આર્જેન્ટિના અને ચિલીમાં આવ્યા ભૂકંપના ભારે આંચકા, બંને જગ્યાએ તીવ્રતા 6.5ની નજીક રહી
image : envato |
આર્જેન્ટિનામાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સરવેએ ભૂકંપની પુષ્ટી કરી હતી. યુએસ જિયોલોજિકલ સરવેએ આર્જેન્ટિનાના સેન એન્ટોનિયો ડી લોસ કોબરેસના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 84 કિમીના અંતરે 6.5ની તીવ્રતાવાળા ભૂકંપની માહિતી આપી હતી. હાલ યુએસજીએસએ ભૂકંપથી કોઈપણ પ્રકારની જાનહાનિના અહેવાલ આપ્યા નથી.
ચિલીમાં પણ ધરા ધ્રૂજી
સેન એન્ટોનિયો ડી લોસ કોબેસ ઉત્તર પશ્ચિમી આર્જેન્ટિનામાં એક નાનકડું શહેર છે. યુએસજીએસની માહિતી અનુસાર ભૂકંપ બુધવારે આર્જેન્ટિનાના સેન એન્ટોનિયો ડી લોસ કોબરેસમાં 21:30:31 (UTC+05:30) વાગ્યે આવ્યું અને તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી 210 કિ.મી. ઊંડે હતું. જ્યારે બીજી બાજુ ચિલીના ઈક્વિપમાં પણ બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.3ની નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી હતી.
Comments
Post a Comment