મહાઠગ કિરણ પટેલ સાથે પુત્રનું નામ આવતા CM ઓફિસના PRO હિતેશ પંડ્યાનું 'ના'રાજીનામું
ગાંધીનગર, 24 માર્ચ 2023 શુક્રવાર
ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્રનું નામ મહાઠગ કિરણ પટેલના કેસમાં ચર્ચામાં આવતાં જ હિતેષ પંડ્યાની હકાલપટ્ટી કરાઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.હિતેશ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા સાથે કિરણ પટેલના વ્યવસાયિક સંબંધો હતા જેના કારણે સરકાર પર છાંટા ઉડતા હતા. જેથી હવે હિતેશ પંડ્યાની કરવામાં આવી છે જો કે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હિતેશ પંડ્યાએ જાતે જ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે.
ટાર્ગેટ કરવામાં આવ્યો એટલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું
હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, તેમણે સીએમ અને પીએમ ઓફિસની ઈમાનદારીથી સેવા કરી હતી. પરંતુ તેમના અને તેમના પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એટલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, હિતેષ પંડ્યાએ ગાંધીનગરમાં સરકારી બંગ્લો ખાલી કરી નાંખ્યો છે અને હાલમાં તેઓ પરિવાર સાથે શેલામાં રહે છે.
અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ
મુખ્યમંત્રી કાર્યાલયના પીઆરઓ હિતેષ પંડ્યાના પીઆરઓ હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા ભાજપના પ્રાથમિક સભ્ય છે. ભાજપે તેમની નિમણૂંક સોશિયલ મીડિયા સેલમાં કરી હતી. પરંતુ કિરણ પટેલનો વિવાદ બહાર આવતાં જ તેમાં અમિત પંડ્યાનું નામ ચર્ચાએ ચડતાં જ ભાજપે અમિત પંડ્યાને પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરીને સોશિયલ મીડિયા સેલમાંથી પણ દૂર કર્યા હતાં.
Comments
Post a Comment