Posts

Showing posts from July, 2024

ફરી વધ્યો તણાવ! ઈરાને મુખ્ય મસ્જિદ પર ફરકાવ્યો લાલ ઝંડો, ઈઝરાયલને આપી ખુલ્લી ધમકી

Image
Iran Raised Red flag: પોતાના દુશ્મનોને પૃથ્વીના ગમે તે ખૂણામાં જઈને મારી નાંખવા માટે ઈઝરાયલ જાણીતું છે, ત્યારે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આજે (31 જુલાઇ) ઇઝરાયલને મોટી સફળતા મળી છે. ઇઝરાયલે આજે ઇરાનની રાજધાની તેહરાનમાં ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાન (Masoud Pezeshkian)ના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આવેલા હમાસના પોલિટિકલ વિંગના વડા ઇસ્માઇલ હાનિયેહ (Ismail Haniyeh)ને હવાઇ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો છે.હાનિયેહની હત્યા હમાસ માટે મોટો ઝટકો છે. હવે ઇઝરાયલના આ હુમલા અંગે ઇરાન ઇઝરાયલ પર ભડક્યો છે. ઇરાને તેના દેશની મુખ્ય મસ્જિદ જામકરન મસ્જિદ પર લાલ ઝંડો ફરકાવી ઇઝરાયલને ધમકી આપી છે. આ ઝંડો બદલો લેવાનું પ્રતીક માનવામાં આવે છે, જે વધતા તણાવ વચ્ચે ઇઝરાયલ વિરૂદ્ધ સંભવિત જવાબી હુમલાનો સંકેત થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબરથી શરૂ થયેલો યુદ્ધ અત્યાર સુધી ચાલુ છે. 9 મહીનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાયલે અત્યારસુધી હમાસના ઘણા એવા આતંકીઓ અને કમાન્ડરોને ઠાર કર્યા છે, પરંતુ વડા ઇસ્માઇલ હાનિયેહ હમાસના પોલિટિકલ વિંગનો વડા હતો અને તે હમાસમાં...

વાયનાડમાં ભૂસ્ખલનથી 123નાં મોત, ચાર ગામનો સફાયો

Image
- મુંડકાઈમાં બચાવ કાર્ય શરૂ કરતાં 15 કલાક લાગ્યા, કેરળ સરકારે બે દિવસનો શોક જાહેર કર્યો - વાયનાડમાં 45 રાહત શિબિર બનાવાયા, 3600ને ખસેડાયા, પારા રેજિમેન્ટ હેઠળ કાલિકટમાં કંટ્રોલ સેન્ટર બનાવાયું, વરસાદના કારણે બચાવ કાર્યમાં અવરોધ - વડાપ્રધાન મોદીએ પીડિતોના પરિવારજનોને રૂ. બે લાખ, ઈજાગ્રસ્તોને રૂ. 50,000 વળતર જાહેર કર્યું - બચાવ કાર્ય માટે સૈન્યની ત્રણેય પાંખ, એમઆઈ-17 અને એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર, એનડીઆરએફના 400થી વધુ જવાનો તૈનાત વાયનાડ : દક્ષિણ ભારતનું સ્વર્ગ કેરળના વાયનાડમાં  મૂશળધાર વરસાદ પછી મંગળવારે સવારે ભૂસ્ખલન થતાં નૂલપુઝા, મુંડક્કાઈ, અટ્ટામલ અને ચૂરલમાલા ગામોમાં સેંકડો મકાનો દટાઈ ગયા હતા. આ કુદરતી આપદામાં ૧૨૩થી વધુ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૫૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે સેંકડો લોકો પર્વતના કાટમાળમાં દટાયા છે. અહીં બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને સૈન્ય સહિત અનેક એજન્સીઓને કામે લગાવાઈ છે. જોકે, ચાર કલાકના ટૂંકાગાળામાં ત્રણ ભૂસ્ખલન થવાથી બચાવ કાર્યમાં અવરોધો ઊભા થયા હતા. પીએમ મોદીએ બચાવ કાર્યની સમીક્ષા કરી હતી તથા પીડિતોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી. કુદરતી સૌંદ...

ચીનની નવી ચાલે ભારતનું વધાર્યું ટેન્શન, LAC પાસે પેંગોંગ લેક પર બનાવ્યો 400 મીટર લાંબો પુલ

Image
Image Source : Twitter (x) China's New Bridge Over Pangong Lake : ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ચીન પોતાની હરકતો ભૂલતું નથી. છેલ્લે ચીન સાથે પેંગોંગ વિસ્તારમાં થયેલી બબાલ હજુ પણ શાંત પડી નથી. ચીને LAC પાસે 400 મીટર લાંબા પુલનું નિર્માણકાર્ય પૂરું કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેટેલાઇટ ઈમેજમાં પેંગોગ લેક પર બનાવવામાં આવેલો આ પુલ સ્પષ્ટ જોઈ શકાય છે. આ પુલ પરથી હળવા વાહનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. આ પુલ 1958થી ચીનના કબજા હેઠળના વિસ્તારમાં આવેલો છે. આ બ્રીજ ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક તૈયાર કરાયો છે. આ પણ વાંચો : Microsoft Outage : માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી, લાખો યુઝર્સ હેરાન પુલના નિર્માણથી ચીની સૈનિકોને ફાયદો આ પુલના નિર્માણથી પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કાંઠા વચ્ચે ચીનના સૈનિકોને ઝડપથી આવન જાવન ક્ષમતા વધી જશે. આવી સ્થિતિમાં જો ભારત સાથે વિવાદ વધે તો ચીનને ફાયદો થઈ શકે. એક અહેવાલમાં ઇન્ટેલ લેબના સેટેલાઇટ ઇમેજ નિષ્ણાત અને સંશોધક ડેમિયન સિમોનને ટાંકીને જણાવ્યું હતું કે પેંગોંગ તળાવ પરનો નવો પુલ ચીની...

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા NDAમાં ખેંચતાણ! શિંદેના મિશન-100થી વધી ભાજપની ચિંતા

Image
Maharashtra Assembly Election : મહારાષ્ટ્રમાં આવનાર દિવસોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણીને લઈને તૈયાર શરુ દીધી છે, ત્યારે શિવસેના પાર્ટીના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને મજબૂત તૈયારી કરવાની સાથે 100 બેઠકો પર પાર્ટીના ઉમેદવારો ઉતારવાના મૂડમાં છે. પરંતુ હજુ સુધી બેઠકોના વહેંચણીને લઈને કોઈ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ, એકનાથ શિંદેની તૈયારી સામે ભાજપની મુશ્કેલી વધી શકે છે. શિવસેનાની ચૂંટણી લડવાની તૈયારી મહારાષ્ટ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને મહા વિકાસ આઘાડી (MVA) બંનેના ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને આંતરીક વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે. NDAના ગઠબંધનમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) જોડાયેલી છે. આ દરમિયાન એકનાથ શિંદેની શિવસેના પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં 100 ઉમેદવાર ઊભા રાખવાની તૈયારીમાં છે. તેવામાં બેઠકોની વહેંચણી પહેલા શિવસેના પાર્ટીના આ નિર્ણય સામે ગઠબંધનને ગઈ દિશામાં લઈ જાય છે તે જોવું રહ્યું. આ પણ વાંચો :  જીવન તો સલામત નહોતું, હવે સલામત ભણતરના હક માટે પણ વિદ્યાર્થીઓની...

પાકિસ્તાનમાં જમીન માટે બે સમુદાયો વચ્ચે ભીષણ અથડામણ, 35નાં મોત, મોર્ટાર-રોકેટ શેલ ઝીંકાયા

Image
Pakistan Shia Sunni Fight News | પાકિસ્તાનમાં શિયા અને સુન્ની આદિવાસીઓ વચ્ચે જમીનને લઇને લોહિયાળ જંગ ખેલાયો હતો, જેમાં અત્યાર સુધીમાં 35 લોકો માર્યા ગયા છે જ્યારે 150થી વધુ લોકો ઘવાયા છે. અફઘાનિસ્તાન સરહદે આવેલા પાક.ના ખૈબર પ્રાંતમાં બન્ને જુથો વચ્ચે હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. હુમલાખોરોએ રોકેટ લોન્ચરથી લઇને માર્ટાર અને રોકેટ શેલ પણ છોડયા હતા. ખૈબરના કુર્રમ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી બન્ને જુથ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું, અહીંયા એક જમીનના વિવાદને લઇને સામસામે હિંસા ફાટી નીકળી હતી અને હથિયારોથી હુમલા કરવામાં આવ્યા હતા. સુન્ની મુસ્લિમ મદગી અને શિયા માલી ખેલ આદિવાસીઓ વચ્ચે એક બેઠક યોજાઇ હતી, વર્ષો જુના જમીનના વિવાદને લઇને આ બેઠક મળી હતી. બન્ને વચ્ચે મધ્યસ્થી કરાવી રહેલા એક કાઉન્સિલ પર એક શખ્સે ગોળીબાર કર્યો હતો ત્યારથી બન્ને વચ્ચે હિંસા ફાટી નીકળી છે.  એક પોલીસ અધિકારી મુર્તઝા હુસૈને કહ્યું હતું કે હાલ આ એક સ્થળેથી શરૂ થયેલો વિવાદ આસપાસના તમામ વિસ્તારોમાં ફેલાઇ ચુક્યો છે અને સ્થિતિ તંગદીલ છે. હાલમાં આ હિંસા પીવાર, તાંગી, બિલિશખેલ, ખાર, મકબલ, સહિતના અનેક વિસ્તારો સુધી પહો...

ભારત-અમેરિકા વચ્ચે અદ્યતન ડ્રોન વિકસાવવા મોટી ડીલ થવાની સંભાવના, ભારતીય સંસ્થાઓને થશે ફાયદો

Image
India-America MQ-9B Predator Drone Deal : ભારત અને અમેરિકા વચ્ચે 3.99 અરબ ડોલરના 31 MQ-9B પ્રિડેટર ડ્રોનની ડીલ કરવા માટે અમેરિકા દ્વારા ભારતમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બીજી તરફ, નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રાલયની અધિગ્રહણ પરિષદની પ્રથમ બેઠક આવતી કાલે યોજાવવા જઈ રહી છે. આ બેઠકમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ડ્રોન વિકસાવવાના પ્રસ્તાવ પર સંરક્ષણ મંત્રાલય દ્વારા વિચારણ કરવામાં આવશે. ચાલો જાણીએ શું છે આ ડ્રોનની ખાસિયત. અદ્યતન ભારતીય ડ્રોન વિકસાવવા માટે અમેરિકાનો પ્રસ્તાવ અમેરિકાએ પ્રોજેક્ટના ભાગ રૂપે અદ્યતન ભારતીય ડ્રોન વિકસાવવા માટે ભારતીય સંસ્થાઓને કન્સલ્ટન્સી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં અમેરિકાએ અદ્યતન ડ્રોન વિકસાવવા ભારતની સંસ્થાઓને વિચારણા કરવા અંગે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બીજી તરફ, સંરક્ષણ મંત્રાલય દ્વાર આવતી કાલે (29 જુલાઈ) યોજાવા જઈ રહેલી અધિગ્રહણ પરિષદની બેઠકમાં અમેરિકાના આ પ્રસ્તાવને લઈને મંથન કરવામાં આવશે. આ પણ વાંચો : જો આવો જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ચીનની વસતી 1950માં હતી એટલી થઈ જશે, યુએનના રિપોર્ટમાં દાવો ડ્રોનના વિકાસ માટે લ...

શું સુપ્રીમ કોર્ટ દિલ્હી સિવાયના કોઈ રાજ્યમાં હોઈ શકે? લોકસભામાં સવાલ પછી આર્ટિકલ 130ની ફરી ચર્ચા

Image
Regional Benches Of Supreme Court Question Raised In Loksabha : સંસદમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે કેરળના સાંસદ થૉમસ ચાઝિકાદને સરકારને ‘પ્રાદેશિક સુપ્રીમ કોર્ટ’ અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્ન કરાયા બાદ લોકસભામાં આર્ટિકલ 130ની ફરી ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમણે કાયદા અને ન્યાય મંત્રીને પ્રશ્ન કર્યો હતો કે, શું સરકારને લીગર ફ્રેટરનિટી દ્વારા ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની કાયમી બેંચની સ્થાપના કરવાની વિનંતી મળી છે? તો જાણીએ કે, બંધારણના અનુચ્છેદ 130માં સુપ્રીમ કોર્ટ વિશે શું લખાયું છે. થોમસે દક્ષિણ ભારત તરફથી અગાઉ પણ અનેક વખતે ‘પ્રાદેશિક સુપ્રીમ કોર્ટ’ની માંગ કરી છે. એ સામાન્ય વાત છે કે, સુપ્રીમ કોર્ટની બેઠક હંમેશા દિલ્હીમાં જ યોજાતી રહી છે, પરંતુ ઈતિહાસમાં બે વખત સુપ્રીમ કોર્ટની સુનાવણી કાશ્મીર અને હૈદરાબાદમાં થઈ છે. કાયદા મંત્રીએ શું આપ્યો જવાબ? કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે (Arjun Ram Meghwal) કાયદા મંત્રાલય તરફથી જવાબ આપ્યો હતો કે, ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની કાયમી બેંચ બનાવવાનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ કયા શહે...

ઈઝરાયલે ગાઝામાં સ્કૂલ પર કર્યા ભયાનક હુમલા, 7 બાળકો સહિત કુલ 30 લોકોનાં મોતથી હડકંપ

Image
- યુદ્ધવિરામની વાટાઘાટોની તૈયારી વચ્ચે હમાસ પર હુમલા જારી - ઇઝરાયેલના લશ્કરનો દાવો : સ્કૂલમાં હમાસનું કમાન્ડ સેન્ટર હતુ અને ત્યાંથી હુમલા માટે આદેશ આપવામાં આવતા હતા ગાઝા : ઇઝરાયેલે સેન્ટ્રલ ગાઝામાં વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી  સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત ૩૦ના મોત થયા હત અને ૧૦૦થી વધુ પેલેસ્ટાઇનીઓને ઇજા થઈ છે. ઇઝરાયલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધવિરામને લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ સાથે વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો.   ઇઝરાયેલે જણાવ્યું હતું કે તેઓએ ા સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો. તેનો ઉપયોગ ઇઝરાયેલના લશ્કર પર હુમલો કરવાનો આદેશ આપવા થતો હતો અને તેમા મોટાપાયા પર ગુણવત્તાસભર શસ્ત્રો ગોઠવવામાં આવ્યા હતા. હમાસે ઇઝરાયેલના લશ્કરના જવાબને ખોટો ગણાવ્યો હતો. ગાઝામાં સિવિલ ડિફેન્સ વર્કરોએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેનો મેડિકલ સાઇટ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે. એપીના પત્રકારોએ પણ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામેલા બાળકને જોયા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક...

ભારતને મળ્યો અમેરિકન સાંસદનો સાથ, યુએસ સંસદમાં પાકિસ્તાન-ચીનને ઝટકો આપતું વિધેયક રજૂ કર્યું

Image
વૉશિંગ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અંગે અમેરિકાએ નિરાશા વ્યક્ત કરી હતી. તેમ છતાં ત્યાંના સાંસદો ભારતને પ્રાથમિકતા આપવા માટે પ્રયાસો કરી રહ્યાં છે. અમેરિકાના એક સાંસદે સેનેટમાં એક વિધેયક રજૂ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટેકનોલોજી શેર કરવાની બાબતમાં ભારતની સાથે અમેરિકાએ તેના સાથી દેશો જાપાન, દ.કોરિયા અને નાટો દેશો જેવો વ્યવહાર રાખવો જોઈએ. ‘...તો અમેરિકાએ પાકિસ્તાનને સહાય આપવાની બંધ કરવી જોઈએ’ ફલોરિડાના સેનેટર માર્કો રૂબીયોએ ગુરૂવારે આ વિધેયક સેનેટમાં રજૂ કર્યું હતું. તેમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ભારતમાં વિશેષત: જમ્મૂ અને કાશ્મીરમાં કોઈપણ રીતે આતંકવાદને પ્રોત્સાહન આપે કે તેને સહાય કરતું જોવા મળે તો પાકિસ્તાનને અપાતી અમેરિકાની સહાય બંધ જ કરવી જોઈએ. ‘જો ભારત રશિયન ઉપકરણોનો ઉપયોગ કરે તો...’ આ વિધેયકમાં તેવી પણ માગણી કરવામાં આવી છે કે ભારત જો રશિયન ઉપકરણોનો ઉપયોગ કરે તો પણ તેને પ્રતિબંધોમાંથી મુક્તિ આપવી જોઈએ. આ બિલને ઇન્ડિયા-ડીફેન્સ પાર્ટનર શિપ એક્ટ કહેવામાં આવે છે. તેનો હેતુ દ્વિપક્ષીય સહયોગ વધારવાના છે. અમેરિકાના આ સાંસદ માને છે કે ભારત ચીનની વધતી જતી ...

પેરિસમાં ઓલિમ્પિક્સના ભવ્ય ઉદ્ઘાટન પહેલાં જ રેલ-નેટવર્કમાં ભાંગફોડ કરાઈ

Image
- હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક ખોરવાતા 8 લાખ લોકો અટવાયા - અનેક ટ્રેનો રદ કરાઈ, એટલાંટિક, નોર્ધન અને ઇસ્ટર્ન લાઈન્સના રિપેરિંગમાં બે-ત્રણ દિવસ લાગશે : સીએનસીએફ - વિદેશી તાકતોની દખલગીરીની આશંકાએ 1,000 લોકોને ઓલિમ્પિક્સ ગેમ્સમાં પ્રવેશતા રોકાયા  પેરિસ : પેરિસમાં ઓલિમ્પિક્સ રમતોત્સવ શરૂ થઈ ગયો છે ત્યારે સમગ્ર દુનિયા શુક્રવારે પહેલી વખત સીન નદીમાં ઓલિમ્પિક્સના ભવ્ય ઉદ્ધાટન સમારંભના આયોજનની રાહ જોઈ રહી હતી. આવા સમયે ગુરુવારે મોડી રાતે કેટલાક તત્વોએ ફ્રાન્સના સૌથી મોટા હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર ભાંગફોડ અને આગજની કરતાં ફ્રાન્સના અન્ય ભાગો તેમજ યુરોપમાંથી પેરિસ સુધી આઠ લાખથી વધુ લોકોનો પ્રવાસ ખોરવાઈ ગયો હતો અને તેઓ વિવિધ સ્ટેશનો પર રઝળી પડયા હતા. બીજીબાજુ ઓલિમ્પિક્સના ઉદ્ધાટનના કલાકો પહેલાં જ અનેક ખેલાડીઓ પણ રસ્તામાં અટવાઈ પડયા હતા. સરકારે આ હુમલાને ગુનાઈત કૃત્ય ગણાવ્યું છે. પેરીસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભના કેટલાક કલાકો પહેલાં જ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઠપ કરવાની દુર્ભાવનાથી ફ્રાન્સના સૌથી મોટા હાઈ-સ્પીડ રેલવે નેટવર્ક પર ગુરુવારે રાત્રે હુમલો કરાયો હતો. ફ્રાન્સની રેલવે કંપની સીએનસીએફે શુક્રવા...

