાથ ધરવામાં આવશે. આ સાથે સાબરમતી જેલના સ્ટાફની કેદીઓ સાથેની મિલીભગત પણ સામે આવી છે. જે અંગે પણ તપાસ કરવાનો આદેશ  કરાયો છે. ખાસ કરીને આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા અનેક કેદીઓ સાબરમતી જેલમાં સજા કાપતા હોવાથી આ જેલ માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશમાં સૌથી સંવેદનશીલ જેલની કેટેગરીમાં આવે છે.

જ્યારે સુરત લાજપોર જેલમાં સર્ચ ઓપરેશનની કામગીરી દરમિયાન બે થી ત્રણ બેરેકમાં કેદીઓઓ પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાના ઇરાદે બેરેકની ટયુબલાઇટો તોડીને તમાકુની પડીકી સહિતની ચીજવસ્તુઓ રફેદફે કરી દીધી હતી.  આ ઉપરાત, વડોદરામાં મોબાઇલ ફોન અને તંમાકુની પડીકી મળી આવી હતી.

રાજકોટ જેલ સામાન્ય રીતે પોલીટીકલ માફિયાઓ માટે સૌથી સુરક્ષિત જેલ ગણવામાં આવે છે. જેમાં અનેકવાર રાજકીય પીઠબળ ધરાવતા કેદીઓને તમામ સગવડો આપવામાં આવતી હૌવાના કિસ્સાઓ બહાર આવી ચુક્યા છે. ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં પોલીસને કેદીઓને તેમની બેરેકના બદલે અન્ય બેરેકમાં આરામ કરતા જોવા મળ્યા હતા. જે અંગે પોલીસે રિપોર્ટ કર્યો છે.  જ્યારે ભૂજની જેલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી  અબજો રૂપિયા ડ્રગ્સની હેેરફેર કરનારા કેદીઓ તેમજ ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરનારા પાકિસ્તાનીઓ ેછે. ત્યારે ભૂજ જેલમાંથી મળી આવેલા મોબાઇલ ફોનથી આંતરરાષ્ટ્રીય કોલ થયાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, ભાવનગર, જામનગર , જુનાગઢ સહિતની જેલોમાં પણ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી હતી. ત્યારે આ મેગા સર્ચ ઓપરેશનના રિપોર્ટ બાદ આગામી દિવસોમાં રાજ્યના જેલ વિભાગમાં મોટાપાયે બદલીઓ થવાની શક્યતા છે.

જેલના સ્ટાફ દ્વારા હપતાખોરી કરીને બહારથી બેરોકટોક રીતે વાંધાજનક ચીજવસ્તુઓ ઘુસાડવામાં આવે છે. ત્યારે જેલમાં સર્ચ ઓપરેશન ઉપરાંત, ભ્રષ્ટ્રાચાર કરતા સ્ટાફ સામે આકરી કાયવાહી થાય તે જરૂરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો