ભારત-અમેરિકા વચ્ચે અદ્યતન ડ્રોન વિકસાવવા મોટી ડીલ થવાની સંભાવના, ભારતીય સંસ્થાઓને થશે ફાયદો

Narendra Modi And Donald Trump

India-America MQ-9B Predator Drone Deal : ભારત અને અમેરિકા વચ્ચે 3.99 અરબ ડોલરના 31 MQ-9B પ્રિડેટર ડ્રોનની ડીલ કરવા માટે અમેરિકા દ્વારા ભારતમાં પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બીજી તરફ, નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સંરક્ષણ મંત્રાલયની અધિગ્રહણ પરિષદની પ્રથમ બેઠક આવતી કાલે યોજાવવા જઈ રહી છે. આ બેઠકમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા ડ્રોન વિકસાવવાના પ્રસ્તાવ પર સંરક્ષણ મંત્રાલય દ્વારા વિચારણ કરવામાં આવશે. ચાલો જાણીએ શું છે આ ડ્રોનની ખાસિયત.

અદ્યતન ભારતીય ડ્રોન વિકસાવવા માટે અમેરિકાનો પ્રસ્તાવ

અમેરિકાએ પ્રોજેક્ટના ભાગ રૂપે અદ્યતન ભારતીય ડ્રોન વિકસાવવા માટે ભારતીય સંસ્થાઓને કન્સલ્ટન્સી માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જેમાં અમેરિકાએ અદ્યતન ડ્રોન વિકસાવવા ભારતની સંસ્થાઓને વિચારણા કરવા અંગે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બીજી તરફ, સંરક્ષણ મંત્રાલય દ્વાર આવતી કાલે (29 જુલાઈ) યોજાવા જઈ રહેલી અધિગ્રહણ પરિષદની બેઠકમાં અમેરિકાના આ પ્રસ્તાવને લઈને મંથન કરવામાં આવશે.

આ પણ વાંચો : જો આવો જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો ચીનની વસતી 1950માં હતી એટલી થઈ જશે, યુએનના રિપોર્ટમાં દાવો

ડ્રોનના વિકાસ માટે લાગતા સમયને ઘટાડી શકાશે

મળતી માહિતી પ્રમાણે, એક તરફ અમેરિકા દ્વારા ભારતીય સંસ્થાઓને અદ્યતન ભારતીય ડ્રોન વિકસાવવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે, ત્યારે સંરક્ષણ મંત્રલાયની યોજાવા જઈ રહેલી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહેવાના છે. જેમાં અમેરિકાના પ્રસ્તાવ પર અર્થઘટન કરવાથી અદ્યતન ડ્રોનના વિકાસ માટે લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડવાની અપેક્ષા છે.

આ પણ વાંચો : ઈઝરાયલ પર સાત ઓકટોબર બાદ સૌથી મોટો હુમલો: ફૂટબોલ રમતા બાળકોના મોત, હવે થશે 'મહાયુદ્ધ'?

ભારતની ત્રણેય સેનાઓને 31 પ્રિડેટર ડ્રોન મળશે

ઉલ્લેખનીય છે કે, ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ડ્રોન ડીલ માટે ચર્ચા કરી રહ્યા છે. આ પ્રસ્તાવનો સ્વીકાર કરવાથી ભારતની ત્રણેય સેનાઓને 31 પ્રિડેટર ડ્રોન મળશે. જેમાં નેવીને 15 અને એરફોર્સ-આર્મીને બે-બે ડ્રોન મળી શકશે. ભારતીય સેનાની ત્રણેય વિંગમાં ડ્રોનનો સોદો કરવા અંગેની વિચારણ ચાલી રહી છે. જેમાં અમેરિકા સાથે આ ડીલ કરવા માટે ભારતીય નૌસેના દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે. દરિયાઈ માર્ગો પર દેખરેખ, જાસૂસી પેટ્રોલિંગ ક્ષમતા અને ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે ભારત દેશની ક્ષમતામાં વધારો કરવામાં આ ડ્રોન વધુ ઉપયોગી સાબિત થશે. જેની આશરે કિંમત 3.99 અરબ ડોલર એટલે ભારતીય ચલણ પ્રમાણે લગભગ 33 હજાર કરોડ રૂપિયા થાય છે. જ્યારે જૂન 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક રાજ્ય મુલાકાત દરમિયાન આ ડ્રોનની ડીલને લઈને જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો : આ છે દુનિયાનું સૌથી અનોખું રણ, અહીં રેતીથી વધુ પાણી છે, ચોંકાવી દેશે આ ચમત્કારની હકીકત

ડ્રોન ઉડતી વખતે પણ દુશ્મનને ટાર્ગેટ કરીને હુમલો કરવા સક્ષમ

આ ડ્રોન AGM-114R હેલફાયર મિસાઇલ સેમી-એક્ટિવ લેસરથી (SAL)થી સજ્જ છે. ખાસ કરીને આ ડ્રોનમાં વિશેષ નેવિગેશન ક્ષમતા હોવાથી તેને અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધુ ઊંચાઈએથી લોન્ચ કરી શકાય છે. આ દરમિયાન, ડ્રોનમાં લગાવવામાં આવેલા LSDBના લેસર સપોર્ટથી ઉડતી વખતે પણ દુશ્મનને ટાર્ગેટ કરીને હુમલો કરવા માટે સક્ષમ છે.

પ્રિડેટર ડ્રોનની શું છે ખાસિયત 

MQ-9B પ્રિડેટર ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે 40 હજાર ફૂટથી વધુની ઉંચાઈ પર લગભગ 40 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ ડ્રોન સેનામાં સર્વેલન્સ અને હુમલાની દ્રષ્ટિએ યોગ્ય હોવાની સાથે હવામાં રહીને જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે.

આ પણ વાંચો : કોણ બનશે અમેરિકાના પ્રમુખ? ગ્લેમરસ જ્યોતિષીએ કરી ભવિષ્યવાણી, બાઈડેન અંગે સાચું હતું અનુમાન

દરેક પ્રકારના હવામાનમાં 40 કલાકથી વધુ સમય ઉડવાની ક્ષમતા

આ ડ્રોન દરેક પ્રકારના હવામાનમાં 40 કલાકથી વધુ સમય સુધી સેટેલાઇટના માધ્યમ થકી ઉડી શકે છે. તેની ક્ષમતાઓને લીધે, પ્રિડેટર ડ્રોનનો ઉપયોગ લોકોની સહાય કરવા, આપત્તિમાં રાહત, શોધ અને બચાવ કામગીરી માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત, કાયદાનો અમલ કરાવવા, સબમરીન વિરોધી યુદ્ધ, એરબોર્ન માઈન કાઉંટરમેસર, લાંબા અંતર માટે રણનીતિ, ઓવર-ધ-એર જેવી દરેક જગ્યાએ તેને ઉપયોગમાં લઈ શકાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે