કોંગ્રેસે યોજેલી વિપક્ષોની ડિનર પાર્ટીનો ઉદ્ધવએ કર્યો બહિષ્કાર : સાવરક મુદ્દે મહા વિકાસ અઘાડીમાં પડ્યા બે ભાગ

નવી દિલ્હી, તા.27 માર્ચ-2023, સોમવાર

સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના અપમાન મામલે ઉદ્ધવ ઠાકરે જૂથે કોંગ્રેસની ડિનર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યા બાદ કોંગ્રેસ ભાજપ સરકાર પર હુમલો કરી રહી છે. આ જ બાબતને લઈ કોંગ્રેસે રવિવારે એક દિવસીય સંકલ્પ સત્યાગ્રહનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત આજે તમામ વિપક્ષી નેતાઓ કાળા કપડા પહેરીને સંસદ પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ આજે રાત્રે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ વિપક્ષી પક્ષોના સાંસદો માટે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. જોકે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ આ ડિનર પાર્ટીનો બહિષ્કાર કર્યો છે, ઠાકરે જુથનો કોઈપણ નેતા ડિનર પાર્ટીમાં નહીં જાય... ઉદ્ધવ ઠાકરે શિવસેનાના નેતા સાંસદ સંજય રાઉતે આ બાબતની પુષ્ટી કરી છે...

સાવરકર અંગે રાહુલે કર્યું હતું નિવેદન

સંજય રાઉતે કહ્યું કે, રાહુલ ગાંધીએ સાવરકર અંગે કરેલા નિવેદન પર નારાજ થયેલા શિવસેના ઉદ્ધવ જૂથના સાંસદો આ ડિનરમાં સામેલ નહીં થાય.

મારું નામ ગાંધી છે : રાહુલ ગાંધી

સુરતની કોર્ટ દ્વારા મોદી અટક અંગે માનહાનિના કેસમાં ર વર્ષની સજાનો સામનો કર્યા બાદ સાંસદ પદ ગુમાવી ચૂકેલા રાહુલ ગાંધી પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું- મને સમર્થન કરવા માટે હું તમામ વિપક્ષી પાર્ટીઓનો આભાર માનું છું, અમે બધા સાથે મળીને કામ કરીશું. માફીના પ્રશ્ન પર તેમણે કહ્યું- ગાંધી ક્યારેય માફી માંગતા નથી. હું સાવરકર નથી.

રાહુલના નિવેદન બાદ ઉદ્ધવ થયા નારાજ

ઉધ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, વીર સાવરકર અમારા પૂજનીય છે  તેનું વારંવાર અપમાન ના કરો અમે સાંખી નહિં લઈએ. ઉધ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે  હું આજે  જાહેરમાં રાહુલ ગાંધીને કહું છું કે સ્વાતંત્ર્ય વીર  સાવરકર અમારા પૂજનીય છે. તેમનું અપમાન જરા પણ અમે સાંખી લઈશું નહિં. કારણ સાવરકર વિશે  ફક્ત વાંચી શકો છો. પરંતુ  તેમના સમયને યાદ કરો. તો તમને  ખબર પડશે કે  ચાફેકર ભાઈઓને ફાંસી અપાઈ હતી. ત્યારે  સ્વાતંત્ર્યવીર  સાવરકર ફક્ત પંદર વર્ષના હતા. ત્યારે  તેમણે અષ્ટભૂજા માતા પાસે સૌગંદ લીધા હતા. અંગ્રેજોને સામે મરીશ ત્યાં સુધી લડીશ. અથવા છત્રપતિ શિવાજી  મહારાજની  જેમ વિજયી થઈને માતૃભૂમિ માટે સ્વરાજ્યનો અભિષેક કરીશ, એવો  સાવરકરની વિચારધારા હતી.

ઠાકરેએ આપી ખુલ્લી ચેતવણી

ઉદ્ધવે રાહુલ ગાંધીને ચેતવણી આપતા કહ્યું હતું કે, વીર સાવરકર તેમના ભગવાન છે, સાવરકરનું અપમાન સહન કરાશે નહીં. ઠાકરેએ રાહુલ ગાંધીને ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું કે, તેમની પાર્ટી MVA મહાવિકાસ અઘાડીમાં સામેલ છે, કારણ કે તેઓ લોકશાહીની રક્ષા માટે ભાજપ સામે એક થઈ લડી રહ્યા છે. જો તમે સાથે મળી લડવા ઈચ્છતા હોવ તો એ સ્પષ્ટ છે કે, અમારા ભગવાનનું અપમાન સહન નહીં કરાય... ઉદ્ધવએ કહ્યું કે, સાવરકર વિરુદ્ધ એક લાઈન પણ સહન નહીં કરાય... અને આ જાહેર મંચ પર આ ખુલ્લી ચેતવણી છે.

વીર સાવરકરનું અપમાન કરવાનું બંધ કરો: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે વીર સાવરકરના અપમાનને લઈને રાજ્ય વિધાન પરિષદમાં વિપક્ષના નેતાઓ પર નિશાન સાધ્યુ હતું. અને કહ્યું કે, ભલે સ્વતંત્રતા સેનાનીને ભારત રત્ન ન મળે પરંતુ નેતાઓએ તમનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ. વિભિન્ન મહાપુરુષો પર કેટલાક નેતાઓ દ્વારા વાંધાજનક ટિપ્પણી મુદ્દે વિધાન પરિષદમાં થયેલા હંગામાં વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે આ નિવેદન આપ્યું છે. ઠાકરે જૂથના ધારાસભ્ય અનિલ પરબે વિધાન પરિષદમાં મહાપુરુષોની અવમાનનાનો મુદ્દો ઉઠાવ્યો અને તેના પર તેણે સત્તારુઢ બીજેપી અને શિંદે જૂથ પર નિશાન સાધ્યુ હતું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો