દુનિયાભરમાં અબજપતિઓની સંખ્યા 8% ઘટી, જુઓ કોની કેટલી સંપત્તિ ઘટી, કેટલું થયું નુકસાન

image : Twitter

/ Wikipedia 

વૈશ્વિક અર્થતંત્રમાં મંદીથી ચાલુ વર્ષે જ્યાં દુનિયાભરના અજબપતિઓની સંખ્યામાં 8 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ભારતમાં 16 નવા અબજપતિ બન્યા છે. આ 16માં ટોચે રાકેશ ઝુનઝુનવાલાનો પરિવાર છે. તેમના નિધન બાદથી તેમની પત્ની હાલના સમયે કારોબાર સંભાળે છે. 

કેટલા અબજપતિ વધ્યા? 

એમ૩એમ હુરુન ગ્લોબલ ધનિકોની યાદી અનુસાર  2023માં આખી દુનિયામાં 99 શહેરોના 18 ઉદ્યોગોથી 176 નવા અબજપતિ બન્યા. 2022માં કુલ 3,384 અબજપતિ દુનિયામાં હતા. 2023માં તેમની સંખ્યા ઘટીને 3,112 રહી ગઈ છે. આ તમામ 69 દેશોથી છે અને તે 2,356 કંપનીઓના માલિક છે. પાંચ વર્ષમાં ભારતીય ધનિકોની સંપત્તિ 360 અબજ ડૉલર વધી જે હોંગકોંગના જીડીપી સમાન છે. 

60 ટકા ઘટીને 53 અબજ ડૉલર રહી ગઈ અદાણીની સંપત્તિ 

અહેવાલ અનુસાર એમેઝોનના જેફ બેઝોસની સંપત્તિમાં ચાલુ વર્ષે 70 અબજ ડૉલરનો ઘટાડો થયો છે જે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને થયેલા નુકસાનથી વધારે છે. અદાણીની સંપત્તિ 28 અબજ ડૉલર ઘટીને 53 અબજ ડૉલર થઈ ચૂકી છે. તેમાં 60  ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલે કે દર અઠવાડિયે 3,000 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તેનાથી ધનિકોની યાદીમાં તે બીજા ક્રમેથી ગગડીને 23માં ક્રમે આવી ચૂક્યા છે. અંબાણીની સંપત્તિમાં 21 અબજ ડૉલરનો ઘટાડો નોંધાયો છે.

અબજપતિઓ અંગે શું છે સ્થિતિ? 

ભારતમાં કુલ 187 અબજપતિ રહે છે. જોકે ભારતીય મૂળના અબજપતિઓની વાત કરીએ તો કુલ 217 અબજપતિઓ છે. મુંબઈ- બેંગ્લુરુ અને નવી દિલ્હી ધનિકોની યાદીમાં દુનિયામાં ટોપ-25માં સામેલ છે. જ્યારે 69 નવા અબજપતિ સાથે ચીન દુનિયામાં ટોચે છે અને 26 નવા અબજપતિઓ સાથે અમેરિકા દુનિયામાં બ્રીજા ક્રમે છે. 

બેઝોસને સૌથી વધુ નુકસાન

નુકસાન કરનારા અબજપતિઓમાં જેફ બેઝોસ ટોચે પહોંચી ગયા છે અને તેમની સંપત્તિ 118 અબજ ડૉલર છે. જોકે 53  અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા અદાણી છઠ્ઠા અને 82 અબજ ડૉલરની સંપત્તિ ધરાવતા અંબાણી સાતમા ક્રમે છે. જ્યારે ટેસ્લાના ઈલોન મસ્કને  48 અબજ ડૉલર, સર્જી બ્રિજનને 44 અબજ ડૉલર અને લેરી પેજને 41 અબજ ડૉલરનું નુકસાન થયું છે. ડીમાર્ટના માલિક દામાણીની સંપત્તિમાં પણ 30%નો ઘટાડો થયો છે.તે ટોચના 100 ધનિકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો