છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં જ આઠ કરોડ રોજગાર પેદા થયા: PM મોદીનો બેરોજગારી મુદ્દે જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મુંબઈમાં ત્રણ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન તેમણે દેશમાં બેરોજગારી મુદ્દે વિપક્ષને જવાબ આપ્યો હતો.
આઠ કરોડ રોજગાર ઉત્પન્ન થયા: મોદી
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધન કરતાં કહ્યું હતું, કે 'હાલમાં જ RBI દ્વારા અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલ અનુસાર છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં દેશમાં આશરે આઠ કરોડ રોજગાર ઉત્પન્ન થયા છે. આ આંકડાઓએ અસત્ય ફેલાવનારાઓના મોઢા બંધ કરાવી દીધા છે. જે લોકો ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસનો વિરોધ કરે છે તેમની પોલ ખૂલી ગઈ છે.'
મોદીએ વધુમાં કહ્યું હતું, કે 'જે દાયકાઓથી જે અંતિમ પંક્તિમાં છે તેમને અમારી સરકાર પ્રાથમિકતા આપી રહી છે. નવી સરકારના ગઠન બાદ જ ગરીબોના પાક્કા મકાન તથા ખેડૂતો માટે નિર્ણય માટે લેવામાં આવ્યા છે.'
મહારાષ્ટ્ર સરકારના કર્યા વખાણ
વડાપ્રધાન મોદીએ સરકારના કામ ગણાવતા કહ્યું હતું, કે 'મહારાષ્ટ્રની મહાયુતી સરકાર પણ કટિબદ્ધતા સાથે કામ કરી રહી છે. મને આનંદ છે કે મહારાષ્ટ્ર સરકારે દર વર્ષે દસ લાખ નવયુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવાનો સંકલ્પ લીધો છે. કનેક્ટિવિટી માટે સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે પર્યટન, ખેતી અને ઉદ્યોગને લાભ થઈ રહ્યો છે અને રોજગારના નવા અવસર પણ બની રહ્યા છે.'
અટલ સેતુ મુદ્દે જવાબ
અટલ સેતુમાં તિરાડના સમાચાર મુદ્દે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું, કે 'અમારો ઉદ્દેશ્ય મુંબઈના લોકોનું જીવનધોરણ સુધારવાનો છે. તમને યાદ હશે કે કઈ રીતે અટલ સેતુ માટે ખોટી જાણકારી લોકોમાં ફેલાવવામાં આવી હતી.'
Comments
Post a Comment