ગરમીથી વાર્ષિક 19000 લોકોના મોત, હજુ પણ ધ્યાન નહીં અપાય તો... UNની તમામ દેશોને ચેતવણી

Image
Global Warming Warning : વિશ્વભરમાં સતત ગરમી વધવાના કારણે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તમામ દેશોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, વિવિધ દેશોમાં જળવાયુ પરિવર્તનના કારણે ગરમી હદ પાર વધી રહી છે, જો આ ગંભીર સમસ્યા સામે તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વએ મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. જળવાયુ પરિવર્તનના કારણે હીટવેવનું પ્રમાણ વધ્યું તાજેતરમાં જ વિશ્વભરમાં રૅકોર્ડબ્રેક ગરમી પડી છે, જેને ધ્યાન ઉપર લઈને ગુટેરસે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વધતાં તાપમાનના પડકારનો સામનો સમગ્ર વિશ્વએ કરવો જોઈએ. જળવાયુ પરિવર્તનના કારણે ગરમીનું મોજું ઝડપથી ફેલાય છે અને લાંબા સમય સુધી તે અનુભવાઈ રહ્યું છે. હીટવેવના કારણે ઘણાં લોકોના મોત આ વર્ષે ભીષણ ગરમી પડવાના કારણે ઘણાં લોકોના મોત થયા છે. થોડાં દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, હીટવેવના કારણે હજ યાત્રા પર ગયેલા 1300 લોકોના મોત થયા હતા. જ્યારે આફ્રિકા અને એશિયામાં લગભગ આઠ કરોડ બાળકોની સ્કૂલો બંધ કરવી પડી. યુરોપીય સંઘની એજન્સી કોપરનિક્સ જળવાયુ પરિવર્તન સેવાના જણાવ્યા મુજબ, ગત વર્ષની તુલનાએ જૂન-2023થી અત્યાર સુધીના તમ...

ગુજરાત સરકારની ઊંઘ ઊડી! આ જિલ્લામાં દર મહિને 45 નવજાત બાળકો, 3 માતાના મૃત્યુથી ખળભળાટ

Image
- જૂન સુધીના છેલ્લા ત્રણ મહિનામાં જિલ્લામાં 10 માતા, 134 બાળકોના મોત નિપજ્યા - માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટેના પૂરતા પ્રયાસોમાં આરોગ્ય વિભાગ નિષ્ફળ Gujarat Ananad News |  આણંદ જિલ્લામાં દર મહિને સરેરાશ 45 બાળકો 3 માતાઓના મોત નિપજી રહ્યા છે. જિલ્લામાં એપ્રિલ-2024થી જૂન-2024 દરમિયાન સગર્ભાવસ્થાથી લઈ બાળકના જન્મ પછી 42 દિવસ સુધીમાં 10 માતાઓનું તેમજ જન્મથી લઈને એક વર્ષ સુધીમાં 134 બાળકોનું મોત નિપજ્યું છે. આરોગ્ય માટે જિલ્લામાં લાખો રૂપિયા ફાળવવા છતાં મોટા પ્રમાણમાં બાળ મૃત્યુ થતાં હોવાથી આરોગ્યની સુવિધા સામે સવાલો ઉઠયા છે.  જિલ્લામાં દરરોજ સરેરાશ 1થી 2 બાળકોના મોત નિપજતા હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર અટકાવવા માટે પગલાં લેવામાં આવતા હોવાની વાતો પોકળ સાબીત થઈ હોવાના આક્ષેપો ઉઠયા છે.  ત્યારે સ્થિતિની ગંભીરતાને લઈ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને ગુરુવારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમારની અધ્યક્ષતામાં મેડિકલ ઓફિસરો, ગાયનેકોલોજિસ્ટ,સામુહિક આરોગ્ય કેન્દ્રોના અધિક્ષક સહિતના સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં માતા અને બાળ મરણ...

પુણેમાં ત્રણ દાયકા બાદ અતિવૃષ્ટિ : ચારના મોત

Image
- આગામી પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ - લોનાવલાના રિસોર્ટમાં ફસાયેલા 29 ટુરિસ્ટોને ઉગારાયા: સ્કૂલ- કોલેજો- ઓફિસોમાં રજા: ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ વણસી મુંબઈ : મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી પુણે ઉપર આજે બારે મેઘ ખાંગા થઈને વરસતા છેલ્લા ૩૨ વર્ષમાં ન થઈ હોય એવી અતિવૃષ્ટિને કારણે હાહાકાર મચી ગયો હતો. વિનાશકારી વરસાદને કારણે ચાર જણે જીવ ગુમાવ્યો હતો. પુરગ્રસ્ત પુણે અને આસપાસના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે લશ્કરની મદદ લેવામાં આવી છે, એટલું જ નહીં દુર્ગમ ભાગોમાં ફસાયેલાને જરૂર પડયે હેલિકોપ્ટરથી એરલિફટ કરવાનો સરકારે આદેશ આપ્યો છે. પુણે નજીકના તામ્હીણી ઘાટમાં છેલ્લાં ચોવીસ કલાકમાં લગભગ ૨૨ ઈંચ વરસાદ પડયો હચો અને પુણે શહેરમાં આ  ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આને લીધે આસમાની આફતે પુણે શહેર અને જિલ્લાને ધમરોળી નાખ્યાં હતાં. પુણેમાં જુદા જુદા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવતા સ્કૂલ- કોલેજોમાં રજા આપવામાં આવી છે. પુણેને છેલ્લાં બે દિવસથી ધમરોળી રહેલા વરસાદને લીધે મુળા અને મુઠા નદીમાં પૂર આવતા પુણે શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું....

ગુજરાતનાં અનેક જિલ્લામાં જરૂર કરતા વધુ વરસાદ ખાબક્યો, હજુ પોણા ભાગનું ચોમાસું બાકી, જાણો તમામ જિલ્લાની સ્થિતિ

Image
સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં 56 ઈંચ, ખેરગામ તા.માં 65  ઈંચ પરંતુ, નોર્મલની સાપેક્ષ   : પોરબંદર, જુનાગઢ જિલ્લામાં મૌસમનો સવા ગણો વરસાદ : હજુ ચોમાસુ બાકી: સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં માત્ર 30 ટકા અને દ્વારકા જિલ્લામાં 142 ટકા : સૌરાષ્ટ્રના 14 તાલુકાઓમાં 40 ઈંચથી વધારે વરસાદ થયો : વિસાવદર 62 ઈંચ,વંથલી 58, દ્વારકા અને કેશોદમાં 53 ઈંચથી વધુ વરસાદ  મહિનામાં વરસી ગયો  રાજકોટ : રાજ્યમાં આજ સુધીમાં ઈંચમાં સૌથી વધારે વરસાદ તો વલસાડ જિલ્લામાં 56 ઈંચ અને નવસારી જિલ્લામાં 54 ઈંચ નોંધાયો છે પરંતુ, જે તે જિલ્લામાં ઈ.સ. 1994થી 2023 સુધીના 30 વર્ષમાં નોર્મલ વાર્ષિક સરેરાશ વરસાદ વરસતો હોય છે તે દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી વધુ, દેવભુમિ દ્વારકા જિલ્લામાં આખા ચોમાસામાં વરસાદ વરસે તેના કરતા ચોમાસાના એક માસમાં જ દોઢ ગણો વરસાદ વરસી ગયો છે! આ જિલ્લામાં સરેરાશ 769 મિ.મિ. (આશરે 31 ઈંચ) વરસાદ વરસે છે તે સામે આ વર્ષે આજ સુધીમાં 1090 મિ.મિ. એટલે કે આશરે 44 ઈંચ વરસાદ વરસી ગયો છે. એટલે કે મૌસમનો 142 ટકા વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રમાં જરૂરીયાત કરતા વધુ વરસાદ ખાબક્યો આવો જ અસામાન્ય ભા...

નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી અમેરિકાએ ભારતને છંછેડ્યો, કહ્યું - 'આ 2 રાજ્યમાં ન જતા..'

Image
US Advisory For Citizen | અમેરિકાએ તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરતાં કહ્યું કે તે ભારતના જમ્મુ-કાશ્મીર અને મણિપુર જેવા વિસ્તારોની મુલાકાત લેવાનું ટાળે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકન નાગરિકો એ વિસ્તારોમાં જતાં બચે જ્યાં નક્સલીઓ સક્રિયછે અને એ ક્ષેત્રોમાં પણ ન જાય જે આતંકી સંકટ સામે ઝઝૂમી રહ્યા છે.  ભારતમાં જોખમ વધ્યું : અમેરિકા  અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારતના મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં મુસાફરી ન કરવા કહેવામાં આવ્યું છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં વિદેશ વિભાગે કહ્યું કે અપરાધ અને આતંકવાદને કારણે ભારતમાં સાવચેતીમાં વધારો કરાયો છે. કેટલાક વિસ્તારોમાં જોખમ વધી ગયું છે. દેશના ઘણા ભાગો લેવલ 4 માં સામેલ  એકંદરે ભારતને લેવલ 2 પર રાખવામાં આવ્યું છે. પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે. તેમાં જમ્મુ અને કાશ્મીર, ભારત-પાકિસ્તાન સરહદ, મણિપુર અને મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે "આતંકવાદ અને નાગરિક...

રાજકોટ અગ્નિકાંડમાં 15 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઈલ થઇ, 30થી વધુ સાક્ષીના નિવેદન નોંધાયા

Image
Rajkot TRP Mall Fire News |   બાળકો સહિત ર૭ નિર્દોષ લોકોનો  ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને આવતીકાલે બે માસ પુરા થઈ રહ્યા છે. જેના આગલા દિવસે આજે ગુનાની તપાસ કરતી સીટે તમામ ૧પ આરોપીઓ વિરૂધ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કર્યું હતું. આ કેસમાં ૩૬પ જેટલા સાક્ષી અને સાહેદો છે. જેમાંથી ૩૦ થી વધુ સાક્ષીઓના સીટે જયુડિશીયલ કન્ફેશન એટલે કે સીઆરપીસીની કલમ ૧૬૪ મુજબ મેજીસ્ટ્રેટ રૂબરૂ નિવેદનો લેવડાવ્યા છે. ક્રાઈમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે તપાસમાં એવુ બહાર આવ્યું છે કે ટીઆરપી ગેમ ઝોનમાં મુખ્યત્વે વેલ્ડીંગ વખતે આગ લાગી હતી.  ગેમ ઝોન બનાવવામાં મોટાપાયે પ્લાસ્ટીકના ફોમ શીટ, લાકડા સહિતના જવલનશીલ મટીરીયલનો ઉપયોગ થયો હતો. જેમાં ફોમશીટનો કુલીંગ વધારવા માટે  ઉપયોગ થયો હતો.  આ પ્રકારના જવલનશીલ મટીરીયલને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને ૩ થી ૪ મિનિટમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તપાસ દરમિયાન ગેમઝોનમાંથી પેટ્રોલ-ડિઝલ જેવા જવલનશીલ પ્રવાહીની હાજરી મળી નથી. ગેમ ઝોનના મુખ્ય સંચાલક પ્રકાશ હિરનનું આગમાં જ ભુંઝાઈ જવાથી મોત થયાનું બહાર આવ્યું છે. તે...

અતિભારે વરસાદ બાદ પર્વતો આફત બન્યાં, આ દેશમાં ભયાનક ભૂસ્ખલનમાં દટાઈ જતાં 160 લોકોનાં મોત

Image
અદીસ અબાબા : આફ્રિકાના પૂર્વ ઉત્તર ભાગમાં આવેલા ઇથોપિયાને છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિભારે વરસાદ ઘમરોળી રહ્યો છે. પરિણામે ઘણે ઠેકાણે ભૂસ્ખલનો થઇ રહ્યાં છે. આ પૈકી દક્ષિણ ઇથોપિયામાં આવેલા કેન્ચોશાયા ગોઝડી જિલ્લામાં અતિભારે વરસાદને લીધે થયેલાં ભૂસ્ખલનમાં 160 લોકો દટાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. દટાઈ ગયેલાઓમાં મોટા ભાગે નાનાં બાળકો અને સગર્ભા મહિલાઓ હોવાનું સ્થાનિક વહીવટદારે જણાવ્યું હતું. સોમવારથી હાથ ધરાયેલી બચાવ કામગીરી સમયે મૃત્યુઆંક ૫૫નો નોંધાયો હતો. પરંતુ બચાવકાર્ય આગળ વધતું ગયું તેમ આંક વધતો ગયો. મંગળવારે મૃત્યુઆંક વધીને 160 પહોંચ્યો છે તેમ ગોફી ઝોનના સંચાર વિભાગના વડા કાસાહજી અબાપીનેરે જણાવ્યું હતું. જો કે બચાવ કામગીરી દરમિયાન પાંચ વ્યક્તિઓને કાદવમાંથી બહાર કાઢી બચાવી લેવામાં આવી હતી. આ અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ભારે વરસાદને લીધે, ભૂસ્ખલનો થવાં સામાન્ય છે. પરંતુ આ ભૂસ્ખલન તો અતિભારે હતું તેમાં બાળકો, તેમનાં માતા-પિતાના મૃતદેહોને વળગી રડી રહ્યાં હતાં. તે જોઇને હૃદય દ્રવી જાય તે સહજ છે.

INDI ગઠબંધનની મોટી જાહેરાત, કાલે બજેટ વિરુદ્ધ કરશે પ્રદર્શન, નીતિ આયોગની બેઠકનો પણ કરશે બહિષ્કાર

Image
Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યા બાદ ઈન્ડિ ગઠબંધન (I.N.D.I.A. Alliance)ની નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બજેટને લોકો વિરોધી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે. બેઠકમાં એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે, ઈન્ડિ ગઠબંધનના સાંસદો આવતીકાલે સવારે 10.30 કલાકે બજેટ વિરુદ્ધ પ્રદર્શન કરશે. આ ઉપરાંત ગઠબંધનના તમામ મુખ્યમંત્રીઓએ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. સાંસદો બજેટ વિરુદ્ધ આવતીકાલે કરશે પ્રદર્શન ઈન્ડિ ગઠબંધનના નેતાઓએ બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશના ઘણા પ્રોજેક્ટો માટે મોટી રકમ ફાળવવા મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે, તેથી મોદી સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે બેઠક બાદ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge), વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને ઈન્ડિ ગઠબંધનના સાથી પક્ષોના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આજે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બજેટ વિરુદ્ધ બુધવારે પ્રદર્શન કરવાની જાહેરાત કરાઈ છે.’ ભાજપ બે સાથી પક્ષોને ખુશ કરવા માં...

Budget 2024 : બેરોજગારી, ખેડૂતો, મિડલ ક્લાસ... બજેટે આ પાંચ વર્ગોને કર્યા નિરાશ

Image
Budget 2024 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું અને સરકાર બનાવવા માટે સાથી પક્ષોનો ટેકો લેવો પડ્યો હતો. તેથી, આજે જ્યારે સીતારામન બજેટ રજૂ કરવા લોકસભામાં ઉભા થયા, ત્યારે અપેક્ષાઓનો પ્રવાહ આકાશે હતો. પરંતુ આમાં ઘણા વર્ગો નિરાશ થયા હતા. બેરોજગારીની આ મોટી સમસ્યા બજેટમાંથી બાકાત વિશ્વમાં સૌથી ઝડપી આર્થિક વિકાસ કરી રહેલા ભારત માટે બેરોજગારી સૌથી મોટો પડકાર છે. ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં બેરોજગારીનો દર સૌથી વધુ છે. દેશની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ તે પ્રમાણે નોકરીઓ ઊભી કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. પરંતુ આજના બજેટમાં બેરોજગારીની વધતી જતી સમસ્યાને પહોંચી વળવા માટે કોઈ ખાસ જાહેરાત કરાઈ નથી. જો કે રોજગાર સંબંધિત પ્રોત્સાહનો હેઠળ ત્રણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બેરોજગારોની વધતી જતી સંખ્યા માટે આ જાહેરાત અપૂરતી છે. આ પણ વાંચો : મોદી સરકારનું બજેટ કૉપી-પેસ્ટ? આ જાહેરાતો તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા...

ભારતીય યુદ્ધ જહાજમાં લાગી આગ, એક તરફ નમી ગયું, એક સૈનિક લાપતા

Image
Image Source - Twitter Warships INS Brahmaputra Fire : ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રવિવારે સાંજે આગ લાગવાની ઘટના બની છે. જહાજમાં લાગેલી આગને કાબુમાં તો લઈ લેવાઈ છે, પરંતુ જહાજ એક તરફ અડધો અડધ નમી ગયું છે.  એક સૈનિક ગુમ, નૌકાદળે તપાસના આપ્યા આદેશ ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, ‘જહાજ પર એક નૌસૈનિક સિવાય તમામ સૈનિકોની શોધખોળ કરી લેવાઈ છે. હાલ ગુમ થયેલ સૈનિકની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળે જહાજમાં આગ કયા કારણોસર લાગી, તેની તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે. સાંજે લાગેલી આગ બીજા દિવસે સવારે કાબુમાં લેવાઈ ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈની સાંજે ભારતીય નૌકાદળના મલ્ટી-રોલ યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રેપેરિંગનું કામ કરતી વખતે આગ લાગી ગઈ હતી. જોકે નૌકાદળ ડૉકયાર્ડ અને બંદરમાં હાજર અન્ય જહાજોના ફાયરબ્રિગેડના કર્મચારીઓ તુરંત દોડી આવ્યા હતા અને તેઓએ 22 જુલાઈએ સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઉપરાંત આગના કારણે થયેલા નુકસાનનું આંકલન કરવા માટે સૈનિટાઈજેશન તપાસ સહિત અન્ય કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો • ખેડૂત સંગઠનોની મોટી જાહેરા...

બાંગ્લાદેશની હિંસા અંગે મમતા બેનર્જીનું મોટું નિવેદન કહ્યું, ‘તેઓ અમારા દરવાજે આવશે તો...’

Image
Mamata Banerjee on Bangladesh Violence : બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં ત્યાં 133 લોકોના મોત નિપજ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી શહીદ દિવસ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ હિંસા વચ્ચે અમારા દરવાજા સુધી આવશે, તો અમે તેમને શરણ આપીશું.’ અમે હિંસા વચ્ચે બાંગ્લાદેશીઓને શરણ આપીશું : મમતા પશ્ચિમ બંગાળમાં TMC દ્વારા યોજાયેલી શહીદ દિવસ રેલીમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal CM Mamata Banerjee)એ સંબોધનમાં કહ્યું કે, ‘જો બાંગ્લાદેશીઓ અમારા દરવાજે આવશે, તો અમે તેમને શરણ આપીશું. હું ઈચ્છું છું કે, ભારતના બાંગ્લાદેશ સાથેના સંબંધો સારા રહે.’ આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થિક સંબંધીત પ્રસ્તાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. મમતાએ અખિલેશના કર્યા વખાણ મમતા બેનર્જીએ અખિલેશના વખાણ કરતા કહ્યું કે, ‘તમે અહીં આવ્યા, તે બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની લોકસભ...

પવાર પરિવારમાં સમાધાન! એક મંચ પર 'દાદા' અને 'કાકા', ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં બદલાશે સમીકરણ?

Image
Maharashtra Politics : મહારાષ્ટ્ર એનસીપીના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષામાં પૂણેમાં યોજાયેલી જિલ્લા યોજના અને વિકાસ પરિષદની બેટકમાં પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં સાંસદ સુપ્રિયા સુલે, ધારાસભ્ય સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં અજિત પવારે સાંસદ સુપ્રિયાના વખાણ કર્યો હતા. આ દરમિયાન અતુલ બેન્કેએ શરદ પવારને મળીને અજિત અને શરદ પવારને એકસાથે આવવાની વાત કરતાં મામલો ગરમાયો હતો. અજિત પવારની ઘર વાપસીની અટકળો આ પછી ગત શનિવારે પૂણે જિલ્લાની સરકારી બેંક શાખાનું ઉદ્ધાટન નાયબ મુખ્તમંત્રી અજિત દ્વારા કરવામાં આવ્યું હતું.  ડીપીડીસી બેંકની બેઠક પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે સુપ્રિયા સુલેના વખાણ કર્યા હતા. બીજી તરફ, અજિતે શરદ પવાર સાથેના સંબંધો તોડી ભાજપ અને શિવસેના સાથે સરકાર બનાવી છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી તેમણે ફરી ઘરવાપસી કરે તેવી અટકળો ચાલી રહી છે. તેવામાં શરદ પવાર સાથે બેઠકમાં જોડાવવા સહિત સુપ્રિયા સુલેના કરવામાં આવેલા વખાણને લઈને ઘણી અટકળો ઉભી થઈ છે.  અજિત અ...

અમીરો પર મોંઘવારીની નથી થઈ રહી કોઈ અસર, ધડાધડ ખરીદી રહ્યાં છે કરોડોના ઘર: રિપોર્ટ

Image
Real Estate : દેશભરના લોકો મોંઘાવારીનો સામનો કરી રહ્યાં ત્યારે અમીર વધુ અમીર બનતા જાય છે. બીજી તરફ, રીઅલ એસ્ટેટ કંસાલ્ટન્ટ સીબીઆરાઈની રિપોર્ટ પ્રણાણે, દેશના અમીરો મોટાપાયે પ્રોપર્ટીની ખરીદી રહ્યાં છે. જેમાં જાન્યુઆરીથી લઈને જૂન સુધીમાં દેશના સાત મુખ્ય શહેરોમાં ચાર કરોડથી વધુ કિંમતના બંગ્લોઝના વેચાણમાં વાર્ષિક 27 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. દિલ્હી એનસીઆર સહિત છ શહેરોમાં કરોડોના બંગ્લોઝના વેચાણમાં વધારો  છેલ્લા છ મહિનાના સમયગાળામાં દેશના મુખ્ય ગણાતા એવા સાત શહેરોમાં 8500 જેટલાં બંગ્લોઝનું વેચાણ થયું છે. જેમાં જાન્યુઆરીથી જૂન મહિનામાં દિલ્હી-એનસીઆરમાં 3300 જેટલા બંગ્લોઝનું વેચાણ કરવામાં આવ્યું છે. જેમાં એક વર્ષની અંદરમાં 14 ટકા વધારો જોવા મળ્યો છે. જ્યારે મુંબઈમાં 14 ટકા વેચાણમાં વધારો થતાં 2500 બંગ્લોઝનું વેચાણ થયું છે. આ ઉપરાંત, હૈદરાબાદમાં 44 ટકા વેચાણમાં વધારો થતાં 1300 બંગ્લોઝ વેચાયા છે. જ્યારે ચેન્નઈ અને કોલકાતામાં અનુક્રમે 100 અને 200 બંગ્લોઝ અને પૂણેમાં 450 ટકા વધારા સાથે 1100 બંગ્લોઝનું વેચાણ થયું છે. આ પણ વાંચો :  સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે સ્થિર રહ્યા, ચાંદી રૂ...

ભાજપમાં સમાધાન કરાવવા હવે RSSએ મોરચો સંભાળ્યો, 5 કદાવર નેતાઓની બોલાવી બેઠક

Image
- 20-21મીએ સંયુક્ત મહાસચિવ મધ્યસ્થી કરશે - ટોચના પાંચ નેતાઓ - યોગી, મૌર્ય, ચૌધરી, બ્રજેશ પાઠક, ધર્મપાલ સિંહને લખનઉમાં રહેવા તાકીદ લખનઉ : ઉત્તર પ્રદેશ ભાજપમાં ભડકો થયો છે. સંગઠન અને સરકાર સામ-સામે આવી ગયા પછી સીએમ યોગી અને કેશવ પ્રસાદ મૌર્યના સમર્થકો એકબીજા પર આરોપો મૂકી રહ્યા છે. ઘર્ષણની સ્થિતિ વચ્ચે સંઘે યુપી ભાજપના ટોચના પાંચ નેતાઓ વચ્ચે સમાધાન કરવાનું મિશન હાથ ધર્યું છે. સંઘના સંયુક્ત મહાસચિવ અરૂણ કુમાર ૨૦ અને ૨૧ એમ બે દિવસ સુધી લખનઉમાં હાજર રહીને યુપી ભાજપના ટોચના પાંચ નેતાઓ વચ્ચે વાતચીત કરશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉપમુખ્યમંત્રીઓ - કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી અને પ્રદેશ ભાજપ મહામંત્રી ધર્મપાલ સિંહને લખનઉમાં રહેવાની તાકીદ સંઘે કરી છે. સૂત્રોને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે ભાજપ-સંઘની આ બેઠકમાં ત્રણ મહત્ત્વના એજન્ડા છે. લોકસભાની ચૂંટણીમાં પરાજય થવાના કારણોની ચર્ચા. આંતરિક ઘર્ષણની સ્થિતિ ટાળવા માટે સરકાર અને સંગઠનના નેતાઓની આગામી દિવસોમાં ભૂમિકા અને ૧૦ બેઠકોની પેટા ચૂંટણી. ભાજપે પેટા ચૂંટણીની જવાબદારી મુખ્યમંત્રી યોગીને ...

અંબાલાલ પટેલની અનરાધાર વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

Image
Ambalal Patel Forecast : રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ પગલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીઓ પૂરમાં ફેરવાઈ હતી. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી પાણીમાં ફસાયેલા લોકોની NDRF ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 21 થી 24 જુલાઈમાં ધોધમાર વરસાદની આગાહી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણને અસર કરવાથી  22 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 21 થી 24 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે હવામાન પલટાતા મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.' દક્ષિણ ગુજરાતમાં ...

રામ મંદિર ટ્રસ્ટે આપ્યા ખુશખબર, હવે રોજ સરળતાથી રામલલાના દર્શન કરી શકાશે

Image
Ayodhya Ram Mandir:  અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રોજ મોટી સંખ્યામાં ભક્તો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. હવે અયોધ્યામાં રહેતા લોકો અને સંત મહાત્મા માટે રામ મંદિર ટ્રસ્ટ સારા સમાચાર લઈને આવ્યું છે. હકીકતમાં અયોધ્યાના જે સંતો- મહાત્મા અને નાગરિકો રોજ મંદિરમાં જઈને રામલલાના દર્શન કરવા માંગે છે. તેમના માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા અનુમતિ પત્ર જારી કર્યું છે. તેમા કહેવામાં આવ્યું છે કે, અયોધ્યાના સંતો- મહાત્મા અને નાગરિકો  દરરોજ ડી-1 ગેટથી પ્રવેશ મેળવી શકશે અને સરળતાથી રામલલાના દર્શન કરી શકશે.  અનુમતિ પત્ર મેળવ્યા પછી ડી - 1 ગેટથી પ્રવેશ કરી શકશે 'શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર'એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, અયોધ્યાના જે સંતો- મહાત્મા અને નાગરિકો છે તે જેઓ રોજ મંદિરમાં  રામલલાના દર્શન કરવા માંગે છે. તેઓ રામ કચેરી આશ્રમમાં આવેલી ટ્રસ્ટ કાર્યાલયના રામપથ તીર્થ યાત્રી સેવા કેન્દ્રમાં અરજી કરી શકે છે. અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજિયાત છે. પરવાનગી પત્ર સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મેળવી શકાશે. નિત્ય દર્શન માટે સુરક્ષાના નિયમોનું પ...

INS તેગ પહોંચ્યું ઓમાન, દરિયામાં ડૂબેલા જહાજના 16માંથી 9 ક્રૂ મેમ્બરોનો બચાવ્યો જીવ, 7 લાપતા

Image
Oman Rescue Mission : ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કરો ભરેલું જહાજ ડુબી જવાની ઘટનામાં ભારતીય સેનાએ તુરંત કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ ભારતીય સેનાનું યુદ્ધ જહાજ INSએ ઓમાન પહોંચી જહાજના 16 ક્રૂ મેમ્બરોમાંથી નવ લોકોનો જીવ બચાવી લીધો છે. જ્યારે હજુ પણ સાત લોકો લાપતા હોવાના અહેવાલો મળ્યા છે. બચાવાયેલા નવ લોકોમાં આઠ ભારતીયો અને એક શ્રીલંકન નાગરિક છે. જ્યારે જે સાત લોકો લાપતા છે, તેમાં પાંચ ભારતીયો અને બે શ્રીલંકન છે, તેમની શોધખોળ ચાલી રહી છે. INS ઉપરાંત P-81 પેટ્રોલિંગ વિમાનથી પણ બચાવ કાર્ય ઓમાનના દરિયામાં ઓઈલ ટેન્કરો ભરેલું જહાજ ડૂબી ગયું હોવાની માહિતી મળ્યા બાદ ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ આઈએનએસને રાહત અને બચાવ કામગરી માટે તુરંત મોકલી દેવાયું હતું. આઈએનએસ ઉપરાંત દરિયાઈ પેટ્રોલિંગ વિમાન P-81ને પણ બચાવ-રાહત કાર્યમાં જોડાયું હતું. ઓમાન દ્વારા પણ બચાવની કામગીરી ચાલી રહી હતું. મળતા અહેવાલો મુજબ દરિયામાં જે જહાજ ડૂબ્યું છે, તેના પર કોમોરોસનો ઝંડો લગાવાયેલો હતો. MSCએ પોસ્ટ કરીને જહાજ ડુબવાની આપી હતી માહિતી આ પહેલા સમુદ્રી સુરક્ષા કેન્દ્ર (MSC)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરતા...

હારની જવાબદારી લઈ રાજીનામું આપો: યુપીમાં ભારે હલચલ વચ્ચે વધુ એક નેતાનું મોટું નિવેદન

Image
Uttar Pradesh Politics : ઉત્તર પ્રદેશમાં ભાજપમાં ચાલી રહેલી રાજકીય દોડધામ વચ્ચે શ્રમ કલ્યાણ બોર્ડ પરિષદના પૂર્વ અધ્યક્ષ પંડિત સુનીલ ભરાલાએ સોશિયલ મીડિયા પર ચોંકાવનારું પોસ્ટ કર્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનું નિવેદન ‘સંગઠન સરકારથી મોટું હોય છે’ પર કટાક્ષ કરવાની સાથે અને પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી દ્વારા હારની જવાબદારી લઈ રાજીનામું આપવાની બાબત પર પોસ્ટ કર્યું છે. ચૂંટણીમાં બેકફૂટ પર ફેંકાયા બાદ ભાજપમાં આંતરિક ડખાં દરમિયાન ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણીમાં ભાજપ બેકફૂટ પર ફેંકાઈ ગયા બાદ પાર્ટીનાં નેતાઓ જ ચોંકાવનારા નિવેદનો આપી રહ્યા છે. પદાધિકારી પોતાની જ પાર્ટી સામે સવાલો ઉભા કરી રહ્યા છે અને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. અગાઉ પંડિત સુનીલ ભરાલાએ વીડિયો પોસ્ટ કરીને  પોલીસ સ્ટેશનો અને તાલુકાઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાના કારણે હાર થઈ હોવાની વાત કરી હતી. જોકે તેમણે થોડી જ વારમાં વીડિયો ડિલીટ કરી દીધો હતો અને પછી અન્ય વીડિયો અપલોડ કર્યો હતો. “संगठन सरकार से बड़ा होता है”- श्री केशव प्रसाद मौर्य। वैसे ये पंडित दीनदयाल जी भाग ३ पर लिखा है। इस बयान पर मेरी...

આતંકીઓ બેફામ જમ્મુમાં કેપ્ટન સહિત ચાર જવાન શહીદ

Image
- આતંકીઓએ 15 વર્ષથી શાંત જમ્મુને બાનમાં લીધું, 2021 પછી બાવન જવાન સહિત 70નો ભોગ લેવાયો - જમ્મુમાં માત્ર 36 દિવસમાં જ નવ જવાનો સહિત 19 લોકો માર્યા ગયા, પહાડી વિસ્તારોમાં હજુ પણ 50થી 60 આતંકીઓ છુપાયેલા - જવાનો અને તેમના પરિવારે ભાજપની ખોટી નીતિઓનો માર સહન કરવો પડી રહ્યો છે, એક બાદ એક હુમલા દુ:ખદ : રાહુલ - સૈન્યનું ઓપરેશન વધુ આક્રમક બન્યું, હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી આતંકીઓને શોધવાના પ્રયાસ તેજ શ્રીનગર : તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને જમ્મુ પ્રાંતમાં એક જ મહિનામાં અનેક હુમલાની ઘટના સામે આવી છે. હજુ સાત દિવસ પહેલા જ આતંકી હુમલામાં પાંચ જવાનો શહીદ થયા હતા, ત્યારે હવે ફરી મોટી જાનહાની સામે આવી છે. ડોડામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ગોળીબાર દરમિયાન એક  કેપ્ટન સહિત ચાર જવાનો શહીદ થઇ ગયા છે. સોમવારે રાત્રે આ ઓપરેશન શરૂ કરાયું હતું જે દરમિયાન કેપ્ટન સહિત ચાર જવાનો ઘવાયા હતા, મંગળવારે સારવાર દરમિયાન તેઓએ જીવ ગુમાવ્યો હતો. હજુ સાત દિવસ પહેલા જ કઠુઆમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા.  જમ્મુ કાશ્મીરના ડોડામાં સપ્તાહમાં ત્રીજુ મોટ...