ભારતીય યુદ્ધ જહાજમાં લાગી આગ, એક તરફ નમી ગયું, એક સૈનિક લાપતા

INS Brahmaputra Fire
Image Source - Twitter

Warships INS Brahmaputra Fire : ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રવિવારે સાંજે આગ લાગવાની ઘટના બની છે. જહાજમાં લાગેલી આગને કાબુમાં તો લઈ લેવાઈ છે, પરંતુ જહાજ એક તરફ અડધો અડધ નમી ગયું છે. 

એક સૈનિક ગુમ, નૌકાદળે તપાસના આપ્યા આદેશ

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ કહ્યું કે, ‘જહાજ પર એક નૌસૈનિક સિવાય તમામ સૈનિકોની શોધખોળ કરી લેવાઈ છે. હાલ ગુમ થયેલ સૈનિકની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત ભારતીય નૌકાદળે જહાજમાં આગ કયા કારણોસર લાગી, તેની તપાસ કરવાના પણ આદેશ આપી દીધા છે.

સાંજે લાગેલી આગ બીજા દિવસે સવારે કાબુમાં લેવાઈ

ઉલ્લેખનીય છે કે, 21 જુલાઈની સાંજે ભારતીય નૌકાદળના મલ્ટી-રોલ યુદ્ધ જહાજ આઈએનએસ બ્રહ્મપુત્રમાં રેપેરિંગનું કામ કરતી વખતે આગ લાગી ગઈ હતી. જોકે નૌકાદળ ડૉકયાર્ડ અને બંદરમાં હાજર અન્ય જહાજોના ફાયરબ્રિગેડના કર્મચારીઓ તુરંત દોડી આવ્યા હતા અને તેઓએ 22 જુલાઈએ સવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઉપરાંત આગના કારણે થયેલા નુકસાનનું આંકલન કરવા માટે સૈનિટાઈજેશન તપાસ સહિત અન્ય કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

• ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત, ત્રણ નવા કાયદા વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે કાઢશે ટ્રેક્ટર રેલી

• મહારાષ્ટ્રની રાજનીતિના મોટા સમાચાર, શરદ પવાર અને શિંદે વચ્ચે મુલાકાત, જાણો શું થઇ ચર્ચા

• શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ

• નીતિશ કુમારને સૌથી મોટો ઝટકો, મોદી સરકારનો બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા ઈનકાર

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે