અમેરિકામાં ગોળીબારની ઘટનામાં 3 બાળકો સહિત 7 લોકોના મોત, ફાયરિંગ કરનાર યુવતીને પોલીસે કરી ઠાર

Image : Twitter

અમદાવાદ, 28 માર્ચ 2023, મંગળવાર

અમેરિકામાં ફરી એકવાર સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી છે.  એક સ્કૂલમાં ગોળીઓ ચલાવવાની ઘટના બની છે. ઘટના નેશવિલ ક્રિશ્ચિયન સ્કૂલની છે. આ ગોળીબારની ઘટનામાં અત્યાર સુધી સાત લોકોના મોત થયાના સમાચાર છે.

અમેરિકમાં છેલ્લા ઘણા વખતથી ગોળીબારની ઘટના બની રહી છે. આ ગોળીબારની ઘટના બંધ થવાનુ નામ નથી લઈ રહી ત્યારે વધુ એક ગોળીબારની ઘટના બની હતી જેમાં ત્રણ બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા. આ ઘટનાની મળતી વિગત મુજબ હુમલાખોર યુવતી હતી. શંકાસ્પદ વ્યક્તિ બાજુના દરવાજાના પ્રવેશદ્વાર દ્વારા બિલ્ડિંગમાં પ્રવેશી હતી. પોલીસે તેને બીજા માળે ઘેરી લીધી હતી. પોલીસે જવાબી કાર્યવાહીમાં તેને ઠાર કરી દીધો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હુમલાખોરે ગઈકાલે ટેનેસીના નેશવિલેની એક સ્કૂલમાં ગોળીબાર કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ ઘણા લોકો ગોળીઓની ઝપેટમાં આવી ગયા હતા. ઘણા લોકો માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે.

ગોળીબારની ઘટના રાષ્ટ્રની આત્માને ઠેસ પહોંચાડે છે : જો બાઈડન

શાળામાં ગોળીબારની ઘટના પર ચિંતા વ્યક્ત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગોળીબારની ઘટનાને રોગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમેરિકાએ ગોળીબારની હિંસા રોકવા માટે વધુ મજબૂત પગલાં લેવાની જરૂર છે. બાઈડને ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકામાં ગોળીબારની હિંસા રાષ્ટ્રની આત્માને નુકસાન પહોંચાડી રહી છે.  રાષ્ટ્રપતિએ યુએસ કોંગ્રેસને હથિયારો પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે