વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા વતન પરત, એરપોર્ટ પર ફેન્સનો જમાવડો, જાણો શું છે આજનો પ્લાન?

Image : DD NEWS



Team India Returns From Barbados | રોહિત શર્માના નેતૃત્વમાં વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે બાર્બાડોસથી દિલ્હી પહોંચી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈન્ડિયન ક્રિકેટ ટીમ દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરી ચૂકી છે, અહીં ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી, દરેક વ્યક્તિ ભારતીય ટીમનું સ્વાગત કરવા માંગે છે. ઘણા ચાહકો તો રાત્રે જ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.

પ્રશંસકો તો ખુશ ખુશ 

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને એરપોર્ટની બહાર આવતા અને બસમાં બેસીને હોટેલ તરફ રવાના થતા જોઈ ફેન્સ ખુશ ખુશ થઇ ગયા હતા. વિરાટ કોહલી ફેન્સનું અભિવાદન ઝીલતો દેખાયો હતો. 

પીએમ મોદી સાથે કરશે મુલાકાત

આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીમ ઈન્ડિયાની મુલાકાત થવાની છે. તેના પછી તે મુંબઈ રવાના થશે. ટીમ ઈન્ડિયા આજે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન બસમાં રોડ શો પણ કરશે. પહેલા આ કાર્યક્રમ કાલે થવાનો હતો. ખેલાડીઓને જલદી જ ફ્રી કરવા માટે આ કાર્યક્રમ આજે જ થશે. 

ટીમ ઈન્ડિયાનો આજનો કાર્યક્રમ

- ભારતીય ખેલાડીઓ સવારે લગભગ 9.30 વાગ્યે પીએમ હાઉસ જવા રવાના થશે.

- ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.

- પીએમ મોદીને મળ્યા બાદ ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઈટથી મુંબઈ જશે.

- મુંબઈમાં ઉતર્યા બાદ તમામ ખેલાડીઓ ઓપન બસમાં વાનખેડે સ્ટેડિયમ પહોંચશે.

- આજે સાંજે 5:00 વાગ્યાથી મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે વિજય પરેડ થશે.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો