શું સુપ્રીમ કોર્ટ દિલ્હી સિવાયના કોઈ રાજ્યમાં હોઈ શકે? લોકસભામાં સવાલ પછી આર્ટિકલ 130ની ફરી ચર્ચા
Regional Benches Of Supreme Court Question Raised In Loksabha : સંસદમાં ચાલતા શિયાળુ સત્ર દરમિયાન શુક્રવારે કેરળના સાંસદ થૉમસ ચાઝિકાદને સરકારને ‘પ્રાદેશિક સુપ્રીમ કોર્ટ’ અંગે પ્રશ્ન કર્યો હતો. આ પ્રશ્ન કરાયા બાદ લોકસભામાં આર્ટિકલ 130ની ફરી ચર્ચાઓ શરૂ થઈ હતી. તેમણે કાયદા અને ન્યાય મંત્રીને પ્રશ્ન કર્યો હતો કે, શું સરકારને લીગર ફ્રેટરનિટી દ્વારા ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની કાયમી બેંચની સ્થાપના કરવાની વિનંતી મળી છે? તો જાણીએ કે, બંધારણના અનુચ્છેદ 130માં સુપ્રીમ કોર્ટ વિશે શું લખાયું છે. થોમસે દક્ષિણ ભારત તરફથી અગાઉ પણ અનેક વખતે ‘પ્રાદેશિક સુપ્રીમ કોર્ટ’ની માંગ કરી છે. એ સામાન્ય વાત છે કે, સુપ્રીમ કોર્ટની બેઠક હંમેશા દિલ્હીમાં જ યોજાતી રહી છે, પરંતુ ઈતિહાસમાં બે વખત સુપ્રીમ કોર્ટની સુનાવણી કાશ્મીર અને હૈદરાબાદમાં થઈ છે.
કાયદા મંત્રીએ શું આપ્યો જવાબ?
કેન્દ્રીય કાયદા રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અર્જુન રામ મેઘવાલે (Arjun Ram Meghwal) કાયદા મંત્રાલય તરફથી જવાબ આપ્યો હતો કે, ચેન્નાઈમાં સુપ્રીમ કોર્ટની કાયમી બેંચ બનાવવાનો મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં વિચારણા હેઠળ છે. સુપ્રીમ કોર્ટ કયા શહેરમાં હશે તેની જોગવાઈનો બંધારણની કલમ 130માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંધારણની કલમ 130 મુજબ સુપ્રીમ કોર્ટ દિલ્હીમાં જ હશે. જો કે તેમાં આપેલી જોગવાઈ મુજબ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ દિલ્હી અથવા અન્ય કોઈ જગ્યાએ સુપ્રીમ કોર્ટની સુનાવણી કરી શકે છે.
પ્રાદેશિક સુપ્રીમ કોર્ટની માંગ અગાઉ પણ ઉઠી હતી
ભારત સરકારને અગાઉ પણ દિલ્હીની બહાર અન્ય ભાગોમાં સુપ્રીમ કોર્ટની બેન્ચની સ્થાપના કરવા માટે વિવિધ પક્ષો તરફથી અરજીઓ મળી છે. 11માં કાયદા પંચે વર્ષ 1988માં તેના 125માં રિપોર્ટમાં ‘ધ સુપ્રીમ કોર્ટ - અ ફ્રેશ લૂક’માં 10માં કાયદા પંચની ભલામણોનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને બે ભાગોમાં વિભાજિત કરવાનું સૂચન કરાયું હતું - (i) દિલ્હીમાં બંધારણીય અદાલત અને (ii) ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં અપીલ કોર્ટ અથવા સંઘીય અદાલત.
આ પણ વાંચો : માફીથી કામ નહીં ચાલે, 6 મહિના મફત કાનૂની સેવા આપો...' હાઈકોર્ટની 28 વકીલોને અનોખી સજા
અગાઉ આ પાંચ રાજ્યોમાં કેસેશન બેન્ચ સ્થાપવા સૂચન અપાયું હતું
18માં કાયદા પંચે વર્ષ 2009માં રજુ કરેલા રિપોર્ટમાં દિલ્હીમાં બંધારણીય બેંચની સ્થાપના કરવાનું સૂચન આપ્યું હતું. સાથે જ ઉત્તર ક્ષેત્રમાં દિલ્હીમાં, દક્ષિણ ક્ષેત્રમાં ચેન્નાઈ/હૈદરાબાદ, પૂર્વ ક્ષેત્રમાં કોલકાતા અને પશ્ચિમ ક્ષેત્રમાં મુંબઈમાં એક-એક કેસેશન બેન્ચની સ્થાપના કરવી જોઈએ. આ એક પ્રકારની અપીલ કોર્ટ છે. આમાં કેસના તથ્યોની ફરીથી તપાસ થતી નથી, પરંતુ માત્ર સંબંધિત કાયદાનું અર્થઘટન કરે છે.
મામલો અગાઉ બે વખત મુખ્ય ન્યાયાધીશને મોકલાયો હતો
સુપ્રીમ કોર્ટની શાખાઓનો મામલો બે વખત મુખ્ય ન્યાયાધીશને મોકલાયો છે. મેઘવાલે તેમના જવાબમાં ફેબ્રુઆરી 2010ની બેઠકનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તત્કાલિન મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, દિલ્હીની બહાર સુપ્રીમ કોર્ટની બેંચની સ્થાપના માટે કોઈ ઔપચારિકતા નથી. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશે વર્ષ 2007માં ઓગસ્ટમાં પણ આ જ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો : UPSCના ત્રણ વિદ્યાર્થીના મોત માટે દિલ્હી મ્યુનિ. જવાબદાર! ફરિયાદની નકલ પણ સામે આવી
Comments
Post a Comment