ચીનની નવી ચાલે ભારતનું વધાર્યું ટેન્શન, LAC પાસે પેંગોંગ લેક પર બનાવ્યો 400 મીટર લાંબો પુલ

China Pangong Lake New Bridge
Image Source : Twitter (x)

China's New Bridge Over Pangong Lake : ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ચીન પોતાની હરકતો ભૂલતું નથી. છેલ્લે ચીન સાથે પેંગોંગ વિસ્તારમાં થયેલી બબાલ હજુ પણ શાંત પડી નથી. ચીને LAC પાસે 400 મીટર લાંબા પુલનું નિર્માણકાર્ય પૂરું કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સેટેલાઇટ ઈમેજમાં પેંગોગ લેક પર બનાવવામાં આવેલો આ પુલ સ્પષ્ટ જોઈ શકાય છે. આ પુલ પરથી હળવા વાહનોની અવરજવર પણ શરૂ થઈ ગઈ છે. આ પુલ 1958થી ચીનના કબજા હેઠળના વિસ્તારમાં આવેલો છે. આ બ્રીજ ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક તૈયાર કરાયો છે.

આ પણ વાંચો : Microsoft Outage : માઈક્રોસોફ્ટની ઓફિસ અને ક્લાઉડ સર્વિસમાં ફરી સર્જાઈ ખામી, લાખો યુઝર્સ હેરાન

પુલના નિર્માણથી ચીની સૈનિકોને ફાયદો

આ પુલના નિર્માણથી પેંગોંગ સરોવરના ઉત્તર અને દક્ષિણ કાંઠા વચ્ચે ચીનના સૈનિકોને ઝડપથી આવન જાવન ક્ષમતા વધી જશે. આવી સ્થિતિમાં જો ભારત સાથે વિવાદ વધે તો ચીનને ફાયદો થઈ શકે. એક અહેવાલમાં ઇન્ટેલ લેબના સેટેલાઇટ ઇમેજ નિષ્ણાત અને સંશોધક ડેમિયન સિમોનને ટાંકીને જણાવ્યું હતું કે પેંગોંગ તળાવ પરનો નવો પુલ ચીની સેનાને ઝડપી સૈન્ય તૈનાત માટેનો સીધો ટૂંકો રસ્તો કરી આપે છે. 

China Pangong Lake New Bridge
Image Source : Twitter (x)

હવે ચીની સૈનિકોને લાંબુ અંતર નહીં કાપવું પડે

આ બ્રીજ બન્યા પહેલા ચીની આર્મીને સંઘર્ષવાળા વિસ્તારોમાં પહોંચવા માટે તળવાની આખી પૂર્વ સાઈડને ક્રોસ કરવી પડતી હતી. જેના માટે લાંબું અંતર કાપવું પડતું હતું. પરંતુ આ બ્રીજ સંઘર્ષ સ્થળે ઝડપી સૈના તૈનાતી કરાવી શકશે. 

પુલના નિર્માણથી 50-100 કિમીનું અંતર ઘટ્યું

LAC નજીક બનેલા નવા પૂલને પગલે એવું માનવામાં આવે છે કે આ પુલ બનવાથી સરોવરના બે કાંઠા વચ્ચેની મુસાફરીનું અંતર લગભગ 50-100 કિલોમીટર અથવા મુસાફરીમાં ઘણાં કલાકો ઘટાડી શકાય છે. આ પુલ અંગે અગાઉ પણ સમાચાર આવ્યા હતા. તે સમયે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પુલ એવા વિસ્તારોમાં બનાવવામાં આવી રહ્યો છે જે લગભગ 60 વર્ષથી ચીનના ગેરકાયદે કબજામાં છે.  

આ પણ વાંચો : વાયનાડના હૈયું ધ્રુજાવી નાંખે તેવા દ્રશ્યો; 100થી વધુ મોત, ઘર-રસ્તા-વાહનો તણાયા

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે