પવાર પરિવારમાં સમાધાન! એક મંચ પર 'દાદા' અને 'કાકા', ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં બદલાશે સમીકરણ?

NCP

Maharashtra Politics : મહારાષ્ટ્ર એનસીપીના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષામાં પૂણેમાં યોજાયેલી જિલ્લા યોજના અને વિકાસ પરિષદની બેટકમાં પાર્ટીના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં સાંસદ સુપ્રિયા સુલે, ધારાસભ્ય સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. બેઠકમાં અજિત પવારે સાંસદ સુપ્રિયાના વખાણ કર્યો હતા. આ દરમિયાન અતુલ બેન્કેએ શરદ પવારને મળીને અજિત અને શરદ પવારને એકસાથે આવવાની વાત કરતાં મામલો ગરમાયો હતો.

અજિત પવારની ઘર વાપસીની અટકળો

આ પછી ગત શનિવારે પૂણે જિલ્લાની સરકારી બેંક શાખાનું ઉદ્ધાટન નાયબ મુખ્તમંત્રી અજિત દ્વારા કરવામાં આવ્યું હતું.  ડીપીડીસી બેંકની બેઠક પછી તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે સુપ્રિયા સુલેના વખાણ કર્યા હતા. બીજી તરફ, અજિતે શરદ પવાર સાથેના સંબંધો તોડી ભાજપ અને શિવસેના સાથે સરકાર બનાવી છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન પછી તેમણે ફરી ઘરવાપસી કરે તેવી અટકળો ચાલી રહી છે. તેવામાં શરદ પવાર સાથે બેઠકમાં જોડાવવા સહિત સુપ્રિયા સુલેના કરવામાં આવેલા વખાણને લઈને ઘણી અટકળો ઉભી થઈ છે. 

અજિત અને શરદ પવારને લઈને અતુલ બેન્કેએ શું કહ્યું 

અતુલ બેન્કેએ કહ્યું કે, 'અજિત અને શરદ પવાર એક સાથે આવી શકે છે. શરદ પવાર સાથેની મુલાકાતમાં કોઈ પ્રકારની જાણકારી ન આપતા કઈ બાજુ જવું એ પ્રશ્ન જ ઉભો થતો નથી. રાજનીતિમાં અનેક બદલાવ જોવા મળે છે. જ્યારે અજિત અને શરદ એક સાથે આવશે કે નહીં તે કહેવું અશક્ય છે.'

એનસીપી એક થાય તો અમારા જેવા કાર્યકરો ખુશ થશે

માવલના ધારાસભ્ય સુનીલ શેલ્કેએ પણ અતુલ બેન્કેના નિવેદનને લઈને સમર્થન આપ્યું છે. શરદ પવારે જુન્નરની મુલાકાત કરી ત્યારે તાલુકાના પ્રતિનિધિ તરીકે અતુલ બેન્કેએ શરદ પવારનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે રાજકારણ વિશે કોઈ પ્રકારે ચર્ચા ન કરતાં કહ્યું કે, 'આગળના દિવસોમાં એનસીપી એક થાય તો અમારા જેવા કાર્યકરો ખુશ થશે. અજિત દાદાએ પાર્ટી માટે ઘણું યોગદાન આપ્યું છે. પરંતુ કેટલાક લોકો માત્ર પોતે જ તેના વારસદાર હોવાનો દેખાવ કરી રહ્યાં છે. દાદા અને સાહેબ એકસાથે આવશે તો અમને ખુશી થશે. અમુક લોકો નથી ઈચ્છતા કે દાદા અને સાહેબ બંને એકસાથે આવે. શેલ્કેએ કહ્યું, રાજનીતિમાં હું ક્યારે દાદાનો સાથે છોડીશ નહીં.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ભાજપને ઝટકો, આ બે દિગ્ગજ નેતા ઘરવાપસી કરવાની તૈયારીમાં, શરદ પવાર સાથે કરશે મુલાકાત

બેન્કે હાલ કઈ પાર્ટીમાં છે એ મને ખબર નથી

બેન્કેના નિવદેન પર શરદ પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'બેન્કે હાલ કઈ પાર્ટીમાં છે એ મને ખબર નથી. આ સાથે અમારા વચ્ચે કોઈ પ્રકારે ચર્ચા થઈ ન હતી. તેમના પિતા મારા દોસ્ત હોવાથી અમે મળી લઈએ છીએ. ગત લોકસભા ચૂંટણીમાં જે લોકોએ એનસીપીના ઉમેદવારો માટે કામ કર્યું છે અમે એમના છીએ.'

અજિત પવારની પ્રતિક્રિયા

બેન્કે અને શરદ વારની મુલાકાતને લઈને અજિત પવારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'ઘણાં ધારાસભ્યો મને મળવા આવે છે. ત્યારે જો તમે બેન્કેને મળ્યાં છો તો એમને પૂછો કે કેમ મળ્યાં. જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે કેટલાક લોકો ઉભા થાય છે. તેમાં અમુક લોકો એવું વિચારી રહ્યાં છે કે કોઈ પાર્ટીને ખાલી જગ્યા મળી જાય, ખાલી જગ્યા ન મળતા આપણે બીજે ક્યાંક જવું જોઈએ.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો