65 હજાર કિમીની સ્પીડ, હવાઈ જહાજ જેટલું કદ: ધરતી તરફ આવી રહ્યો છે વિશાળકાય ઉલ્કાપિંડ

Asteroid Heading Towards Earth


Asteroid Heading Towards Earth: અમેરિકન એજેન્સી NASAએ એક ચિંતાજનક ચેતાવણી જાહેર કરી છે. નાસા મુજબ, અવકાશથી એક વિશાળકાય ઉલ્કાપિંડ ધરતી તરફ ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. નાસાએ આ ઉલ્કાપિંડનું નામ 2024 MT-1 રાખ્યું છે. હાલ નાસા આ ઉલ્કાપિંડનો સતત અભ્યાસ કરી રહ્યો છે. જો કે, નાસા એ જણાવ્યું છે કે, હાલ આ ઉલ્કાપિંડનો પૃથ્વી સાથે ટકરાવ થવાની સંભાવના નહીવત છે. 


ખૂબ ઝડપે આવી રહ્યો છે પૃથ્વી તરફ

અમેરિકન એજન્સીએ ચેતાવણી આપી છે કે આ વિશાળકાય ઉલ્કાપિંડ 65,215 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. જાણકારી મુજબ, આનો વ્યાસ આશરે 260 ફીટ છે. કદમાં આ ઉલ્કાપિંડ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેટલું મોટું છે. આશંકા છે કે આ ઉલ્કાપિંડ ધરતીથી લગભગ 1.5 મિલિયન કિમી (15 લાખ કિમી)ના અંતરેથી પૃથ્વીની ખુબ નજીકથી પસાર થશે. આ કદના ઉલ્કાપિંડોને સંભવિતરૂપે ભયજનક માનવામાં આવે છે. કારણ કે, જો તે પૃથ્વીથી અથડાય છે તો તેનાથી ખૂબ મોટું વિનાશ થઇ શકે છે.


કઇ રીતે થઇ જાણ?

ઉલ્કાપિંડ 2024 MT-1ની જાણ સૌપ્રથમ નાસાના નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ દ્વારા કરવામાં આવી હતી. જે પૃથ્વી નજીક આવતા ભયજનક ઉલ્કાપિંડોને ચિન્હિત કરે છે. આ પ્રોગ્રામ આ પ્રકારની ઘટનાઓને ટ્રેક કરવા માટે જમીન-આધારિત દૂરબીનો તેમજ રડાર પ્રણાલીઓનો ઉપયોગ કરે છે.


ઉલ્કાપિંડ પર NASAની નજર

હાલ, કેલિફોર્નિયાના પાસાડેનામાં આવેલ નાસાની જેટ પ્રોપલ્શન પ્રયોગશાળા (JPL) આ ઉલ્કાપિંડના સંભવિત માર્ગ પર ખૂબ ચોકસાઇથી અભ્યાસ કરી રહી છે. જેપીએલનો ઉલ્કાપિંડ વોચ ડેશબોર્ડ ઉલ્કાપિંડની સ્થિતિ, ગતિ અને પૃથ્વીથી તેના અંતરનો વાસ્તવિક સમય પર ડેટા પ્રદાન કરે છે. જો કે, હાલ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાશે તેની સંભાવના નહિવત છે. આ ઉલ્કાપિંડે ખગોળશાસ્ત્રીઓ અને અવકાશપ્રેમીઓનું ધ્યાન આકર્ષ્યું છે. સમગ્ર વિશ્વની પ્રયોગશાળાઓ આ ઉલ્કાપિંડના ફોટા તેમજ ડેટા કેપ્ચર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો