અંબાલાલ પટેલની અનરાધાર વરસાદની આગાહી: અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

Ambalal

Ambalal Patel Forecast : રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં રેડ એલર્ટ પગલે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીઓ પૂરમાં ફેરવાઈ હતી. જ્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી પાણીમાં ફસાયેલા લોકોની NDRF ટીમની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં અમદાવાદથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

21 થી 24 જુલાઈમાં ધોધમાર વરસાદની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 'અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણને અસર કરવાથી  22 જુલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 21 થી 24 જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે હવામાન પલટાતા મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.'

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે

દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી 24 કલાકની અંદરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આગામી 24 જુલાઈ સુધી રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, આહવા, સુરત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

એક સાથ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરુચ, નર્મદા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની સ્થિતિ રહેશે. તેવામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 કલાકના સમયગામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કલ્યાણપુર તાલુકામાં છ ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

પોરબંદર જિલ્લામાં આભ ફાટ્યું

સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. વરસાદે તમામ રેકોર્ડ તોડી નાખતાં રાણાવાવમાં નવ ઈંચ, કુતિયાણામાં છ ઈંચ, દ્વારકાના કલ્યાણપુરમાં અઢી ઈંચ, દ્વારકા અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભારે વરસાદને પગલે પોરબંદર શહેર બેટમાં ફેરવાયું હોય તેવો માહોલ સર્જાયો છે. બીજી તરફ, પૂર જેવી સ્થિતિમાં 13થી વધુ લોકો ફયાસા હોવાથી ફાયર વિભાગના ટીમ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદી માહોલ વચ્ચે 15થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો